કેરળના વ્યક્તિએ જીતી 45 કરોડની લૉટરી, આટલા પૈસાથી શું કરવાનો પ્લાન છે?

PC: ndtv.com

કેરળના રહેવાસી શ્રીજુએ સંયુક્ત અરબ અમીરાત (UAE)માં લગભગ 45 કરોડ રૂપિયાની લૉટરી જીતી લીધી છે. તેઓ અહીં તેલ અને ગેસ ઇન્ડસ્ટ્રીમાં કંટ્રોલ રૂમ ઓપરેટરની નોકરી કરે છે. હજારો લોકોની જેમ તેઓ પણ પોતાનું નસીબ અજમાવવા માટે લૉટરીની ટિકિટ ખરીદે છે. Gulf ન્યૂઝના એક રિપોર્ટ મુજબ, શ્રીજુ 39 વર્ષનો છે. તે લગભગ 11 વર્ષથી UAEના ફુજેરાહ શહેરમાં રહીને કામ કરી રહ્યો છે. તેણે મહજૂજ નામની કંપનીમાં સટરડે મિનિયન્સ ડ્રૉ નામની લૉટરી જીતી.

તેનું પરિણામ 11 નવેમ્બરે જાહેર કરવામાં આવ્યું. જ્યારે શ્રીજુ પાસે આ સમાચાર પહોંચ્યા તો તે પોતાના કામ પર જ હતો. રિપોર્ટમાં મહજૂજ કંપનીના સંદર્ભે જણાવ્યું કે, એટલું મોટું ઇનામ જીતવા પર શ્રીજુની ખુશીનું ઠેકાણું રહ્યું નથી. તેમણે આ જીત પર પોતાની ખુશી જાહેર કરતા કહ્યું કે, ‘લૉટરી જીતવાના સમાચાર સાંભળીને તો હું હેરાન રહી ગયો. મેં કોઇ પણ ઇનામ નહીં, પરંતુ સૌથી મોટું ઇનામ જીત્યું છે. મહજૂજ ખાતું ચેક કરતી વખત હું પોતાની કારમાં હતો. મને પોતાની આંખો પર વિશ્વાસ જ ન થયો. થોડા સમય માટે તો મને સમજ ન પડી કે શું કરું. મેં મહજૂજથી ફોન આવવાની રાહ જોઇ.

શ્રીજુએ જણાવ્યું કે, ‘હું છેલ્લા 3 વર્ષોથી મહિનામાં બે વખત મહજૂજમાં ભાગ લઉં છું. મેં કોઇ પણ મહિનામાં આ લૉટરીની ટિકિટ ખરીદવાની છોડી નથી. મને આશા હતી કે હું ક્યારેક જીતીશ, પરંતુ મને આ વખત જીતવાની આશા નહોતી. ઓછામાં ઓછી 45 કરોડ રૂપિયા જીતવાની તો જરાય નહીં. શ્રીજુ 6 વર્ષના જોડિયા બાળકોનો પિતા છે. તેણે જણાવ્યું કે, જીતેલી રકમથી પોતાનું વર્ષો જૂનું સપનું પૂરું કરશે. તે હંમેશાંથી કેરળમાં એક ઘર ખરીદવા માગતો હતો.

હવે ઉધાર લીધા વિના તે પોતાનું આ સપનું પૂરું કરી શકશે. જો કે, બાકી બચેલા પૈસાઓથી શું કરવાનું છે, એ તેણે અત્યારે વિચાર્યું નથી. UAEમાં રહીને કામ કરનારા ઘણા ભારતીય લોકો લૉટરીમાં પોતાનું નસીબ અજમાવે છે. પહેલા અહી માત્ર 2 લકી ડ્રો ચાલતા હતા, પરંતુ હવે ઘણી કંપનીઓ લૉટરીની ટિકિટ વેચે છે અને લકી ડ્રો કરાવે છે. અહીની લૉટરીની ફાયદો એ છે કે અહી ઇનામમાં મળતી રકમથી ટેક્સ કાપવામાં આવતો નથી, જ્યારે કેરળમાં થનારી લૉટરીમાં ટેક્સના પૈસા કાપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp