રાષ્ટ્રપતિ બાઇડનની હત્યા કરવા માગું છું, અમેરિકામાં ભારતીય મૂળનો યુવક ટ્રક લઈ...

PC: sportskeeda.com

અમેરિકામાં ભારતીય મૂળના 19 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ યુવાન પર વ્હાઇટ હાઉસના સિક્યોરીટી બેરિયર પર ટ્રક ચઢાવી દેવાનો આરોપ છે. યુવકનું નામ સાઇ વર્શિત કંડુલા છે. તે સ્ટરફીલ્ડ, મિસોરની સેંટ લૂઇસનો રહેવાસી છે. આ ઘટના અમેરિકના સમય મુજબ સોમવારે બની છે. આ ઘટનામાં યુવકે જે વાત કહી છે તે સાંભળીને બધા ચોંકી ગયા છે.

આના માટે  સાઇ કુંડલાએ 6 મહિના પહેલાથી યોજના બનાવી હતી. યોજના મુજબ, તે મિસોરીથી ફલાઇટમાં આવ્યો હતો પછી તેણે ભાડા પર ટ્રક લીધી હતી અને સીધો વ્હાઉટ હાઉસ પહોંચ્યો હતો. ત્યાં જઇને તેણે સુરક્ષા બેયરિયરને ટકકર મારી દીધી હતી, જેને કારણે હંગામો મચી ગયો હતો. જો કે આ ઘટનામાં કોઇને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું નથી, ટ્રકમાંથી કોઇ હથિયારો પણ મળ્યા નથી. જો કે સાઇ પાસેથી નાજીઓનો ધ્વજ મળ્યો હતો. તેણે કહ્યું હતું કે આ ધ્વજ તેણે ઓનલાઇન મંગાવ્યો હતો.

US પાર્ક પોલીસે જણાવ્યું હતું કે સોમવારે રાત્રે 10:00 વાગ્યાના થોડા સમય પહેલા ડ્રાઇવરે ઇરાદાપૂર્વક લાફાયેટ પાર્કની બહાર એક બોલાર્ડ સાથે અથડાયો હતો. જો કે આ અથડામણમાં કોઈને ઈજા થઈ નથી. ટીવીમાં બતાવવામાં આવ્યું હતું કે એક લાલ અને કાળા કલરની ટ્રક પર નાઝી ધ્વજ ફરકતો હતો.

પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે જણાવ્યું હતું કે જ્યારે ટ્રક બહાર અકસ્માત થયો ત્યારે જો બાઇડન વ્હાઇટ હાઉસમાં હતા. લોનના સમય અંગે ચર્ચા કરવા માટે તેમણે ગૃહના સ્પીકર કેવિન મેકકાર્થી સાથે મુલાકાત કરી.

ફોક્સના સંલગ્ન, સ્થાનિક ન્યૂઝ ચેનલે અહેવાલ આપ્યો કે વ્હાઇટ હાઉસની નજીકની એક હોટલના કેટલાક મહેમાનોને અકસ્માત બાદ હોટેલ ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. સ્ટેશનના એક પત્રકારે દ્રશ્યનો એક વિડિયો પોસ્ટ કર્યો જેમાં એક રોબોટ ટ્રક કાર્ગો વિસ્તારમાં ફરતી હતી.

સાઇ કુંડલાની ધરપકડ કરી લેવામાં આવી છે અને અમેરિકાની એજન્સીઓ તેની પુછપરછ કરી રહી છે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, હું અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને મારવા માંગુ છું. તેણે કહ્યું કે મારે અમેરિકા પર સત્તા મેળવવી છે અને તેના માટે જે રસ્તામાં આવશે તેને હટાવી દઇશ.

સાઇના નિવેદનથી એ વાત સ્પષ્ટ છે કે તેણે જાણી જોઇને વ્હાઇટ પાસેના બેરિયરને ટક્કર મારી હતી અને નાજીનો ઝંડો ફરકાવ્યો હતો.

અમેરિકાની એજન્સીઓ હવે એ વાતની તપાસ કરી રહી છે કે સાઇએ  એકલા આ યોજના બનાવી હતી કે તેની સાથે કોઇ ગ્રુપ જોડાયેલું છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp