પાકિસ્તાનમાં ન્યૂઝ ચેનલ લાઈવ શોમાં ઉગ્ર બોલચાલી, પેનલના મહેમાનો વચ્ચે થઇ મારપીટ

PC: india.com

ન્યૂઝ ચેનલો પર થનારા ડિબેટના કાર્યક્રમોમાં પોતાની દલીલો રજુ કરવા કરતાં, વધારે તો ઘોંઘાટ ઉત્પન્ન કરે છે. જો કોઈએ એવું કઈ બોલી દીધું હોય કે જે સામે વાળને ગમતું ન હોય તો, તો બીજો એટલો ગુસ્સે થઇ જાય છે કે, તે પોતાના મગજ પરનો કાબુ ગુમાવી બેસે છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલો પણ આવા મામલે કંઈ બાકી નથી રહ્યું. અત્યાર સુધી આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં લાઈવ શો દરમિયાન લડાઈ- ઝઘડા જોવા મળ્યા છે. તેવી જ રીતે હવે એક બીજી ક્લિપ સામે આવી છે, જેમાં 'પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ' (PML-N) વતી સેનેટર અફનાન ઉલ્લાહ ખાન અને પાકિસ્તાન 'તરહીક-એ-ઈન્સાફ' (PTI) સાથે જોડાયેલા શેર અફઝલ ખાન મારાવત વચ્ચે લાઈવ ડિબેટ શોમાં ઉગ્ર દલીલો થઇ હતી અને થોડી જ વારમાં મામલો એટલો બગડ્યો કે બંનેએ ઝપાઝપી શરુ કરી અને એકબીજાને જોરદાર લાત અને મુક્કાથી માર માર્યો હતો.

તમે ઘણા નેતાઓને આ નિવેદન કહેતા સાંભળ્યા હશે કે, 'રાજનીતિમાં મતભેદ હોવા જોઈએ પણ વ્યક્તિગત મતભેદો નહીં'. દેશના નેતાઓ જ નહીં પરંતુ વિશ્વના નેતાઓ પણ આ નિવેદનનું પુનરાવર્તન કરે છે, પરંતુ પાકિસ્તાનમાં મામલો થોડો અલગ છે. અહીં લાઈવ TV પર ડિબેટ દરમિયાન બે પક્ષોના લોકો લડ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફ અને PTI ચીફ ઈમરાન ખાન વચ્ચે રાજકીય દુશ્મનાવટ એટલી હદે વધી ગઈ છે કે, તેની અસર હવે TV ચેનલો પરની ચર્ચાઓમાં પણ જોવા મળી રહી છે. મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના સેનેટર અફનાન ઉલ્લાહ ખાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) સાથે જોડાયેલા વકીલ શેર અફઝલ ખાન મારવત જ્યારે એક TV શોમાં હાજર રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે મારપીટ થઈ હતી.

બોલાચાલી દરમિયાન બંને વચ્ચે મામલો એટલો વધી ગયો કે, બંનેએ એકબીજાને ગાળો આપવા લાગ્યા અને મારપીટ શરૂ કરી દીધી. એન્કર તેમને આમ ન કરવા કહેતા રહ્યા, પરંતુ બંને એકબીજાને ગાળો આપતા રહ્યા અને લડતા રહ્યા. હવે આ લડાઈનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ ક્લિપને શેર કરીને મજાક- મસ્તી કરી રહ્યા છે.

એક ટ્વિટર યુઝરે કટાક્ષ કરતા લખ્યું, 'ભારતીય ટીવી ચેનલોએ આમાંથી શીખવું જોઈએ. તેઓ માત્ર ચીસો પાડે છે. તેઓએ આગળ વધવાની જરૂર છે. જ્યાં સુધી બે-ચાર દાંત અને હાડકાં તૂટી ન જાય ત્યાં સુધી.’ બીજાએ લખ્યું, ‘એવું લાગે છે કે કેમેરામેન નવો હતો, કારણ કે તે આખી લડાઈ રેકોર્ડ કરી શક્યો ન હતો.’ રૂકમા રાઠોડે લખ્યું, ‘તેઓ એવી રીતે લડી રહ્યા છે જાણે વિજેતાને ખાવાના લોટની ગુણ મળવાની ન હોય.'

એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને પક્ષો સાથે જોડાયેલા લોકોએ એકબીજાના ટોચના નેતાઓને ગાળો આપવાનું શરૂ કર્યું. આ પછી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને પછી મારામારીની ઘટના બની. લડાઈની કેટલીક ઘટનાઓ કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી, પરંતુ ત્યારપછી તેઓ કેમેરાની ફ્રેમમાંથી બહાર નીકળી ગયા હતા. સ્ટુડિયોમાં હાજર કર્મચારીઓએ લડાઈ અટકાવી અને બંનેને અલગ કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp