ઇઝરાયલના કલાકારોએ પણ દેશ માટે ઉઠાવી લીધી બંદુક,Fauda સીરિઝના એકટરનો વીડિયો વાયરલ
ઇઝારાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક સપ્તાહનો સમય થઇ ગયો છે. હવે ઇઝરાયલના કલાકારો પણ સેનામાં સામેલ થઇ રહ્યા છે. આ વચ્ચે ટીવી સીરિઝ Faudaના કલાકાર ઇદાન અમેદીએ પણ પોતે યુદ્ધ માટે હથિયાર ઉઠાવવાની જાહેરાત કરી છે.
હમાસ સાથેના યુદ્ધ વચ્ચે, વધુ એક ઇઝરાયેલ ટીવી કલાકાર સેનામાં જોડાયા છે. ઇઝરાયલના કલાકાર ઇદાન અમેદીએ પણ સેના સાથે શસ્ત્રો ઉપાડ્યા છે. ઇદાન ઇઝરાયલની લોકપ્રિય ટીવી સીરિઝ Fauda માં અંડરકવર એજન્ટની ભૂમિકામાં જોવા મળ્યો હતો. હવે તે રીલ લાઈફમાંથી રિયલ લાઈફ આર્મીમાં આવી ગયો છે.
અમેદીનો નિર્ણય Faudaના અન્ય કલાકારો લિઓર રાઝના ‘બ્રધર્સ ઇન આર્મ્સ’માં સામેલ થવા પછી આવ્યો છે.
અમેદીએ એક ભાવૂક વીડિયો જારી કરીને પોતાનો નિર્ણય લોકોને જણાવ્યો હતો. વીડિયોમાં અમેદીએ કહ્યુ કે, જેમ કે તમે જોઇ શકો છો કે હું આજે એક અલગ કપડાંમાં છું. આ ટીવી સીરિઝ Faudaનો સીન નથી, આ વાસ્તવિક જિંદગી છે. અમેદીએ સૈનિકની વર્દી પહેરેલી છે અને હાથમાં બંદુક સાથે જોવા મળે છે.
અમેદીએ આગળ કહ્યું કે, “7 ઓક્ટોબરની સવારે, અમારી સેનાને બોલાવવામાં આવી હતી,કારણ કે ઇઝરાયલના દક્ષિણમાં ઘટનાઓ શરૂ થઈ હતી. હું તમને માત્ર એટલું કહેવા માંગતો હતો કે ભયાનક અને ક્રુર હુમલાઓની સાથે, જ્યાં અમારા મિત્રો અને પ્રિયજનોની હત્યા કરી દેવામાં આવી છતા અમારું મનોબળ હજુ ઉંચુ છે. અમે સમજીએ છીએ કે અમે કેમ છીએ. અમે અહીં અમારા બાળકો, પરિવારો અને ઘરોની સુરક્ષા માટે છીએ. જ્યાં સુધી અમે જીત હાંસલ નહીં કરીશુ ત્યાં સુધી આત્મસપર્ણ નહીં કરીશું.
અમેદી અભિનયની સાથે સાથે સિંગર અને ગીત લખવા માટે પણ જાણીતો છે. અમેદીએ એક મિનિટનો વીડિયો જારી કર્યો હતો અને છેલ્લે ઇઝરાયલી લોકોનો આભાર માન્યો હતો.
એક સપ્તાહથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હમાસે ઈઝરાયેલ પર મોટો હુમલો કરવાની ધમકી આપી છે. મીડિયા રિપોર્ટમાં કહેવા મુજબ હમાસે દાવો કર્યો છે કે તેણે ઈઝરાયલને નષ્ટ કરવા માટે 15 મુદ્દાની યોજના તૈયાર કરી છે. હમાસે એક ટીવી ચેનલ દ્વારા વીડિયો જાહેર કર્યો છે. તેને શુક્રવાર અલ-અક્સા ઓપરેશન નામ આપવામાં આવ્યું છે.
હમાસની અલ-કુદ્સ બ્રિગેડે જેરુસલેમ, ડોડો, બેરશેબા, અશ્કેલોન, નેટીવોટ અને સેડેરોટ પર 130 મિસાઈલો સાથે મોટા હુમલાની જાહેરાત કરી છે. બીજી તરફ ઈઝરાયલે સંયુક્ત રાષ્ટ્રને આગામી 24 કલાકમાં ગાઝા પટ્ટીમાંથી 10 લાખ લોકોને બહાર કાઢવા માટે કહ્યું છે. ઈઝરાયલનું કહેવું છે કે સેના ગાઝામાં મોટું ઓપરેશન શરૂ કરવા જઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp