ઈમરાને PM મોદીના વખાણ કરતા કહી દીધી મોટી વાત

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાને ફરી એકવાર ભારતની PM નરેન્દ્ર મોદી સરકારના વખાણ કર્યા છે. તેમણે લાહોરમાં કહ્યું કે, ભારતે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને મોંઘવારી દર 7.5 ટકાથી ઘટાડીને 5.5 ટકા કર્યો છે, જ્યારે પાકિસ્તાનમાં તે 12 ટકાથી વધીને 30 ટકા થઇ ગયો છે. તેણે આ માટે ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાને જવાબદાર ઠેરવ્યા છે, જેઓ ગયા વર્ષે નવેમ્બરમાં નિવૃત્ત થઇ ગયા હતા. તેમણે કહ્યું કે, મેં કમર બાજવાને કહ્યું કે, અમેરિકા સાથે ભારતના સારા સંબંધો છે. આ પછી પણ તે યુક્રેનના યુદ્ધ પર તટસ્થ છે. એટલા માટે પાકિસ્તાને પણ આ યુક્રેનના યુદ્ધથી દૂર રહેવું જોઈએ.

ઈમરાન ખાને કહ્યું કે, જ્યારે હું રશિયા ગયો હતો ત્યારે કમર બાજવાએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. પછી જ્યારે હું રશિયા ગયો અને ત્યાંથી ઘઉંના સપ્લાય માટે સોદો કરીને પાછો ફર્યો અને સસ્તા તેલની ખરીદીની વાત કરી ત્યારે, તેઓએ રસિયાના રાષ્ટ્રપતિ પુતિનની નિંદા કરવા માટે મારા પર દબાણ કર્યું. મેં દેશના હિતને ધ્યાનમાં રાખીને આવું નથી કર્યું. ત્યારબાદ એક સેમિનારમાં કમર બાજવાએ ખુદ રશિયાની ટીકા કરી હતી. આ રીતે અમેરિકાને ખુશ કરવા તેણે પોતાની અર્થવ્યવસ્થાને ભઠ્ઠીમાં નાખી દીધી. તેમણે કહ્યું કે આજે દેશમાં તેલ સંકટ અને ઘઉંનું સંકટ છે. તેનું કારણ આ પ્રકારની નીતિ છે.

PTI નેતાએ કહ્યું કે, મારા પહેલાના શાસકોએ દેશની સાર્વભૌમત્વ સાથે ચેડા કર્યા હતા. તેઓ દેશને લૂંટતા રહ્યા. તેમણે કહ્યું કે, જે રીતે લૂંટ ચાલી રહી છે, તેમાં કોઈ કેવી રીતે વિકાસ કરી શકે. તેમણે કહ્યું કે જો આપણે સિંગાપોરમાં જ જોઈએ તો, ભ્રષ્ટ મંત્રીઓ સામે કાર્યવાહી કરીને માથાદીઠ આવક વધારીને 60,000 ડોલર થઈ ગઈ છે. PTI નેતા ઈમરાન ખાને કહ્યું કે, બીજી તરફ પાકિસ્તાનની માથાદીઠ આવક માત્ર 2,000 ડૉલર રહી ગઈ છે. તેનું કારણ એ છે કે, અહીં શાસકોએ જ લૂંટ ચલાવી છે. ઈમરાન ખાને કહ્યું કે, અમે માંગ કરીએ છીએ કે ખૈબર પખ્તુનખ્વા અને પંજાબમાં તાત્કાલિક ચૂંટણી યોજવી જોઈએ. તેમણે કહ્યું કે, આ વર્તમાન સરકાર ચૂંટણીથી ડરે છે, કારણ કે તેઓ હારનો ખતરો અનુભવી રહી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.