IMF પૈસા નથી આપી રહ્યું,પાકિસ્તાનના નાણામંત્રીએ ગુસ્સે થઈને પત્રકારને થપ્પડ મારી

PC: livehindustan.com

પાકિસ્તાનના નાણાપ્રધાન ઈશાક ડારે તાજેતરમાં પોતે ગુસ્સામાં આવી જઈને એક પત્રકારને થપ્પડ મારી દીધી હતી. આ ઘટનાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ગુરુવારે ઇશાક ડારે પાકિસ્તાની સંસદ ભવનમાં એક પત્રકારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) કાર્યક્રમ અંગે સવાલ પૂછ્યા બાદ નાણામંત્રીએ પોતાના મગજ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને એક પત્રકારને થપ્પડ મારી દીધી હતી. પાકિસ્તાની મીડિયા ડોન અનુસાર, પાકિસ્તાની નાણામંત્રી નેશનલ એસેમ્બલી સત્રને સંબોધન કર્યા પછી સંસદ ભવનમાંથી બહાર આવી રહ્યા હતા. ત્યારબાદ એક પત્રકારે તેમને IMF સંબંધિત પ્રશ્નો પૂછ્યા.

લાઈવ કેમેરામાં રિપોર્ટર સાથે નાણામંત્રીની લડાઈનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટરે કથિત રીતે કહ્યું કે મંત્રીએ મને થપ્પડ મારી હતી અને તેણે તેના સુરક્ષાકર્મીઓને પણ મને પાઠ ભણાવવાનો આદેશ આપ્યો હતો.

રિપોર્ટરની ઓળખ શાહિદ કુરેશી તરીકે થઈ છે. રિપોર્ટરે આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. વિડિયોમાં ડારને સીડીઓ પરથી ઉતરતા જોઈ શકાય છે, જ્યારે રિપોર્ટર તેમને પૂછે છે, "ડાર સાહેબ, શું તમે આજે વાત કરશો?' જેના જવાબમાં ડારે જવાબ આપ્યો, 'આટલું બોલ્યા પછી, હું હમણાં જ બહાર આવ્યો છું.'

ત્યાર પછી પત્રકારે પૂછ્યું કે, શું IMF ડીલ થઈ રહી છે? ત્યારબાદ પત્રકારે પેરિસમાં IMFના વડા સાથે PM શેહબાઝ શરીફની બેઠકનો ઉલ્લેખ કર્યો. જો કે, ડારે કોઈ જવાબ ન આપ્યો અને મૌન રહ્યા.

ત્યારબાદ રિપોર્ટર કુરેશીએ પાકિસ્તાન સરકારને ડીલ મેળવવામાં નિષ્ફળતાનું કારણ પૂછ્યું, જેના જવાબમાં નાણામંત્રીએ કહ્યું, 'કારણ કે તમારા જેવા લોકો સિસ્ટમમાં છે.' નિવેદનના જવાબમાં, પત્રકારે ફરીથી કહ્યું, 'અમે સિસ્ટમમાં નથી' અને ઉમેર્યું, 'અમે ફક્ત પ્રશ્નો પૂછીએ છીએ.' ત્યાં સુધીમાં પાર્કિંગમાં પહોંચેલા ડાર ગુસ્સાથી કુરેશી તરફ વળ્યા. ડારે પત્રકારને પૂછ્યું 'તમે શું ઈચ્છો છો?' આ પછી કુરેશીએ મંત્રીને પૂછ્યું, 'સાહેબ તમે કેમ લડી રહ્યા છો?' મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, આ મુદ્દા પર મંત્રીના સુરક્ષા રક્ષકોએ દરમિયાનગીરી કરી અને મંત્રીને વાહન તરફ લઈ ગયા

ઘટના બન્યા પછી પત્રકારે મંત્રી દ્વારા ઉત્પીડનનો દાવો કરતા ઘટનાનો વીડિયો જાહેર કર્યો હતો. શાહિદ કુરેશીએ પાકિસ્તાની મંત્રી અને તેના સુરક્ષા ગાર્ડ વિશે ખતરનાક દાવા કર્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે અર્થવ્યવસ્થાને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે મેં પૂછ્યું કે, 'IMF સાથે કરાર હજુ સુધી કેમ નથી થયો?' આના પર મંત્રી ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે મેં સંસદમાં જવાબ આપી દીધો છે. તે કંઈપણ બોલવા માટે બચતા રહ્યા હતા. વધુ જોર આપીને પૂછવા પર તેમને ગુસ્સો આવ્યો અને તેમણે મને થપ્પડ મારી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp