ભારતીય અબજપતિ રવિ રુઈયાએ આ જગ્યાએ 1200 કરોડનો આલીશાન બંગલો ખરીદ્યો, જુઓ તસવીરો
ભારતના અબજોપતિ રવિ રુઈયાએ લંડનમાં 1200 કરોડ રૂપિયા (113 મિલિયન યુરો)માં એક આલીશાન હવેલી ખરીદી છે. આ હવેલી રશિયન પ્રોપર્ટી ઇન્વેસ્ટર એન્દ્રી ગોંચારેન્કો સાથે જોડાયેલી છે. આ સોદો છેલ્લા કેટલાક વર્ષોની લંડનની સૌથી મોટો પ્રોપર્ટી ડીલ બની ગયો છે. મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, રુઈયાની ફેમિલી ઓફિસે આ મહિને 150 પાર્ક રોડ પર હેનોવર લોજ મેન્શન ખરીદ્યું છે. આ હવેલીની માલિકી બે વર્ષ પહેલા ગોંચારેન્કો પાસે હતી.
ગોંચારેન્કો રશિયાની રાજ્ય ઊર્જા કંપનીની પેટાકંપની ગઝપ્રોમ ઇન્વેસ્ટ યુગના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રહી ચૂક્યા છે. તેમણે 2012માં કન્ઝર્વેટિવ પાર્ટીના રાજકુમાર બાગડી પાસેથી 120 મિલિયન યુરોમાં આ પ્રોપર્ટીની બાકી લીઝ ખરીદી હતી.
રુઇયા ફેમિલી ઓફિસના પ્રવક્તા વિલિયમ રેગોએ એક ઈમેલમાં જણાવ્યું હતું કે, 'આ પ્રોપર્ટી બાંધકામ હેઠળ છે, તેથી તે એવી કિંમતે મળી ગઈ, જે તેને ફેમિલી ઓફિસ માટે આકર્ષક સોદો બનાવે છે.' લંડનમાં સૌથી મોંઘા ઘરો સામાન્ય રીતે એવા લોકો ખરીદે છે, જેઓ લોન પર ઓછા નિર્ભર હોય છે, કારણ કે ઊંચા વ્યાજ દરો ખરીદદારોને મોટી લોન લેતા અટકાવે છે.
બ્રોકર નાઈટ ફ્રેન્કના અહેવાલ મુજબ, વિશ્વભરમાં 30 મિલિયન ડૉલર કે તેથી વધુની નેટવર્થ ધરાવતા લગભગ 17 ટકા લોકોએ ગયા વર્ષે ઓછામાં ઓછું એક ઘર ખરીદ્યું હતું. આ નવીનતમ ડીલ એ ગોપનીયતા તરફ નિર્દેશ કરે છે, જે હજુ પણ લંડનના અલ્ટ્રા-પ્રાઈમ પ્રોપર્ટી માર્કેટમાં અસ્તિત્વ ધરાવે છે. જ્યારે UK તેમાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પરંતુ વૈભવી મકાનોના સોદા સંપૂર્ણ જાહેરમાં જાહેર કર્યા વિના કરવામાં આવી રહ્યા છે. બ્રોકર હેમ્પટન ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર ગયા વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં લંડનના ઘરોની બજાર કિંમત કરતા ઊંચા ભાવે વેચવામાં આવી છે.
રવિ રુઈયા ભારતીય ઉદ્યોગપતિ અને એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક છે. એપ્રિલ 1949માં જન્મેલા રવિ મિકેનિકલ એન્જિનિયર છે. તેણે ચેન્નાઈની ગિન્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ડિગ્રી મેળવી છે. તેમણે પારિવારિક વ્યવસાયમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી અને તેમના મોટા ભાઈ શશિ રુઈયા સાથે મળીને કંપનીને એક નવું સ્થાન આપ્યું. રવિના લગ્ન મધુ સાથે થયા છે. તેમને બે બાળકો છે અને તેઓ મુંબઈમાં રહે છે.
રવિ રુઈયાનો બંગલો બકિંગહામ પેલેસથી થોડી મિનિટોના અંતરે છે. આ બંને વચ્ચે માત્ર 5.31 કિલોમીટરનું અંતર છે. આ બંગલો 19મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. આ બંગલાને ઈન્ટિરિયર ડિઝાઈનર ડાર્ક એન્ડ ટેલર અને આર્કિટેક્ટ જોન નેશ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે. રુઈયા પરિવાર આ બંગલો ખરીદવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp