
ઓનલાઈન ડેટિંગ સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. ડેટિંગ એપ્સની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. આમાં ઘણા જોખમો પણ છે. પરંતુ, હજુ પણ લોકો તેમના મનપસંદ જીવનસાથીને પસંદ કરવા માટે ચોક્કસપણે આમાં પોતાનો હાથ અજમાવતા હોય છે. આ ક્ષણે, અમે તમને ડેટિંગ સાથે સંબંધિત એક ફેસબુક ગ્રુપ વિશે જણાવીશું.
UK અને USમાં ઘણા લોકો ઑનલાઇન ડેટિંગમાં સક્રિય રહે છે. આવી સ્થિતિમાં મહિલાઓએ અહીં ફેસબુક પર Are We Dating The Same Guy નામનું સિક્રેટ ગ્રુપ બનાવ્યું છે. આ સિક્રેટ ફેસબુક ગ્રુપમાં મહિલાઓ પુરુષો વિશેના રિવ્યુ શેર કરે છે. Dazedના અહેવાલ મુજબ, આ પ્રકારનું પહેલું ગ્રુપ ગયા વર્ષે માર્ચમાં ન્યૂયોર્કમાં શરૂ થયું હતું. એના બે મહિના પછી લંડનમાં આવું ગ્રુપ શરૂ થયું છે.
તાજેતરના સમયમાં લંડન ગ્રુપની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. તેના હવે 16 હજારથી વધુ સભ્યો છે. ઉપરાંત, છેલ્લા કેટલાક મહિનામાં, UKના માન્ચેસ્ટર, નોટિંગહામ અને એડિનબર્ગ જેવા ભાગોમાં હાઇપરલોકલ ગ્રુપ પણ ઉભરી આવ્યા છે.
આ ગ્રુપમાં તમામ પ્રકારની મહિલાઓ છે. મહિલાઓને આ ગ્રુપોમાં પોતાની ઓળખ જાહેર કર્યા વગર પોસ્ટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આમાં મહિલાઓ મોટા ભાગે 🚩: info in comments या any ☕? સાથે ટિપ્પણીઓ પોસ્ટ કરે છે. પછી જો ગ્રુપનીની કોઈપણ મહિલા તે પુરુષને પહેલા મળી હોય, તો તેણી પોતાના તરફથી નોંધ ત્યાં છોડી દે છે.
આ ગ્રુપમાં સામેલ થવા માટે કેટલાંક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. નિયમો મુજબ આ ગ્રુપમાં કોઇના દેખાવ વિશે ટીપ્પણી કરવાની સંમતિ નથી. ઉપરાંત અભદ્ર્ ભાષાનો પ્રયોગ કરવા, ઘમકી, સંવેદનશીલ માહિતી અને ગ્રુપની કોઇ પોસ્ટનો સ્ક્રીન શોટ વાયરલ કરવા આ તમામ બાબતો પર પ્રતિબંધ છે.
ગ્રુપની કેટલીક મહિલાઓ માટે આ માત્ર મનોરંજનનનું સાધન છે, તો કેટલીક મહિલાઓ માટે આ ગ્રુપ ઘણું કામનું છે. ગ્રુપમાં જોડાયેલી મહિલાઓ માટે આ ગ્રુપ ગોસિપ કરતા વધારે મહત્ત્વનું છે. આ ગ્રુપમાં મહિલાઓ કોઇ પુરુષે દગો આપ્યો હોય તો તે વાત પણ બતાવે છે.
આ ઉપરાંત, જો પુરુષે ખોટા પ્રકારના વીડિયો બનાવવાનું કહ્યું હોય, તો તે અન્ય મહિલાઓને તેના વિશે જણાવે છે. આ સાથે તે કેટલાક એવા પુરૂષો વિશે જણાવે છે જેમણે જાતીય સંક્રમણ પછી પણ કોન્ડોમ ન પહેરવાનું બહાનું બનાવ્યું હતું. એક મહિલાએ એ પણ જણાવ્યું કે કેવી રીતે તેણી ગર્ભવતી થઈ તે પછી એક પુરુષે કહ્યું કે તે તેને ક્યારેય પ્રેમ કર્યો નહોતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp