શું ભાઈ-બહેનનું સેક્સ કરવું યોગ્ય છે? આ યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાયો સવાલ

PC: opindia.com

પરીક્ષામાં વિદ્યાર્થીઓને વિવાદાસ્પદ પ્રશ્નો પૂછવાનો મામલો અનેક વખત સામે આવી ચૂક્યો છે. ઘણી વખત એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારા હોય છે તો ઘણી વખત સમાજ અથવા ધર્મ વિશેષને લઈને વાંધાજનક પ્રશ્ન પૂછવામાં આવી ચૂક્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. ખરેખર, યુનિવર્સિટીએ ભાઈ-બહેનની વચ્ચેના ગેરકાયદે સંબંધોને લઈને પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્નપત્રમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ-બહેનનું સેક્સ કરવું યોગ્ય છે? આ વિષય પર નિબંધ લખો. પ્રશ્નપત્રની કૉપી હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

રિપોર્ટ મુજબ, આ મામલો ઈસ્લામાબાદ સ્થિત COMSATS યુનિવર્સિટીનો છે, જ્યાં પહેલા સેમેસ્ટરમાં અંગ્રેજીના પ્રશ્નપત્રમાં પૂછવામાં આવ્યું હતું કે, 'શું ભાઈ અને બહેનનું સેક્સ કરવું યોગ્ય છે' વિષય પર નિબંધ લખો. આ પ્રશ્નને લઈને યુનિવર્સિટીમાં હોબાળો મચી ગયો, જે બાદ ઉતાવળમાં કાર્યવાહી કરીને મેનેજમેન્ટે પ્રોફેસરને નોકરી પરથી કાઢી મૂક્યા છે.

2 ફેબ્રુઆરી 2023ના રોજ લખેલા એક પત્રમાં યુનિવર્સિટી તરફથી કહેવામાં આવ્યું, 'પહેલા સેમેસ્ટરમાં અંગ્રેજીના પ્રશ્નપત્રની સામગ્રીને લઈને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના 19 જાન્યુઆરી, 2023ના પત્રનો જવાબ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ મામલે કાર્યવાહી પહેલા જ કરવામાં આવી ચૂકી છે. લેક્ચરરની સેવા (વિઝિટિંગ ફેકલ્ટી) 5 જાન્યુઆરી, 2023થી સમાપ્ત કરી દેવામાં આવી છે. આ સાથે જ તે લેક્ચરરને બ્લેક લિસ્ટ પણ કરી દેવામાં આવ્યા છે.'

ખરેખર, પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે વાંધાજનક પ્રશ્નપત્રની નોંધ લેતા યુનિવર્સિટી પાસેથી જવાબ માંગ્યો હતો. મંત્રાલયે 19 જાન્યુઆરી, 2023ના રોજ યુનિવર્સિટીને પત્ર મોકલીને કહ્યું હતું કે, 'પ્રશ્નપત્રમાં પૂછવામાં આવેલો સવાલ ખૂબજ વાંધાજનક છે. આ સંપૂર્ણપણે પાકિસ્તાનના અભ્યાસક્રમ કાયદાની વિરુદ્ધ છે અને વિદ્યાર્થીઓના પરિવારોની વચ્ચે અશાંતિ પેદા કરે છે.'

અહીં તમને જણાવી દઈએ કે, મંત્રાલયે યુનિવર્સિટીને આ મામલામાં તપાસ કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. મંત્રાલયે યુનિવર્સિટી પ્રશાસનને તપાસ રિપોર્ટ સુપરત કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો. રિપોર્ટ મુજબ, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર નવીદ અહમદ ખાને સ્વીકાર કર્યું છે કે વિદ્યાર્થીઓને ખૂબજ વાંધાજનક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો કે આ મામલામા બીજા દિવસે એક બેઠક યોજવામાં આવી હતી અને તે લેક્ચરરને તે જણાવવા માટે કહેવામાં આવ્યું કે તેણે વિદ્યાર્થીઓને આવો મૂર્ખતાપૂર્ણ પ્રશ્ન કેમ પૂછ્યો? તેણે કહ્યું કે તેણે પોતાની ભૂલ સ્વીકાર કરી લીધી, જે બાદ યુનિવર્સિટીએ લેક્ચરરને નોકરી પરથી કાઢી મૂક્યો. પ્રશ્નપત્રને ફરીથી તૈયાર કરવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp