ઈંગ્લેન્ડમાં બ્રિટિશ મહિલા સાથે રેપ કરનાર ભારતીય વિદ્યાર્થીને 14 દિવસમાં મળી સજા

PC: firstindia.co.in

બ્રિટનમાં એક ભારતીય વિદ્યાર્થી એક મહિલા સાથે રેપ કરવાના મામલામાં દોષી મળી આવ્યો છે. રેપની ઘટના ગત વર્ષે જૂનની છે. 20 વર્ષીય પ્રીત વિકલ ત્યાં એક ક્લબમાંથી બહાર મહિલાને મળ્યો અને પછી તેને પોતાના ફ્લેટ પર લઈ ગયો. સમાચાર અનુસાર, તે સમયે મહિલા નશામાં હતી. રેપ કરતા પહેલા પ્રીતે પીડિતાનો બેડ પર એક ફોટો પણ લીધો હતો. પ્રીતે પોતે રેપની વાત કબૂલી છે. ઘટના સાથે સંકળાયલો એક CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમા વિકલ મહિલાને ખોળામાં ઉંચકીને ફ્લેટ પર લઈ જતો દેખાઈ રહ્યો છે.

ડેલી મેલના રિપોર્ટ અનુસાર, કોર્ટમાં મામલાની સુનાવણી દરમિયાન વકીલ મેથ્યૂ કોબેએ જણાવ્યું કે, ગત વર્ષે 3 જૂનની રાત્રે પ્રીત વિકલ અને પીડિતા પોતપોતાના મિત્રો સાથે કાર્ડિકના ક્લબમાં ગયા હતા. તે બંને એકબીજાને જાણતા ન હતા. પ્રીતે મહિલાના નશામાં હોવાનો ફાયદો ઉઠાવ્યો અને 4 જૂનની સવારે તેને પોતાના ફ્લેટ પર લઈ ગયા.

મેથ્યૂ કોબેએ જણાવ્યું કે, ભાન આવવા પર પીડિતાએ જોયુ કે, તેના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળી રહ્યું છે. તેણે જતા પહેલા પ્રીતનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ માંગ્યુ અને બાદમાં મેસેજ કરીને પૂછ્યું કે શું તેમણે સેક્સ કર્યું હતું. તેના પર પ્રીતે તેને હાંમાં જવાબ આપ્યો. વકીલે જણાવ્યું કે, પ્રીતે મહિલાનો ફોટો પોતાના ફ્રેન્ડને પણ મોકલ્યો હતો. મહિલાએ મામલાની ફરિયાદ પોલીસને કરી અને વિકલને અરેસ્ટ કરવામાં આવ્યો. પહેલા વિકલે દાવો કર્યો કે, મહિલાએ સહમતિથી તેની સાથે સંબંધ બનાવ્યા હતા. બાદમાં તેણે રેપની વાતનો સ્વીકાર કર્યો. કોર્ટે દોષીને છ વર્ષ ને નવ મહિનાની કેદની સજા સંભળાવી છે.

CCTV ફુટેજમાં દેખાઈ રહ્યું છે કે, પ્રીત સવારે આશરે 4 વાગ્યે પીડિતાને ખોળામાં ઉંચકીને લઈ જઈ રહ્યો છે. થોડીવાર બાદ તે પીડિતાને જમીન પર સુવડાવી દે છે અને પછી ચલવીને લઇ જાય છે. ફુટેજ જોઈને જાણકારી મળે છે કે, મહિલા યોગ્યરીતે ઊભા રહેવાની હાલતમાં પણ નહોતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પીડિતાએ જણાવ્યું કે, તે ઘટના બાદથી ખૂબ જ ચિંતિત હતી. વિકલે જે ફોટો લીધો હતો તે જોયા બાદ તે ઘણા દિવસો સુધી સુઈ શકી ન હતી.

પ્રીત વિકલે વકીલ લુઈસ સ્વીટને જણાવ્યું કે, તે ઉત્તરી દિલ્હીના એક ગામમાંથી આવે છે. તેને એન્જિનિયરીંગના અભ્યાસ માટે સ્કોલરશિપ મળી હતી. તે વિદેશ જઈને અભ્યાસ કરનારો પોતાના ગામનો પહેલો વ્યક્તિ હતો. વિકલ પોતાના માતા-પિતાના સપના પૂરા કરવા આવ્યો હતો. લુઈસ સ્વીટે વિકલને અસલી ચમકતો હીરો ગણાવ્યો હતો. તેણે કહ્યું કે, વિકલ તે રાત્રે પોતાની લાસ્ટ એક્ઝામ બાદ દારૂ પીવા બહાર ગયો અને વધુ પી લીધુ હતું.

બીજી તરફ, સાઉથ વેલ્સ પોલીસે ડિટેક્ટિવ કોન્સ્ટેબલ નિક વુડલેન્ડે જણાવ્યું કે, આ પ્રકારના હુમલા કાર્ડિકમાં અસામાન્ય છે. તેણે કહ્યું કે, પ્રીત વિકલ એક ખતરનાક વ્યક્તિ છે અને તેણે એક નશામાં ધુત અને નબળી યુવતીનો ફાયદો ઉઠાવ્યો જે પોતાના ફ્રેન્ડ્સથી અલગ પડી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp