અમેરિકામાં મીનલ પટેલે 46.3 કરોડ ડોલરનું ફ્રોડ કર્યું, 27 વર્ષની કેદ

ભારતીય મૂળના એક લેબોરેટરીના માલિકે અમેરિકામાં 46.3 કરોડ ડોલરનું કૌભાંડ કર્યું છે અને કોર્ટે 27 વર્ષની કેદની સજા સંભળાવી છે.

ભારતીય મૂળની વ્યક્તિ મીનલ પટેલને અમેરિકામાંમાં કરોડો ડોલરનું કૌભાંડ કરવા બદલ 27 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેના પર જ્યોર્જિયા, USAમાં 463 મિલિયન ડોલરના આનુવંશિક પરીક્ષણ કૌભાંડમાં સંડોવણીનો આરોપ હતો.

'LabSolutions LLC' ના માલિક મીનલ પટેલ પર આનુવંશિક અને અન્ય પ્રયોગશાળા પરીક્ષણો (જેની દર્દીઓને જરૂર ન હતી) દ્વારા 463 મિલિયન US ડોલરથી વધુની લાંચ અને કિકબેક મેળવવાનો આરોપ છે આ કેસમાં ન્યાય વિભાગે શુક્રવારે જણાવ્યું હતું કે 44 વર્ષીય મીનલ પટેલે ટેલીમાર્કેટિંગ કોલ દ્વારા મેડિકેર લાભાર્થીઓને ટાર્ગેટ કરવા દર્દીઓના દલાલો, ટેલીમેડીસીન કંપનીઓ અને કોલ સેન્ટરો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. તેમાં ખોટો દાવો કરવામાં આવ્યો હતો કે તેમના પેકેજોમાં મોંઘા કેન્સર આનુવંશિક પરીક્ષણોનો સમાવેશ થાય છે.

ન્યાય વિભાગે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે મેડિકેર લાભાર્થીઓ પરીક્ષણો માટે સંમત થયા પછી ટેલીમેડિસિન કંપનીઓ પાસેથી પરીક્ષણો અધિકૃત કરતા તબીબોના હસ્તાક્ષરિત ઓર્ડર મેળવવા પટેલે દર્દીઓના દલાલોને લાંચ આપી હતી.

એવો આરોપ છે કે ભારતીય મૂળના વ્યક્તિ મીનલ પટેલે લાંચને છુપાવવા માટે દર્દીઓના દલાલોને કરાર  પર હસ્તાક્ષર કરવા કહ્યું હતું, જેમાં ખોટી રીતે કહેવામાં આવ્યું હતું કે તેઓ  લેબ સોલ્યૂશન્સ માટે માન્ય જાહેરાત સેવા આપી રહ્યા  હતા. જુલાઈ 2016 થી ઓગસ્ટ 2019 સુધી, લેબ સોલ્યુશન્સે મેડિકેરને 463 મિલિયન અમેરિકન ડોલરથી વધુના દાવા સબમિટ કર્યા છે. આ દાવાઓમાં હજારો તબીબી રીતે બિનજરૂરી આનુવંશિક પરીક્ષણોનો પણ સમાવેશ થાય છે, જેના માટે નેશનલ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોગ્રામે 187 મિલિયન ડોલરથી વધુની ચૂકવણી કરી હતી. તે સમયમર્યાદામાં, પટેલને છેતરપિંડીના સંબંધમાં મેડિકેર પાસેથી વ્યક્તિગત રીતે 21 મિલિયન ડોલરથી વધુ મળ્યા હતા.

FBI મિયામી ફિલ્ડ ઓફિસના ચાર્જમાં સ્પેશિયલ એજન્ટ જેફરી બી. વેલ્ટ્રીએ જણાવ્યું હતું કે, જરૂરિયાત મંદ દર્દીઓને કાયદેસર આનુવંશિક પરીક્ષણ અને ટેલિમેડિસિન સેવાઓની જોગવાઈમાં છેતરપિંડી અને લાંચને કોઈ સ્થાન નથી.તેમણે કહ્યુ કે, મીનલ પટેલે એક જટિલ પરિક્ષણ છેતરપિંડીની યોજનાના માધ્યમથી મેડિકેરથી કરોડો ડોલરની હેરાફેરી કરી હતી. હવે તે ગુનાની મીનલ પટેલ કિંમત ચૂકવી રહ્યો છે. આ કેસમાં સંપત્તિ જપ્ત કરવાની સુનાવણી 25 ઓગસ્ટે થશે.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.