ભારતે આ મુદ્દે પાકિસ્તાનનું કર્યું યુનાઇટેડ નેશન્સમાં સમર્થન

સ્વીડનમાં પવિત્ર કુરાન સળગાવવાની ઘટના વેગ પકડી ચૂકી છે. આખા વિશ્વમાં આ ઘટના પર ચર્ચા કરવામાં આવી રહી છે. હાલમાં જ પાકિસ્તાન પવિત્ર કુરાન સળગાવવાની ઘટના વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ધાર્મિક ધૃણા સાથે જોડાયેલો પ્રસ્તાવ લાવ્યું હતું. ડ્રાફ્ટ પ્રસ્તાવને બુધવારે મંજૂરી આપી દેવામાં આવી. ખાસ વાત એ છે કે ભારતે પણ પાકિસ્તાનના આ પ્રસ્તાવાનું UNમાં સમર્થન કર્યું છે. સંયુક્ત માનવાધિકાર પરિષદ (UNHRC) તરફથી બતાવવામાં આવ્યું કે, 57 ઈસ્લામિક દેશોના સંગઠન OIC તરફથી પાકિસ્તાને ડ્રાફ્ટ રજૂ કર્યો હતો, જેમાં કેટલાક યુરોપીય અને અન્ય દેશોમાં પવિત્ર કુરાન સાથે જોડાયેલી કેટલીક ખોટી ઘટનાઓની નિંદા કરવામાં આવી હતી.
UNHRCમાં રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવ પર કુલ 47 સભ્ય દેશોમાંથી 12 દેશોએ વિરોધ કર્યો. આ દેશોમાં અમેરિકા, બ્રિટન, બેલ્જિયમ, જર્મની રોમાનિયા, લિથુઆનિયા, કોસ્ટા રિકા અને ફિનલેન્ડ સામેલ છે, જ્યારે ભારત અને ચીન સહિત કુલ 28 દેશોએ પાકિસ્તાનના પ્રસ્તાવનું સમર્થન કર્યું. 7 દેશ એવા પણ હતા, જેમણે કોઈનું પણ સમર્થન ન કર્યું. આ દેશોમાં નેપાળ પણ સામેલ છે. UNHRCમાં પ્રસ્તાવ પર બહેસ દરમિયાન મુસ્લિમ દેશોનું કહેવું હતું કે, કુરાન સળગાવવા જેવી ઘટનાઓ નફરતને વધારવાનું કામ કરે છે.
ફ્રીડમ ઓફ સ્પીચના નામ પર એવી ઘટનાઓને પ્રોત્સાહન નહીં આપી શકાય. તો પશ્ચિમી દેશોએ આ પ્રકારની ઘટનાઓની નિંદા જરૂર કરી, પરંતુ તર્ક આપતા કહ્યું કે, ફ્રીડમ ઓફ સ્પીચનો અર્થ ક્યારેક ક્યારેક અસહનીય વિચારોને સહવાનું પણ હોય છે. પાકિસ્તાનના આ પ્રસ્તાવ માટે ઘણા દેશોએ અમેરિકા અને બ્રિટન જેવા પશ્ચિમી દેશો વિરુદ્ધ જઈને સમર્થન આપ્યું. UNHRCમાં પાકિસ્તાનને મળેલા 28 દેશોના ભારે સમર્થનને પાકિસ્તાની અખબાર ડૉને પશ્ચિમી દેશીની હાર બનાવી. સાથે જ અખબારે જણાવ્યું કે, UNHRCમાં OICનો દબદબો છે.
બીજી તરફ UNHRCમાં અમેરિકાના સ્થાયી પ્રતિનિધિ મિશેલ ટેલરે કહ્યું કે, અમેરિકાએ ચિંતાઓને ગંભીરતા સાથે લીધી નથી. તેમનું માનવું છે કે એક ખુલ્લી ચર્ચા અને થોડો સમય આપ્યા બાદ આપણે બધા આ પ્રસ્તાવ પર એક સાથે આગળ વધવાનો રસ્તો શોધી શકીએ છીએ. મતદાન બાદ પાકિસ્તાનના રાજદૂત ખલીલ હાશમીએ ભાર આપીને કહ્યું કે આ પ્રસ્તાવ સ્વતંત્ર ભાષણના અધિકારને ઓછો કરવાનો પ્રયાસ કરતો નથી, પરંતુ તેના અને વિશેષ કર્તવ્યો અને જવાબદારીઓ વચ્ચે એક વિવેકપૂર્ણ સંતુલન બનાવવાનો પ્રયાસ કરે છે.
કુરાનના અપમાનની નિંદા કરવાની તેમની અનિચ્છાથી ઉત્પન્ન થયું છે. તેમની પાસે આ કૃત્યની નિંદા કરવા માટે રાજનીતિક, કાયદાકીય અને નૈતિક સાહસની કમી છે અને પરિષદ તેમની પાસે ઓછામાં ઓછી આશા રાખી શકે છે. જો કે, એક દિવસ અગાઉ પરિષદમાં અમેરિકા રાજદૂત મિશેલ ટેલરે કહ્યું હતું કે, સંયુક્ત રાજ્ય અમેરિકા આ કૃત્યોની સખત નિંદા કરે છે જે આજની ચર્ચાનું કારણ બન્યા. જેમાં 28 જૂનના રોજ થયેલું કુરાનનું અપમાન પણ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp