પાકિસ્તાની આર્મીને એવા શબ્દો કહ્યા કે કિડનેપ થઈ ગઈ છોકરી

PC: magpakistan.com

પાકિસ્તાનની રાજધાનીની વચ્ચોવચ પશ્તૂન તહફુચ મુવમેન્ટ (PTM) જલસાનું આયોજન કરવામાં આવે છે. રાજકારણ, આર્થિક દુર્દશા અને સેનાના સતાવેલા હજારો લોકો આગળ આવીને તેમાં હિસ્સો લે છે. નિવેદનબાજી થાય છે. પૂર્વ માનવાધિકાર મંત્રીની દીકરી ભાષણ આપવા મંચ પર પહોંચે છે અને આવેશમાં સેના વિરુદ્ધ નારા લગાવવા લાગે છે. તે કહે છે કે ‘યે જો દહશતગર્દી હૈ’ અને ત્યાં ઉપસ્થિત હજારો લોકો એક સાથે બૂમો પાદ હચે ‘ઇસકે પીછે વર્દી હૈ.’

રેલીના આગામી દિવસે સિવિલ ડ્રેસમાં પોલીસવાળાઓની એક ટીમ પૂર્વ મંત્રીના ઘરે પહોંચે છે અને તેમની છોકરીને સાથે લઈ જાય છે. આ ઘટનાના 24 કલાક થઈ ચૂક્યા છે, પરંતુ અત્યાર સુધી છોકરીની કોઈ ખબર નથી. આ ઘટના પાકિસ્તાનની છે. જલસામાં પાકિસ્તાની સેના વિરુદ્ધ નારા લગાવનારી છોકરી ઈમરાન ખાન સરકારમાં મંત્રી રહેલા શિરીન મજારીની દીકરી ઈમાન હાજિર મજારી છે. બે દિવસ અગાઉ 18 ઑગસ્ટના રોજ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક રેલી (જલસા)નું આયોજન થયું હતું.

જલસા બરાબર સુપ્રીમ કોર્ટ સામે થયો. તેમાં પશ્તૂન સમુદાયના ઘણા નેતાઓએ ભાગ લીધો. જ્યારે ઈમાન મજારી મંચ પર પહોંચી તો તેણે સેનાને કોસવાની શરૂઆત કરી દીધી. તેણે કહ્યું કે, પાકિસ્તાનમાં થનારા દરેક આતંકી હુમલા માટે પાકિસ્તાન આર્મી જવાબદાર છે. તે જ અસલી આતંકવાદી છે. ઈમાને મંચ પરથી સેના વિરુદ્ધ ‘યે જો દહશતગર્દી હૈ, ઇસકે પીછે વર્દી હૈ’ જેવા નારા પણ લગાવ્યા. પાકિસ્તાનન પૂર્વ માનવાધિકાર મંત્રી શિરીનનો દાવો છે કે રેલીના આગામી દિવસે સૂરજ નીકળવા અગાઉ જ પોલીસ તેમના ઘરે પહોંચી ગઈ અને તેમની દીકરીને કિડનેપ કરી લીધી.

સાદી વર્દીમાં આવેલી ટીમે તેમના ઘરનો દરવાજો તોડ્યો અને ઘરની તપાસ કરવા લાગ્યા, જ્યારે શિરીને તેમને પૂછ્યું કે તેઓ કેમ આવ્યા છે? તો કેટલાક પોલીસકર્મીઓએ ઈમાનને ઘરથી બહાર કાઢી અને પોતાની સાથે લઈને જવા લાગ્યા. આ દરમિયાન ઈમાને તેમને કહ્યું કે, તેણે ઘરના કપડાં પહેરી રાખ્યા છે. ઓછામાં ઓછા તેને કપડાં તો બદલી લેવા દેવામાં આવે, પરંતુ પોલીસકર્મીઓએ તેમની કોઈ વાત ન માની અને તેઓ એ જ હાલતમાં તેને સાથે લઈ ગયા.

તેમણે દાવો કર્યો કે, પોલીસકર્મી પોતાની સાથે તેમના CCTV કેમેરા અને લેપટોપ પણ ઉઠાવી લઈ ગયા. જે સમયે પોલીસકર્મી આવ્યા, એ દરમિયાન ઘરમાં માત્ર 2 મહિલાઓ જ હતી. આ આખી ઘટનાને યોગ્ય બતાવતા પોલીસે કહ્યું કે, ઈમાન દેશના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરી રહી હતી. તેના પર ધરણાં આપવા અને વિરોધ પ્રદર્શન કરવાના કેસ નોંધવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં 9 મેના રોજ થયેલી હિંસા બાદ ઈમામની માતા શિરીન મજારીની પણ પોલીસે ધરપકડ કરી લીધી હતી. શિરીન મજારીને એ ઘટના બાદ ઘણી વખત અરેસ્ટ કરવામાં આવી, જેથી દુઃખી થઈને ઈમરાન ખાનની પાર્ટી PTI છોડી દે.

કોણ છે ઈમાન મજારી?

ઈમાન મજારી પાકિસ્તાનની એક પ્રસિદ્ધ વકીલ અને માનવાધિકાર કાર્યકર્તા છે. તેનો જન્મ ઇસ્લામબાદમાં થયો હતો. તેણે સ્કોટલેન્ડની એડિનબર્ગ યુનિવર્સિટીથી LLB કર્યા બાદ પાકિસ્તાનમાં પોતાનું કરિયર શરૂ કર્યું. ઈમાન બલૂચ સમુદાયથી આવે છે. તેનો એક ભાઈ છે, જેનું નામ સબીલ હાજરી છે. પાકિસ્તાનના કલ્ચરના હિસાબે ઈમાન મજારી ખૂબ બોલ્ડ છે. તે સોશિયલ મીડિયા પર બિન્દાસ અંદાજવાળી તસવીરો શેર કરે છે. પોતાની નીડર પોસ્ટ માટે પણ ઈમાન મોટા ભાગે ચર્ચામાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp