ભૂખા રહેશો તો જીજસ સાથે મુલાકાત થશે, એક પછી એક કબરમાંથી શવ નીકળી રહ્યા છે

PC: cw39.com

કેન્યાના શાકાહોલા જંગલમાં કબરોમાંથી મળનારા મૃતદેહોની સંખ્યા 201 પહોંચી ગઇ છે. જોકે, હજુ પણ ઘણા બધા લોકોના ગુમ થયેલા હોવાની આશંકા છે. શનિવારના રોજ વધુ 22 મૃતદેહ કબરમાંથી કાઢવામાં આવ્યા હતા. આ કેસમાં કેન્યાની કોર્ટે ગુડ ન્યુઝ ઇન્ટરનેશનલ ચર્ચના પાદરી પોલ મેકેન્ઝીને જામીન આપવા માટે ઇનકાર કરી દીધો છે.

પાદરી પોલ મેકેન્ઝી પર આરોપ છે કે, તેણે અનુયાયિઓને પોતાના બાળકો અને પોતાને મારી નાખવાનો આદેશ આપ્યો હતો, જેથી તે દુનિયાના અંત પહેલા સ્વર્ગમાં જઇ શકે. આ કેસમાં એક ક્ષેત્રીય આયુક્ત રોદાહ ઓન્યાંચાએ કહ્યું કે, અમારી ફોરેન્સિક ટીમ શનિવારે 22 મૃતદેહોને કાઢવામાં સફળ રહી છે. સાથે જ એક વધુ સંદિગ્ધની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તરફથી આ વિશે જાણકારી આપતા પહેલા કહેવાયું હતું કે, તેને તેના વિશે ગુપ્ત સૂચના મળી હતી. તેના આધાર પર માલિંદીમાં પાદરીની સંપત્તિ પર છાપેમારી કરવામાં આવી હતી. તપાસમાં પોલીસને એક પછી એક મૃતદેહો મળતા જ ગયા. ત્યાર બાદ પોલીસની તરફથી મૃતદેહોમાંથી DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેથી સાબિત થઇ શકે કે આ લોકોના મોત ભૂખા રહેવાના કારણે થયા છે.

AFPએ કોર્ટના દસ્તાવેજોનો હવાલો આપતા કહ્યું હતું કે, પહેલા મળેલા અમુક મૃતદેહોમાં આંતરિક અંગો ગાયબ હતા. એજન્સીએ કહ્યું કે, તપાસ દરમિયાન 112 લોકોના અવશેષોની તપાસ કરવામાં આવી છે. કોર્ટમાં પાદરીએ કહ્યું કે, તેણે લોકોને આત્મહત્યા કરવા માટે નથી ઉશ્કેર્યા. જોકે, તેણે 2019માં ચર્ચ બંધ કરવાનો દાવો પણ કર્યો હતો. જોકે, કોર્ટ તરફથી પાદરીને જામીન આપવા માટે ઇનકાર કરવામાં આવ્યો છે.

કેન્યાની પોલીસે એક કબરમાંથી એક જ પરિવારના 5 લોકોને બહાર કાઢ્યા છે. જે એક સાથે જીઝસને મળવા માગતા હતા. પોલીસને હજુ સુધી 65 કબર મળી છે. આ કબરોમાંથી મૃતદેહોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. પોલીસને લાગી રહ્યું છે કે, મરનારા લોકોનો આંકડો હજુ વધશે. પોલીસ એ આશાથી કબરો ખોદી રહી છે કે કોઇ વ્યક્તિ હજુ પણ જીવતા હોય. જોકે, હજુ સુધી કોઇ પણ વ્યક્તિ જીવતું મળ્યું નથી. આ કબરોમાંથી કેટલાક બાળકોના મૃતદેહો પણ મળી આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp