અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસી રહ્યા છે ભારતીય, 10 વર્ષમાં 100 ગણા વધ્યા મામલા

PC: dw.com

અમેરિકામાં છેલ્લાં 11 વર્ષોમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા દોઢ ગણી વધી થઈ ગઈ છે. અમેરિકા લાંબા સમયથી ભારતીયો માટે સૌથી વધુ મનપસંદ દેશ રહ્યો છે. પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે, અહીં પહોંચવા માટે લોકો ખોટાં રસ્તા અપનાવવા માંડ્યા છે. એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2012થી 2022ની વચ્ચે મેક્સિકોના રસ્તે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 100 ગણો વધારો થયો છે.

વર્ષ 2012માં અમેરિકાની કસ્ટમ એન્ડ બોર્ડર પેટ્રોલ પોલીસે 642 એવા મામલા દાખલ કર્યા હતા જેમા ભારતીય પ્રવાસીઓએ ગેરકાયદેસર રીતે મેક્સિકોના રસ્તે અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે વર્ષ 2022માં આ સંખ્યા વધીને 63927 થઈ ગઈ છે.

નવાઈની વાત તો એ છે કે, ભારતીયો અમેરિકન ડ્રીમ પૂરું કરવાના ચક્કરમાં પોતાના જીવને જોખમમાં મુકતા પણ ડરી રહ્યા નથી. ગત વર્ષે 21 જાન્યુઆરીએ અમેરિકાથી માત્ર 30 ફૂટ પહેલા કેનેડામાં એક ગુજરાતી પરિવારના ચાર લોકોના શવ બરફમાં દબાયેલા મળી આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, આ ભારતીય પરિવાર ગેરકાયદેસર રીતે અમેરિકામાં દાખલ થવા માંગતું હતું અને બર્ફીલા તોફાનોમાં ફસાઈ ગયું અને મોતને ભેટ્યું.

આ જ રીતે, ગત વર્ષે જૂન મહિનામાં અમેરિકી બોર્ડર પર પેટ્રોલિંગ ટીમે ડૂબતી બોટમાંથી છ ભારતીયોને બચાવ્યા હતા. તેમના પર ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ભારતીય લોકો નાની બોટ પર ઈંગ્લિશ ચેનલને પાર કરીને ગેરકાયદેસર રીતે બ્રિટનમાં દાખલ થનારાઓમાં ત્રીજા નંબર પર પહોંચી ગયા છે. બ્રિટનના ગૃહ મંત્રાલયે તેની જાણકારી આપી હતી.

ધ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, હોમ ઓફિસના અધિકારીઓએ જણાવ્યું કે, ભારતીય વિદ્યાર્થીઓ નિયમોમાં એક લૂપહોલનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે તેમને બ્રિટનમાં શરણ લેવામાં સરળતા થઈ રહી છે. તેના દ્વારા વિદ્યાર્થીઓને અહીં રહીને અભ્યાસ કરવા માટે આંતરરાષ્ટ્રીય ફીની જગ્યાએ ખૂબ જ ઓછી ઘરેલૂં ફી જ ચુકવવી પડી રહી છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વર્ષ 2022માં 233 કરતા વધુ ભારતીય પ્રવાસીઓએ ગેરકાયદેસર રીતે ઈંગ્લિશ ચેનલ પાર કરી હતી. તેમજ 2023માં એક મહિનામાં આ આંકડો 250ને પાર કરી ચુક્યો છે. આ સાથે જ ભારતીય ગ્રુપ અફઘાન અને સીરિયાઈ લોકો બાદ આવુ કરનારું ત્રીજું સૌથી મોટું ગ્રુપ બની ગયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp