- World
- નોકરી અને સ્પોન્સરશિપ વગર ભારતીય યુવાઓ બ્રિટનમાં 2 વર્ષ સુધી રહી શકશે
નોકરી અને સ્પોન્સરશિપ વગર ભારતીય યુવાઓ બ્રિટનમાં 2 વર્ષ સુધી રહી શકશે
બ્રિટનમાં નોકરીના સપના જોઇ રહેલા ભારતીય યુવાઓ માટે એક સારા સમાચાર છે. ભારત અને બ્રિટન મળીને આવતા મહિનેથી યંગ પ્રોફેશનલ સ્કીમની શરૂઆત કરવા જઇ રહ્યા છે. આ સ્કીમ હેઠળ ભારતીય યુવાઓએ હવે વગર કોઇ સ્પોન્સરશિપ બ્રિટનમાં 2 વર્ષ સુધી રહેવા અને નોકરી કરવાની પરવાનગી મળી જશે. ભારતીય યુવાઓ માટે આ એક મોટી રાહત હશે. અત્યાર સુધી બ્રિટન જવા કે ત્યાં નોકરી કરવા માટે કોઇ બ્રિટિશ કંપની કે સંસ્થાન પાસેથી પોતાના વીઝા સ્પોન્સર કરાવવા પડતા હતા. આ એક મુશ્કેલી ભરેલુ કામ હતું. વગર વિઝા સ્પોન્સરના વિદેશી લોકોને બ્રિટનમાં રહેવાની પરવાનગી નથી.

યંગ પ્રોફેશનલ સ્કીમ, બ્રિટનની એક સ્કીમ છે જેના હેઠળ તે અમુક ખાસ દેશોના લગભગ 3000 યુવાઓને બ્રિટનમાં 2 વર્ષ સુધી વગર કોઇ સ્પોન્સરશિપ કે નોકરીએ પોતાના દેશમાં રહેવાની પરવાનગી આપે છે. આ યુવાઓની ઉંમર 18થી 30 વર્ષની વચ્ચે હોવી જોઇએ.
બ્રિટને હજુ સુધી ફક્ત ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, જાપાન, તાઇવાન, આઇસલેન્ડ, સેમ મૈરિનો, મોનેકો, સાઉથ કોરિયા અને હોંગકોંગ સાથે આ સ્કીમને શરૂ કરી છે. જોકે, હવે આવતા મહિનાથી ભારતનું નામ પણ આ દેશોની લિસ્ટમાં જોડાઇ જશે. એ પણ ધ્યાન આપવાની વાત છે કે, આ દેશોમાં જાપાન બાદ ભારત ફક્ત બીજો દેશ છે, જેના લોકોને બ્રિટનમાં જવા માટે વીઝાની જરૂર પડે છે.
આ યોજનાની શરૂઆત 28મી ફેબ્રુઆરી, 2023મા રોજ શરૂ થશે. ભારત અને બ્રિટને આ સ્કીમને લઇને પહેલું પગલું મે, 2021માં લીધું હતું, જ્યારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને બ્રિટનના તત્કાલિન ગૃહ મંત્રી પ્રીતિ પટેલે નવી દિલ્હીમાં બન્ને દેશો વચ્ચે માઇગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપને લઇને હસ્તાક્ષર કર્યા હતા. યંગ પ્રોફેશનલ્સ સ્કીમ, આ પાર્ટનરશિપનો સૌથી મુખ્ય બિંદુ હતો. સોમવારે 9મી જાન્યુઆરીના રોજ બ્રિટનમાં ભારતના ઉચ્ચાયુક્ત વિક્રમ દોરઇસ્વામી અને બ્રિટિશ ગૃહ મંત્રાલયના સ્થાયી સચિવ મેથ્યૂ રાયક્રોફ્ટે યંગ પ્રોફેશન્લ્સ સ્કીમ સાથે જોડાયેલા પત્ર પર હસ્તાક્ષર કર્યા અને તેને શરૂ કરવાની તારીખને ઔપચારિક રૂપ આપ્યું.

યંગ પ્રોફેશનલ સ્કીમ હેઠળ આવેદન કરનારા યુવાઓએ પોતાના બેન્ક એકાઉન્ટમાં એક નિશ્ચિત રકમ બતાવવી પડશે. જેથી એ નીશ્ચિત થઇ શકે કે, નોકરી ન મળવાની સ્થિતિમાં તેઓ બ્રિટનમાં પોતાનો ખર્ચો પોતે જ ઉપાડી શકે. આ રકમ કેટલી હશે, તેની હજુ જાણકારી નથી મળી. જોકે, અન્ય દેશોના યુવાઓ માટે તે લગભગ 2.5 લાખ રૂપિયા છે. તે સિવાય આવેદન કરનારા યુવા પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી જોઇશે અને તેની ઉપર કોઇ પણ અન્ય વ્યક્તિનો ખર્ચો ચલાવવાની જવાબદારી ન હોવી જોઇએ.

