કેનેડાથી USમા ઘૂસતા બોટ પલટી, બોર્ડર નજીક ભારતીયો સહિત 8 પ્રવાસીઓના શબ મળ્યા

કેનેડાથી ગેરકાયદેસર રૂપે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતી વખત સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જવાથી 8 લોકોના મોત થઈ ગયા, જેમાંથી એક ભારતીય પરિવારનો સભ્ય પણ સામેલ છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી. કેનેડાની ન્યૂઝ એજન્સીઓ CBC અને CTV મુજબ પોલીસે ગુરુવારે સવારે કેનેડાના તટરક્ષક બળ સાથે હવાઈ શોધ દરમિયાન ક્યૂબેકના એક વિસ્તારમાં પલટેલી નાવ નજીક શબ મળી આવ્યા હતા. અકવેસાને મોહોક પોલીસ સેવાના ઉપપ્રમુખ લો એન ઑ’બ્રાયને શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, માનવામાં આવી રહ્યું છે કે, બધા કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રૂપે ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પોલીસે શુક્રવારે કહ્યું કે, ગેરકાયદેસર રૂપે સંયુક્ત રાજ્ય અમેરિકામાં પ્રવેશ કરવાના પ્રયાસ બાદ કેનેડા-અમેરિકા સીમા પાસે એક કીચડમાં 2 બાળકો સહિત 8 લોકોના શબ મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, તેમના શબ અકવેસ્ને મોહોક સમુદાયના એક વ્યક્તિની ડૂબેલી હોડી પાસે મળી આવ્યા. સ્થાનિક પોલીસ પ્રમુખ શોન ડુલુડુએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અત્યાર સુધી કુલ 8 શબ પાણીમાંથી મળી આવ્યા છે. કેનેડાના અધિકારિઓનું માનવું છે કે બધા કેનેડાથી ગેરકાયદેસર રૂપે અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

મોહોક આદિવાસી ક્ષેત્ર ક્યૂબેક અને ઑન્ટારિયોના કેનેડાઈ પ્રાંત અને અમેરિકન રાજ્ય ન્યૂયોર્કમાં ફેલાયેલું છે. વરસાદ, ઓલાવૃષ્ટિ અને ઝડપી હવા સહિત ખરાબ હવામાનના કારણે પલટેલી બોટ ખૂબ નાની કહેવામાં આવી. પહેલું શબ વિસ્તારની હવાઈ તપાસ દરમિયાન મળ્યું. મોતનું કારણ જાણવા માટે અધિકારી પોસ્ટમોર્ટમ અને ટોક્સિકોલેજી ટેસ્ટના પરિણામોનું રાહ જોઈ રહ્યા છે.

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, ‘અમારી સંવેદનાઓ મૃતકોના પરિવારો સાથે છે, આ એક હૃદય કંપાવી મુકનારી સ્થિતિ છે. બુધવારની રાત્રે આ વિસ્તારમાં ભારે પવન અને વરસાદ સાથે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ અધિકારી ઓ'બ્રાયને કહ્યું હતું પાણી પર ઊતરવાનો એ સમય સારો ન હતો. પોલીસને એ રાત્રે લોકો તરફથી બે, 911 કોલ મળ્યા હતા, જેમણે પાણીમાં ડૂબતા લોકોની બૂમો સાંભળી હતી.

અન્ય એક પોલીસ અધિકારીએ કહ્યું કે, આ દુર્ઘટનાનું કારણ કંઈ પણ હોઈ શકે છે, તે એક ખામીયુક્ત બોટ હોઈ શકે છે, તે માનવ ભૂલ પણ હોઈ શકે છે અને તે તપાસ બાદ નક્કી થશે. નદીમાં પલટી ગયેલી બોટને નુકસાન થયું હોવાનું જોવા મળ્યું છે. ઓક્સના પરિવારે તેઓ ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા પછી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બોટ એટલી નાની હતી કે 7-8 લોકોને પણ સુરક્ષિત રીતે પાણીમાં લઈ જઈ શકે તેમ નહોતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા સમયથી અહીંથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાની ઘટનાઓમાં વધારો થયો છે. અગાઉનાં વર્ષોની તુલનામાં 2022માં કેનેડાથી અમેરિકા જવાનો પ્રયાસ કરતા લોકોની સંખ્યામાં 8 ગણાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જેમાં 2022માં 6400થી વધુ લોકો ક્યૂબેક અથવા ઓન્ટારિયો થઈને ન્યૂયોર્ક આવ્યા હતા. એક મહિના પહેલાં જ કેનેડાથી બોટ દ્વારા ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશવા બદલ અમેરિકન બોર્ડર ઓથોરિટીએ 5 વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેમાં બે ભારતીય નાગરિકોનો સામેલ છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.