મહિલાઓએ હિજાબ ન પહેર્યો તો આ દેશમાં કોઈ પણ દયા વિના ચાલશે કેસ

PC: asiatimes.com

ઇરાનમાં ગયા વર્ષે મહસા અમીનીના મોત બાદ હિજાબ વિરોધી પ્રદર્શનોનો સિલસિલો બંધ થવાનું નામ લઈ રહ્યો નથી, તો આ દેશની સરકાર પણ લોકોનો અવાજ દબાવવા માટે કોઈ કસર છોડી રહી નથી. હવે તો ત્યાં ન્યાયપાલિક પ્રમુખ ગોલેમહોસિન મોહસેની એજેએ સ્ત્રીઓ અને છોકરીઓ માટે એક નવું ફરમાન બહાર પડ્યું છે. તેમણે કહ્યું  કે, ‘ખુલ્લા માથે રહેવાનું (આપણાં) મૂલ્યો સાથે દુશ્મની સમાન છે.’ હિજાબ ન પહેરનારી સ્ત્રીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીમાં કોઈ દયા નહીં રાખવામાં આવે.

તેમણે કહ્યું કે, જેટલું વધારે મહિલાઓ ઇરાનમાં અનિવાર્ય ડ્રેસ કોડ નહીં માને, તેમના પર સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઈરાની મીડિયા રિપોર્ટ્સ મુજબ ન્યાયપાલિક પ્રમુખ ગોલેમહોસિન મોહસેની એજેએ ધમકી આપી છે કે, જે સ્ત્રીઓ દેશમાં હિજાબ વિના સાર્વજનિક જગ્યાઓ પર દેખાશે, તેમને છોડવામાં નહીં આવે, તેમની વિરુદ્ધ કોઈ દયા વિના કેસ ચલાવવામાં આવશે. ખુલ્લા માથે રહેવું (આપણાં) મૂલ્યો સાથે દુશ્મની કરવા સમાન છે.

આ પ્રકારનું ખરાબ કામ કરનારાઓને સજા આપવામાં આવશે અને સજા બાબતે પૂરી જાણકારી આપી દયા વિના કેસ ચલાવવામાં આવશે. ઇરાનના ન્યાયપાલિક પ્રમુખ ગોલેમહોસિન મોહસેની એજેએ કહ્યું કે, કાયદાના પ્રવર્તન અધિકારી ધાર્મિક કાયદાઓ વિરુદ્ધ સાર્વજનિક અને ન્યાયિક દાયરામાં થનારા ગુનાઓ પર સખત કાર્યવાહી કરવા માટે બાધ્ય છે. તેમની આ ચેતવણી ઇરાનના આંતરિક મંત્રાલયના અનિવાર્ય સરકારી હિજાબ કાયદાને લાગૂ કર્યા બાદ આવી છે.

આંતરિક મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હિજાબ ઈરાની રાષ્ટ્રની સભ્યતાના પાયામાંથી એક છે અને ઇસ્લામી ગણરાજ્યના વ્યવહારિક સિદ્ધાંતોમાંથી એક છે. આ મુદ્દા પર પાછળ હટવા કે સહિષ્ણુતા રાખવાની કોઈ સંભાવના ઉત્પન્ન થતી નથી. ગયા વર્ષે સપ્ટેમ્બરથી ઘણી ઈરાની મહિલાઓએ સાર્વજનિક રૂપે હિજાબ ન પહેરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. ગયા વર્ષે હિજાબ સાથે જોડાયેલા નિયમોને ન માનવા પર 22 વર્ષીય મહસા અમીનીની નૈતિકતા પોલીસની કસ્ટડીમાં મોત બાદ જ ઇરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શનોનો દોર થોભી રહ્યો નથી.

અમીનીના મોત બાદ મહિલાઓ મોટા પ્રમાણ પર વિરોધ પ્રદર્શનોમાં રસ્તા પર ઉતરી આવી હતી. ત્યારથી જ નૈતિકતા પોલીનો વિરોધ કરવા માટે હિજાબ વિનાની મહિલાઓનો વીડિયોનો સોશિયલ મીડિયા પર પૂર આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ઇરાનમાં મહિલાઓને પોતાના વાળોને હિજાબ અને ઢીલા કપડાથી ઢાંકવા જરૂરી છે. નિયમોનું પાલન ન કરનારી મહિલાઓને સાર્વજનિક ફટકાર, દંડ કે ધરપકડનો સામનો કરવો પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp