માત્ર 2 સેકન્ડમાં કરોડપતિ બની ગયો આ વ્યક્તિ, પરંતુ પછી તેને જવું પડ્યું જેલમાં

PC: hindi.news18.com

દુબઈમાં એક ભારતીય વ્યક્તિનુ નસીબ એવું ચમક્યું કે તે માત્ર 2 સેકન્ડમાં જ કરોડપતિ બની ગયો. જેનાથી વ્યક્તિના ભાગ્ય ખુલી ગયા. અચાનક તેના ખાતામાં 1.28 કરોડ રૂપિયા આવવાનો મેસેજ આવ્યો. મોબાઈલ પર મેસેજ આવતા જ વ્યક્તિ ખુશીથી ઉછળી પડ્યો. તેણે ઘણી ખરીદી કરી. શાન-શોખ પાછળ ઘણો ખર્ચ કર્યો. બાદમાં જાણવા મળ્યું કે પૈસા કોઈ બીજાના ખાતામાંથી ભૂલથી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા. મોકલનારે સંપર્ક કર્યો તો, વ્યક્તિએ પૈસા પરત કરવાનો ઇનકાર કર્યો. હવે તે જેલની હવા ખાઈ રહ્યો છે.

માહિતી અનુસાર, સંયુક્ત અરબ અમીરાતના દુબઈમાં ઓક્ટોબર 2021માં મેડિકલ બિઝનેસ કંપનીની ભૂલથી ખાતામાં ટ્રાન્સફર કરાયેલા 5.70 લાખ દિરહમ (લગભગ 1.28 કરોડ રૂપિયા) પરત કરવાનો ઇનકાર કરવા બદલ એક ભારતીયને એક મહિના માટે જેલમાં મોકલવામાં આવ્યો છે. ધ નેશનલ અખબારના સમાચારના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ, જેની ઓળખ જાહેર કરવામાં આવી નથી, તેને તાજેતરમાં દુબઈની ફોજદારી અદાલતે દંડ તરીકે સમાન રકમ ચૂકવવા અને તેની સજા પૂરી કર્યા પછી દેશનિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મેડિકલ બિઝનેસ કંપનીના અધિકારીએ ન્યાયાધીશને કહ્યું કે તે તેના એક બિઝનેસ ગ્રાહકને 5.70 લાખ દિરહમ મોકલી રહ્યો હતો, પરંતુ તે રકમ ભૂલથી આરોપી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ.

અખબારે અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે વ્યક્તિએ પુષ્ટિ કરી હતી કે તેને ખાતામાં રકમ જમા થવાની માહિતી મળી હતી, પરંતુ તેને તેના સ્ત્રોતની ચકાસણી કરી નહી. રિપોર્ટમાં આરોપીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “મને ત્યારે આશ્ચર્ય થયું જ્યારે ખબર પડી કે ખાતામાં 5.70 લાખ દિરહમ જમા કરવામાં આવ્યા છે. મેં તેનાથી ભાડું ચૂકવ્યું અને અન્ય ખર્ચાઓ કર્યા.” આરોપીએ ભૂલથી કરાયેલી રકમ ટ્રાન્સફર હોવાનું જાણવા છતાં બેંકમાં રકમ પરત કરવાનો ઇનકાર કર્યો હતો. સમાચાર અનુસાર, દુબઈના સરકારી વકીલે તેની સામે ગેરકાયદેસર રીતે રકમ મેળવવા માટે કેસ ચલાવ્યો હતો. અખબાર અનુસાર આરોપીએ ચુકાદાને પડકાર્યો છે અને આવતા મહિને તેની અપીલની સુનાવણી થવાની અપેક્ષા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp