મહિલાના મગજમાં મળ્યો જીવતો કીડો, દુનિયાનો પહેલો કેસ, ડૉક્ટર પણ થયા હેરાન

PC: theguardian.com

ઑસ્ટ્રેલિયાથી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહી એક 64 વર્ષીય મહિલાના મસ્તિષ્કમાં જીવતો કીડો મળ્યો છે. તેને દુનિયાનો પહેલો એવો કેસ બતાવવામાં આવી રહ્યો છે. ડૉક્ટરોનું કહેવું છે કે, આ તેમના કરિયરનો પણ આ પ્રકારનો પહેલો કેસ છે, મહિલામાં ન્યૂમોનિયા, પેટમાં દુઃખાવો, સૂકી ખાંસી, તાવ અને રાત્રે પરસેવો આવવો જેવા તમામ લક્ષણ નજરે પડી રહ્યા હતા. ડૉક્ટર વર્ષ 2021થી જ તેની સ્ટેરૉયડ અને અન્ય દવાઓથી સારવાર કરી રહ્યા હતા.

વર્ષ 2022માં ડિપ્રેશન અને ભૂલવાની બીમારીના લક્ષણ પણ નજરે પડવા લાગ્યા. ત્યારબાદ ડૉક્ટરોએ મસ્તિષ્કનું MRI સ્કેન કરાવ્યું, જેમાં કંઈક ગરબડીની જાણકારી મળી. પછી સર્જરી કરવાની સલાહ આપવામાં આવી, પરંતુ ત્યારબાદ તેમને ખબર પડી કે મસ્તિષ્કમાં જીવતો કીડો છે. ન્યૂયોર્ક પોસ્ટે એક રિપોર્ટના સંદર્ભે લખ્યું કે, ‘કેનબરામાં એક સંક્રામક રોગ નિષ્ણાંત ડૉ. સંજય સેનાનાયકેએ કહ્યું કે, ન્યૂરોસર્જને સર્જરી એટલે ન કરી કેમ કે તેમને કોઈ ચાલતા કીડા બાબતે જાણકારી મળી. સેનાનાયકે એ સમયે હેરાન રહી ગયા, જ્યારે તેમને સર્જને ફોન કરીને જણાવ્યું હે ભગવાન. તમે વિશ્વાસ નહીં કરો કે મને આ મહિલાના મસ્તિષ્કમાં શું મળ્યું છે. તે જીવિત છે.

સર્જિકલ ટીમને જે મળ્યો એ 3 ઇંચ લાંબો, ચમકતા લાલ રંગનો, પેરાસાઇટ રાઉન્ડવોર્મ હતો, જેને વૈજ્ઞાનિક ઑફિડાસ્કરિસ રોબર્ટસીના નામથી ઓળખાય છે. તે મહિલાના મસ્તિષ્કમાં ચાલી રહ્યો હતો. તેનું મળવું એટલે પણ અજીબ લાગે છે કેમ કે તે સામાન્ય રૂપે સાંપોમાં જોવા મળે છે. માણસોમાં નહીં. તે વિશેષ પ્રકારનો રાઉન્ડવોર્મ (કીડો) કાર્પેટ પાયથંસમાં જોવા મળે છે જે કંસ્ટ્રિક્ટરની એક મોટી પ્રજાતિ છે. તે ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા અને પપુઆ ન્યૂ ગિનીમાં જોવા મળે છે.

ડૉક્ટરોને સમજ પડી રહી નથી કે કેવી રીતે સાંપોમાં જોવા મળતો કીડો મહિલાના શરીર સુધી પહોંચ્યો. તેનો સાંપો સાથે કોઈ સીધો સંપર્ક ન થયો, પરંતુ તેના ઘર પાસેના તળાવમાં ઘણા બધા સાંપ રહે છે. નિષ્ણાંતોનું અનુમાન છે કે એવું સંભવ થઈ શકે છે કે પાલક જેવી કોઈ ખાવાની વસ્તું પર કીડાના ઈંડા આવી ગયા હોય, જેને મહિલાએ ખાઈ લીધા હોય. મહિલાના ભોજન માટે પાલક ઉગાડતી હતી, તો માનવામાં આવી રહ્યું છે કે, કીડાનું ઈંડું તેના પર ઉપસ્થિત રહ્યો હોય.

પહેલા કોઈ પણ વ્યક્તિમાં આ પેરાસાઇટ સંક્રમણની સારવાર કરવામાં આવી નથી, એટલે ડૉક્ટરોને લક્ષણોની સારવાર કરવા માટે ઘણા મહિનાઓ સુધી મહિલાને સાવધાનીપૂર્વક દવાઓ આપવી પડી. ડૉક્ટર સેનાનાયકેએ કહ્યું કે, તે બિચારી દર્દી ખૂબ સાહસી અને અદ્દભુત છે. તેણે દુનિયામાં સાંપમાં જોવા મળતા રાઉન્ડવોર્મથી પીડિત પહેલી દર્દી બનવું નહોતું અને અમે વાસ્તવમાં તેના ઝનૂનને સલામ કરીએ છીએ. તેનાથી ખબર પડી કે પ્રાણીઓમાં જોવા મળતી બીમારીઓ હવે કેવી રીતે માણસોમાં પણ ટ્રાન્સફર થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp