'ખૂબ જ શરમની વાત છે...',PM ટ્રુડો 3 દિવસ પછી પરત ફરતા કેનેડા મીડિયા ગુસ્સે થયું

PC: aajtak.in

કેનેડાના PM જસ્ટિન ટ્રુડોની તાજેતરની ભારત મુલાકાત તેમના સૌથી ખરાબ અનુભવોમાંથી એક હોઈ શકે છે. એક તરફ G20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવેલા PM ટ્રુડોની તરફ અન્ય નેતાઓની જેમ ખાસ ધ્યાન આપવામાં આવ્યું ન હતું, તો બીજી તરફ આ મુલાકાતને લઈને તેઓ પોતાના જ દેશમાં ખૂબ જ શરમ અનુભવી રહ્યા હતા. કોન્ફરન્સ ખતમ થયા પછી PM ટ્રુડો ગયા રવિવારે પરત આવવાના હતા પરંતુ પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા તેમને ભારતમાં જ રોકાવું પડ્યું હતું. મંગળવારે તેઓ ભારતથી કેનેડા જવા રવાના થયા હતા. કેનેડા પરત ફરતાની સાથે જ ત્યાંની મીડિયાએ ફરી એકવાર તેમની ઝાટકણી કાઢી હતી.

ત્યાંના અગ્રણી અખબાર ધ ટોરોન્ટો સને લખ્યું છે કે, PM ટ્રુડો વિદેશી બાબતોમાં નિષ્ફળ ગયા છે, હવે તેમાં કોઈ સુધારો થઈ શકે તેમ નથી. અખબારે લખ્યું છે કે, PM ટ્રુડોએ PM નરેન્દ્ર મોદી સાથે એવું વર્તન કર્યું કે, જાણે તેઓ કોઈ કમજોર દેશના નેતા હોય.

અખબારના રાજકીય વિશ્લેષક લોર્ને ગુન્ટરે કહ્યું, 'PM ટ્રુડો વિદેશી બાબતોમાં ખરાબ રીતે નિષ્ફળ ગયા છે. આ એટલા માટે નથી કારણ કે તેમનું પ્લેન ખરાબ થઈ ગયું હતું અને બીજા પ્લેનની રાહ જોવા માટે તેમને ત્રણ દિવસ ભારતમાં રોકાવું પડ્યું હતું, પરંતુ PM ટ્રુડોને વિદેશની બાબતોની સહેજ પણ સમજણ નથી પડતી.

ગુન્ટરે કહ્યું કે, તેમના 8 વર્ષના કાર્યકાળ દરમિયાન PM ટ્રુડોએ વિદેશી સંબંધોને બગાડવામાં કોઈ કસર છોડી નથી.

પ્લેનમાં ખરાબીના કારણે PM ટ્રુડો ભારતમાં ખૂબ જ અસ્વસ્થ હતા અને તેઓ સોમવારે લલિત હોટેલમાં તેમના રૂમમાંથી બહાર પણ ન આવ્યા. પ્લેનની ખામીને લઈને કેનેડિયન મીડિયામાં PM ટ્રુડો પર પણ આકરા પ્રહારો થઈ રહ્યા છે.

કેનેડિયન ટેલિવિઝન નેટવર્ક CTV ન્યૂઝે એક અહેવાલમાં કહ્યું, 'તે શરમજનક છે, એક દેશ તરીકે આપણા માટે શરમજનક છે. આપણા PM જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા છે, તેમાં ખામી સર્જાઈ છે, જે દર્શાવે છે કે, આપણે આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કેવી રીતે કાળજી લઈ રહ્યા છીએ.'

કેનેડાના ગ્લોબલ ન્યૂઝે તેના એક રિપોર્ટમાં કહ્યું કે, PM મોદી અને PM જસ્ટિન ટ્રુડો વચ્ચે એક અજીબ સંબંધ છે, જેનું સ્તર G20 સમિટ દરમિયાન વધુ નીચે આવી ગયું.

ગ્લોબલ ન્યૂઝે કહ્યું, 'ભારતીય મીડિયામાં PM ટ્રુડોને નિશાન બનાવવામાં આવ્યા હતા. એવી હેડલાઇન્સ પ્રકાશિત કરવામાં આવી હતી કે, સમિટ દરમિયાન PM ટ્રુડો અલગ થલગ પડી ગયા હતા. PM મોદી અને PM ટ્રુડો વચ્ચે માત્ર ટૂંકી દ્વિપક્ષીય બેઠક થઈ હતી, જ્યારે PM મોદીએ અન્ય નેતાઓ સાથે લાંબી અને ઔપચારિક વાતચીત કરી હતી. કેનેડામાં ચાલી રહેલા ખાલિસ્તાની આંદોલનને લઈને PM મોદી અને PM ટ્રુડો વચ્ચે તણાવ છે. ભારત આ અંગે સતત વાંધો ઉઠાવી રહ્યું છે.'

કેનેડાની ન્યૂઝ ચેનલે કહ્યું કે, PM ટ્રુડોની આ બીજી ભારત મુલાકાત છે, જે ખૂબ જ ખરાબ અનુભવવળી રહી હતી. PM જસ્ટિન ટ્રુડો PM બન્યા પછી 2018માં પ્રથમ વખત ભારત આવ્યા હતા અને તે મુલાકાત પણ ખૂબ જ ખરાબ રહી હતી. તે મુલાકાત દરમિયાન તેણે એક 'દોષિત આતંકવાદી'ને પોતાની સાથે ડિનર માટે આમંત્રિત કર્યા હતા, જેના પછી તેની ઘણી ટીકા થઈ હતી.

કેનેડિયન અખબાર ધ ટોરોન્ટો સને તેના એક લેખમાં PM ટ્રુડોની ભારત મુલાકાતને લઈને આકરી ટીકા કરી છે. અખબારે લખ્યું છે કે, PM ટ્રુડો ખૂબ જ ખરાબ પ્રવાસ બાદ દેશમાં પરત ફર્યા છે.

અખબારે લખ્યું, 'G20 સમિટમાં લીધેલા ફોટા એ વાતનો પુરાવો છે કે, કોઈ PM ટ્રુડો સાથે વાત કરવા કે હાથ મિલાવવા માગતું ન હતું. તે ઉદાસ દેખાતો હતો અને તેનું પ્લેન બે દિવસ સુધી ભારતમાં રોકાઈ રહ્યું હતું.

PM ટ્રુડોના ભારત પ્રવાસે તેમની સ્થાનિક રાજનીતિ માટે પણ સમસ્યા ઊભી કરી છે. કેનેડિયન અખબારે લખ્યું છે કે, જ્યારે ભારતમાં PM ટ્રુડોની અવગણના કરવામાં આવી રહી હતી, ત્યારે કેનેડામાં તેમના મુખ્ય રાજકીય હરીફ પિયર પોઈલીવરે માટે, તે સપ્તાહનો અંત તેમની રાજકીય કારકિર્દીનો શ્રેષ્ઠ સપ્તાહ હતો. એટલું જ નહીં, લિબરલ પાર્ટીના નેતા PM ટ્રુડોની પોતાની પાર્ટીના સાંસદો તેમની ટીકા કરી રહ્યા છે.

નામ ન આપવાની શરતે એક સાંસદે કહ્યું, 'આ એ જ PM છે જે પુરી વાત સાંભળ્યા પહેલા જ પોતાના નેતાઓને ચૂપ કરી દે છે. તમે જે પણ કહો છો, તેને તે ગમતું નથી, તે હંમેશા વાત ની વચ્ચે જ રોકી દે છે. અન્ય એક સાંસદે કહ્યું, 'લોકોનો તેમનાથી મોહભંગ થઇ ચુક્યો છે, ખરેખર... મોહભંગ થઇ ચુક્યો છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp