ઈઝરાયલે આ દેશમાં વરસાવ્યા બોમ્બ, સૈન્ય કમાન્ડરનું મોત, 5 સૈનિક ઇજાગ્રસ્ત

PC: haaretz.com

મુસ્લિમ દેશોથી ઘેરાયેલા યહૂદી દેશ ઇઝરાયલે સીરિયાના હોમ પ્રાંતમાં જોરદાર બોમ્બ વરસાવ્યા છે. સીરિયામાં ઘણી જગ્યાઓ પર કરવામાં આવેલા આ હુમલામાં 5 સૈનિકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે. તો ઇરાનના સૈન્ય કમાન્ડરનું મોત થઈ ગયું છે. ઈરાની સૈન્ય કમાન્ડર મિલાદ હૈદરી હુમલામાં માર્યા ગયા, તેને (હુમલાને) ઇઝરાયલ તરફથી ‘ગુનાહિત હુમલો’ બતાવ્યો. સીરિયા અને ઈરાનની સરકારી મીડિયા રિપોર્ટ્સ મુજબ, શુક્રવારે ઇઝરેલી હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ઇરાનના એક સલાહકારનું મોત થઈ ગયું છે.

ઈરાન, સીરિયામાં માર્ચ 2011માં સંઘર્ષ શરૂ થયા બાદ જ રાષ્ટ્રપતિ બશર અસદની સરકારનું સમર્થન કરી રહ્યો છે અને યુદ્ધની શરૂઆતી દિવસોથી પોતાના સલાહકાર મોકલતો રહ્યો છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે જણાવ્યું કે, આ વર્ષની શરૂઆતમાં ઇઝરાયલે નવમી વખત અલગ-અલગ સ્થળોને નિશાનો બનાવ્યા છે. સરકારી ન્યૂઝ એજન્સી ‘સના’એ જાણકારોના સંદર્ભે કહ્યું છે કે, હોમ્સ શહેર અને આસપાસના વિસ્તારમાં ઘણી જગ્યાઓને નિશાનો બનાવવામાં આવી છે.

એજન્સીએ દાવો કર્યો કે, સીરિયાની હવાઈ રક્ષા પ્રણાલીએ કેટલીક ઇઝરાયલી મિસાઈલોને હવામાં જ ઠાર કરી દીધી છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે જણાવ્યું કે, મિસાઈલે સીરિયન સૈન્ય છાવણીઓ પર ઈરાન સાથે સંબંધિત મિલિશિયાના પ્રતિષ્ઠાનો પર હુમલા કર્યા. તેમાં એક શોધ કેન્દ્ર પણ સામેલ છે. ઇઝરાયલ તરફથી હુમલાઓને લઈને જાહેર કરવામાં આવ્યું નથી. ઇઝરાયલ હાલના વર્ષોમાં સીરિયાની સરકાર નિયંત્રિત હિસ્સાઓમાં સેકડો હુમલા કરી ચૂક્યું છે. આ અગાઉ શુક્રવારે ઇઝરાયલે સીરિયાની રાજધાની દમિશ્કના ઉપનગર પર હવાઈ હુમલા કર્યા હતા, જેમાં એક ઈરાની સલાહકારનું મોત થઈ ગયું હતું.

આ જાણકારી સીરિયા અને ઈરાની મીડિયાએ આપી છે. ઈરાનની સરકારી ટી.વી. ચેનલે શુક્રવારે એવા સમાચાર આપ્યા હતા કે ઈરાની સૈન્ય કમાન્ડર મિલાદ હૈદરી હુમલામાં માર્યા ગયા છે અને તેને ઇઝરાયલ તરફથી ગુનાહિત હુમલો બનાવ્યો હતો. ઈરાનની સરકારી ટી.વી. ચેનલે રવિવારે સમાચાર આપ્યા કે શુક્રવારના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા રિવોલ્યૂશનરી ગાર્ડના સલાહકારનું મોત થઈ ગયું. સરકારી ટી.વી. ચેનલે સલાહકારની ઓળખ મેગદાદ મહગની તરીકે કરી છે અને કહ્યું કે, તેમનો અંતિમ સંસ્કાર રવિવારે દમિશ્કમાં થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp