પાકિસ્તાનમાં લોટની એક ગુણ માટે મારામારી, ભોજન માટે ભટકી રહ્યા છે લોકો

PC: firstpost.com

પાકિસ્તાનમાં ગયા વર્ષે આવેલા પૂર બાદ હવે તે આર્થિક રીતે ખૂબ જ નબળું બની ગયું છે. પાકિસ્તાનના ત્રણ પ્રાંતોમાં લોકોના ખાસ ખાવાના માટે લોટ જ નથી બચ્યો. પાકિસ્તાનના ત્રણ પ્રાંતો ખૈબર પખ્તૂનખ્વા, સિંધ અને બલૂચિસ્તાનના કેટલાક વિસ્તારોમાં ઘઉં ખતમ થઇ ગયા છે, જેના કારણે ત્યાં લોકો લોટની એક ગુણ માટે પણ એક બીજા સાથે લડી રહ્યા છે અને એકબીજાને મારી નાખવા પર ઉતરી આવ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, એક ગુણ લોટ માટે ત્યાં લોકો એકબીજા સાથે મારામારી કરી રહ્યા છે. ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને બલૂચિસ્ચાન પ્રાંતોના કેટલાક વિસ્તારોમાં બજારમાં લોકો લોટની એક ગુણ માટે ટ્રકોની પાછળ ભાગી રહ્યા છે. ભૂખથી ત્યાં લોકો તડપી રહ્યા છે અને બાળકો માટે પણ ખાવાનું નથી બચ્યું, જે કારણે ત્યાં નાના છોકરાઓ ભૂખના કારણે રડી રહ્યા છે.

પાકિસ્તાનની સમાચાર એજન્સીના એક રિપોર્ટ અનુસાર, હજારો લોકો રોજ કલાકો સુધી લોટની એક થેલી લેવા માટે લાઇનમાં ઉભા રહે છે. હાલના સમયે ત્યાં લોટની કિંમતો આસમાને છે. રિપોર્ટ્સ અનુસાર, કરાંચીમાં એક કિલો લોટની કિંમત 160 રૂપિયા છે તો ત્યાં ઇસ્લામાબાદ અને પેશાવરમાં 10 કિલો લોટની થેલી 1500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે.

પાકિસ્તાનમાં એક તરફ જ્યાં ઘઉં ખતમ થઇ ગયા છે, તો કેટલાક વિસ્તારોમાં જનતા ભૂખના કારણે ઉગ્ર થઇ રહી છે અને ઘંઉનો લોટ મેળવવા માટે કોઇપણ હદ સુધી જવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંધના મીરપુરખાસ જિલ્લામાં ભાગદોડ થઇ ગઇ હતી અને આ ભાગદોડમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. ખબર અનુસાર, ત્યાં 10 કિલો લોટ સબ્સિડી પર વેચવામાં આવી રહ્યો હતો. જે દરમિયાન આ મચેલી ભાગદોડમાં એક 40 વર્ષની ઉંમરના મજૂરનું રસ્તા પર પડી જતાં મોત થયું હતું.

એક તરફ પાકિસ્તાન આર્થિક સંકટો સામે લડી રહ્યું છે અને બીજી બાજુ ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓ પાકિસ્તાની સૈનિકો પર ભારે પડી રહ્યા છે અને પાકિસ્તાનના આ વિસ્તાર પર આતંકવાદીઓએ પાકિસ્તાની સૈનિકોને ઘુંટણ પર લાવી દીધા છે. પાકિસ્તાન પાસે આ વિસ્તારમાં મોકલવા માટે પૂરતા સૈનિકો પણ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp