શું કિમ જોંગ ઉને પસંદ કરી લીધો છે ઉત્તરાધિકારી? બધે સાથે લઈ જાય છે, જુઓ તસવીરો

PC: ndtv.com

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ગત દિવસોમાં એક સાર્વજનિક સમારોહમાં પોતાની પત્ની રી સોલ જૂ અને 9 વર્ષની દીકરી કિમ જૂ એઇ સાથે નજરે પડ્યા હતા. કિમ જોંગ ઉન કુલ 36 દિવસ બાદ બુધવાર (8 ફેબ્રુઆરી)ના રોજ આર્મ્ડ ફોર્સિસ સ્થાપનાની 75મી વર્ષગાંઠમાં સામેલ થયા હતા. આ અગાઉ ચર્ચા હતી કે તેઓ ગંભીર રૂપ બીમાર છે. આ ઇવેન્ટમાં સામેલ થવા સાથે જ આખી દુનિયામાં એક ચર્ચા થવા લાગી છે કે શું તાનાશાહ કિમ જોંગ ઉને પોતાનો ઉત્તરાધિકાર પસંદ કરી લીધો છે?

કેમ કે તેમણે જ્યારે ઉત્તર કોરિયન સેનાની પરેડની સલામી લીધી, તો તેમની બાજુમાં કાળા કોટમાં 9 વર્ષની દીકરી પણ ઊભી હતી. એ સિવાય તાનશાહે દીકરી અને મિલિટ્રી અધિકારીઓ સાથે સૈન્ય બેરકની મુલાકાત પણ લીધી હતી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 3 મહિનામાં જૂ એઇ પાંચમી વખત નજરે પડી છે. પરેડ અને બેરક નિરીક્ષણ બાદ તાનશાહનો પરિવાર ભવ્ય ભોજન સમારોહમાં સામેલ થયા હતા. આ દરમિયાન પણ 9 વર્ષીય જૂ એઇ માતા-પિતા વચ્ચે બેઠી હતી.

જૂ એઇએ પિતા સાથે સત્તાધારી વર્કર્સ પાર્ટીની સેન્ટ્રલ મિલિટ્રી કમિશનની મીટિંગમાં પણ ભાગ લીધો અને સીનિયર મિલિટ્રી અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, જૂ એઇ કિમ જોંગ ઉનની બીજી પત્નીની બીજી સંતાન છે. આ છોકરી પહેલી વખત ગયા વર્ષે નવેમ્બરમાં એક ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલના લૉન્ચિંગના સમયે નજરે પડી હતી. ત્યારથી એ ચર્ચા શરૂ થઇ ગઇ હતી કે શું આ જ છોકરી કિમ જોંગ ઉનની ઉત્તરાધિકારી હશે?

CNNના રિપોર્ટ મુજબ, નવીનતમ સંકેત છે કે આ છોકરીને સંભવતઃ ઉત્તરાધિકારીના રૂપમાં તૈયાર કરવામાં આવી રહી છે. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA)ના એક રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ભોજન સમારોહમાં કિમ જોંગ ઉન અને તેમની સન્માનિત દીકરીનું સામેલ થવું, સૈન્ય અધિકારીઓ માટે એક સપનું સાચું થવા બરાબર છે. સરકાર અખબાર રોડોંગ સિનમુન દ્વારા પ્રકાશિત તસવીરોમાં 9 વર્ષની છોકરી કિમ જોંગ ઉન અને તેની માતાની બાજુમાં ચાલતી નજરે પડી રહી છે.

જ્યારે આ બધા ભોજન માટે એક સ્થળમાં પ્રવેશ કરી રહ્યા હતા. એ દરમિયાન સૈન્ય અધિકારી તાળીઓ વગાડીને તેમનું સ્વાગત કરી રહ્યા હતા. રિપોર્ટ્સ મુજબ ભોજન દરમિયાન છોકરી પિતા કિમ જોંગ ઉન અને પોતાની માતા વચ્ચે લીડ ટેબલ પર બેઠી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp