એક જ મહિલા સાથે સેક્સ ના કરી શકે બાપ-દીકરો, મહિલા ગુલામો માટે આ છે ISISના નિયમો

PC: washingtonpost.com

ઇસ્લામિક સ્ટેટની ક્રૂરતા વિશે આખી દુનિયા જાણે છે. એ ગ્રુપ જે ધર્મના નામ પર લોકોનું માથુ કાપી નાંખે છે. ઇસ્લામિક સ્ટેટ મહિલાઓ પર પણ અત્યાચાર કરતું રહ્યું છે. મહિલાઓ પર અત્યાચારને લઈને 2015માં એક ફતવો સામે આવ્યો હતો. તેમા એ વાત અંગે પણ વિસ્તૃતરીતે જણાવવામાં આવ્યું હતું કે, ગુલામ બનાવવામાં આવેલી મહિલાઓ સાથે તેમનો માલિક ક્યારે યૌન સંબંધ બનાવી શકે છે. આ પ્રકારના ફતવા દર્શાવે છે કે ISIS કઈ રીતે મહિલાઓની ગુલામીને યોગ્ય ઠરાવવા માટે નવી-નવી વ્યાખ્યા કરી રહ્યું હતું.

સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના એક મોટા આતંકીને નિશાનો બનાવવા માટે અમેરિકી સ્પેશિયલ ફોર્સીસે છાપા માર્યા હતા. આ દરમિયાન તેમણે મોટી સંખ્યામાં દસ્તાવેજ જપ્ત કર્યા હતા. આ ફતવામાં અજીબ પ્રકારની ગાઈડલાઈન જણાવવામાં આવી હતી, જે એક સભ્ય સમાજને જરા પણ પસંદ નહીં આવશે. જેમકે, તેમા એક જગ્યાએ કહેવામાં આવ્યું છે કે, પિતા અને પુત્ર એક જ ગુલામની સાથે યૌન સંબંધ નથી બનાવી શકતા, તે પ્રતિબંધિત છે. આ ઉપરાંત, જો કોઈ મા-દીકરીને ગુલામ બનાવવામાં આવ્યા હોય તો, તેનો માલિક બંને સાથે યૌન સંબંધ ના બનાવી શકે.

દસ્તાવેજમાં એવા 15 નિયમો જણાવવામાં આવ્યા છે. તેમા કહેવામાં આવ્યું હતું કે કોઈપણ બંદી મહિલાની સાથે તેનો માલિક ત્યાં સુધી યૌન સંબંધ ના બનાવી શકે, જ્યાં સુધી તે એક માસિકધર્મમાંથી પસાર ના થઈ જાય. જો ગુલામ મહિલા પ્રેગ્નેન્ટ હોય તો જ્યાં સુધી તે બાળકને જન્મ ના આપી દે ત્યાં સુધી તેની સાથે યૌન સંબંધ ના બનાવી શકાય. જો તે પ્રેગ્નેન્ટ છો તો માલિક તેનો ગર્ભપાત ના કરાવી શકે. આ પ્રકારના નિયમોથી ISIS બતાવવા માંગતું હતું કે, જાણે તેને મહિલા ગુલામોની ઘણી ચિંતા છે.

આ ઉપરાંત, એક નિયમ એવો પણ હતો જે અનુસાર જો કોઈ મહિલા બંદીને તેનો માલિક આઝાદ કરી દે, તો તે મહિલા સાથે યૌન સંબંધનો અધિકાર નહીં હશે. એક માલિકે જો બે બહેનોને ગુલામ બનાવી રાખી હોય તો તે બંને બહેનો સાથે સંબંધ ના બનાવી શકે. માલિક માત્ર કોઈ એક બહેનને જ પસંદ કરી શકે છે. બીજી છોકરીને પસંદ કરવા માટે તેણે પહેલી છોકરીને વેચવી પડશે. જો કોઈ મહિલા ગુલામ માલિક સાથે સંબંધ બાદ પ્રેગ્નેન્ટ થઈ જાય તો તેને વેચી ના શકાય. જો બે લોકોએ પૈસા ભેગા કરીને એક મહિલાને ખરીદી હોય તો તેની સાથે કોઈપણ યૌન સંબંધ ના બનાવી શકે. માલિકે ગુલામ મહિલા સાથે દુર્વ્યવહાર ના કરવો જોઈએ અને તેણે કોઈ એવુ કામ ના આપવું જોઈએ જે તે કરવામાં સમર્થ ના હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp