આ દેશે ટ્રમ્પને મારવાના ખાધા સોગંધ, તૈયાર થઈ રહી છે ખતરનાક ક્રૂઝ મિસાઇલ
ઇરાને ફરી એક વખત પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને યાદ અપાવ્યું કે, તે પોતાના ઉચ્ચ કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે અત્યારે પણ પૂરી તૈયારી કરી રહ્યું છે. એક ઈરાની જનરલે કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવાની ચીમકી આપી છે. તેમણે કહ્યું કે, અમારા નિશાન પર પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય તેમના વિદેશ મંત્રી રહેલા માઇક પોમ્પિયો પણ છે. જાન્યુઆરી 2020માં બગદાદ એરપોર્ટ પર અમેરિકન ડ્રોન હુમલામાં ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સના વિદેશી અભિયાનોના પ્રમુખ કાસિમ સુલેમાનીનું મોત થઈ ગયું હતું.
તેની હત્યાનો બદલો લેવા તેહરાને વારંવાર સોગંધ ખાધા છે. ગાર્ડ્સ એરોસ્પેસના યુનિટ કમાન્ડર જનરલ અમીરાલી હાજીજાદેહે એક ઈરાની ટી.વી. ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમને આશા છે કે અમે ડોનાલ્ડ ટ્રમ્પ, માઇક પોમ્પિયો, મેકેન્જી (પૂર્વ અમેરિકન જનરલ) અને સૈન્ય કમાન્ડરોને મારી શકીશું, જેમણે કાસિમ સુલેમાનીને મારવાનો આદેશ આપ્યો.’ અમેરિકન હિતોને જોતા ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાકમાં ઘણી સ્ટ્રાઈક કરાવી અને દોષ ઈરાન પર લગાવ્યો.
Brigadier General Amir-Ali Hajizadeh, head of the Aerospace Division of the Islamic Revolution Guards Corps announced that Iran has developed hypersonic ballistic missiles that can't be countered by any missile defense system. pic.twitter.com/qy9kbRRQlk
— Press TV (@PressTV) November 10, 2022
કેટલાક દિવસો બાદ, ઇરાને ઇરાકમાં એક અમેરિકન એરબેઝ પર મિસાઇલ નાખીને જવાબી કાર્યવાહી કરી, જેમાં અમેરિકન સૈનિક હતા. આ હુમલામાં કોઈનું મોત થયું નહોતું, પરંતુ વૉશિંગટને કહ્યું કે, ડઝનો લોકો માનસિક રૂપે ઇજાગ્રસ્ત થયા. ટ્રમ્પ અને પોમ્પિયોને મારવા માટે ઈરાન નવી ક્રૂઝ મિસાઈલને વિકસિત કર્યો છે. સંયુક્ત રાજ્ય અમેરિકા અને તેના સહયોગીઓએ ઇરાનના બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ પર ચિંતા વ્યક્ત કરી છે.
ટી.વી. પર પોતાની ટિપ્પણીમાં હાજીજાદેહે કહ્યું કે, ઈરાન ‘હવે 2000 કિલોમીટર (1243 માઈલ)ની દૂરી પર અમેરિકન જહાજોને મારવામાં સક્ષમ છે.’ ઈરાની જનરલે કહ્યું કે, અમે યુરોપીય લોકોના સન્માન માટે 2,000 કિલોમીટરની સીમા નક્કી કરી છે. હાજીજાદેહે સ્ટેટ ટી.વી.ને જણાવ્યું કે, ‘1650 કિલોમીટરની રેંજવાળી અમારી ક્રૂઝ મિસાઈલને ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનના મિસાઇલ જકહીરેમાં સામેલ કરવામાં આવી છે.
ટી.વી. ચેનલે ઈરાનની નવી પાવેહ ક્રૂઝ મિસાઈલની ટેસ્ટિંગની ફૂટેજ પણ પ્રસારિત કર્યા છે. સંયુક્ત રાજ્ય અમેરિકન વિરોધ અને યુરોપીય દેશો દ્વારા ચિંતાની અભિવ્યક્તિના વિરોધમાં ઇરાને પોતાના મિસાઇલ કાર્યક્રમ, વિશેષ રૂપે પોતાની બેલિસ્ટિક મિસાઈલોનો વિસ્તાર કર્યો છે. તેહરાનનું કહેવું છે કે, આ કાર્યક્રમ વિશુદ્ધ રૂપથી રક્ષાત્મક અને નિવારક પ્રકૃતિનો છે. ઇરાને કહ્યું કે, તેણે યુક્રેનમાં તેણે યુક્રેનમાં યુદ્ધ અગાઉ મોસ્કોને ડ્રોનનો પુરવઠો પૂરો પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નવેમ્બરમાં ઇરાને એક હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ વિકસિત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp