મશીને જે કામ ન કર્યું એ કામ ડોગીએ કરી દીધું, 10 હજાર કરોડનું....

PC: nypost.com

ચોરી અને તસ્કરીના કેસમાં ચોર એવા એવા કારનામાં કરે છે કે જેના કારણે પોલીસ પણ છેતરાઈ જાય છે. આ લોકો પોલીસની નજરોથી બચાવીને ડ્રગ્સ તસ્કરી પણ ખૂબ કરે છે. અત્યારે એક નવી ઘટના ઈટાલીથી સામે આવી છે, જ્યાં એક કેળાંના એક્સપોર્ટ બોક્સોની અંદર ડ્રગ્સની તસ્કરી કરવામાં આવી રહી હતી. પોલીસને એ વાતની જાણકારી મળી જાય છે અને પોલીસ દ્વારા ડ્રગ્સની ટ્રેકિંગ પણ કરી લેવામાં આવી, પરંતુ શંકા જવા છતા તસ્કરીના પુરાવા ન મળવાના કારણે ડ્રગ તસ્કરને પકડી નહીં શકાયા. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ આ શું છે આખો મામલો, ચાલો આપણે જાણીએ.

આ ઘટના ઇટાલીની છે. અહીં ડ્રગ્સ તસ્કર કેળાંના એક્સપોર્ટર બોક્સોમાં ડ્રગ્સ લઈને નીકળ્યા હતા. આ બોક્સની તપાસ જ્યારે સ્કેનરથી કરવામાં આવી, તો ડ્રગ્સની જાણકારી ન મળી શકી. એ સિવાય પોલીસ એક જાસૂસી કૂતરાને લઈ આવી, ત્યારબાદ આ આખી ડ્રગ્સ તસ્કરીનો ખુલાસો થયો. ઇટાલીની પોલીસે કહ્યું કે, ઈક્વાડોરથી કેળાંના ઘણા ડબ્બા ઈટાલીના તટ પર પહોંચ્યા હતા. પોલીસનો કૂતરો કેળાં બોક્સોની તપાસ દરમિયાન અચાનક ભસવા લાગ્યો, જ્યારે તેને પહેલા સ્કેનરથી ચેક કરવામાં આવ્યું હતું, તો તેમાં કંઈ નીકળ્યું નહોતું.

હવે મામલો ત્યારે સામે સામે આવ્યો, જ્યારે કૂતરો ભસવા લાગ્યો. આ કૂતરો જર્મન શેફર્ડ હતો, જેની સૂંઘવાની ક્ષમતા સૌથી વધુ હોય છે. તેની આ ક્વાલિટીનો ઉપયોગ કરી પોલીસ અંતે તસ્કરોને પકડવામાં સફળ થઈ શકી. તેમણે કહ્યું કે, 70 ટન કેળાંના બોક્સોમાં લગભગ 2700 કિલોગ્રામ કોકિનની તસ્કરી ક્રોએશિયા, જોર્જિયા અને ગ્રીસમાં કરવામાં આવી રહી હતી. તેની અંદાજિત કિંમત 130 મિલિયન ડૉલરની આસપાસ હતી. ભારતીય ચલણ મુજબ જોવા જઈએ તો 10,711 કરોડ રૂપિયા બરાબર છે.

આ ડ્રગ્સ ઈટાલીના સૌથી વ્યસ્ત બંદરગાહથી પકડાયું હતું. આ લાંબા સમયથી ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો હતો. શહેરથી નજીક હોવાના કારણે બંદરગાહની આસપાસ ડ્રગ્સનો કારોબાર ખૂબ તેજીથી ફેલાઈ રહ્યો હતો. રિપોર્ટ્સ મુજબ, ડ્રગ્સના આ કંસાઇનમેન્ટને ઈટાલીના માર્ગે આર્મેનિયા મોકલવામાં આવી રહ્યું હતું. પોલીસને ગિયોઇયા તાઉરો પોર્ટ પર આવેલા 2 કન્ટેનર્સમાં કંઈક શંકાસ્પદ મળ્યું હતું, એટલે આ કન્ટેનર્સની તપાસ કરવાનો નિર્ણય લીધો.

પોલીસને જાણકારી મળી હતી કે, જે કંપનીએ આ કેળાં મોકલ્યા હતા, તેણે પહેલા ક્યારેય આટલી મોટી માત્રામાં ફળ મોકલ્યા નહોતા. ત્યારબાદ અધિકારીઓ કૂતરાની મદદ લીધી અને કેળાંના મોટા ઢગ વચ્ચેથી કોકીન ભરેલા બોક્સોને શોધી કાઢ્યા. પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 2021ની શરૂઆતથી કસ્ટમ અધિકારીઓ 37 ટન કોકિન જપ્ત કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp