26th January selfie contest

ટોક્યો છોડીને જતા પરિવારને 6.5 લાખ આપી રહી છે જાપાન સરકાર? ચોંકાવી દેશે કારણ

PC: news18.com

વધતી જતી વસ્તીને નિયંત્રિત કરવા માટે, સમગ્ર દુનિયાની સરકારો સમય સમય પર અનેક પગલાંઓ લેતી રહે છે. આ દરમિયાન, પોતાના શહેરોમાં વસ્તીનું યોગ્ય સંતુલન જાળવવા માટે જાપાને જે રસ્તો કાઢ્યો છે તેની ચર્ચા જોર પકડી રહી છે.

જાપાન સરકારનો નિર્ણય

જાપાનની સરકાર લાંબા સમયથી ટોક્યોમાં રહેતા લોકોને રાજધાની છોડવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ માટે તે પરિવારોને પ્રોત્સાહન રકમ પણ આપી રહી હતી, જેને હવે વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોત્સાહન નીતિને વર્ષ 2019મા શરૂ કરવામાં આવી હતી, જેનો હેતુ બાળકોનો એવા વિસ્તારમાં ઉછેર કરવાનો છે જ્યાં જન્મ દર પહેલેથી જ ઓછો છે અને ત્યાંની બાકીની વસ્તી વૃદ્ધ થઈ રહી છે. પહેલા, જાપાનની સરકાર આ યોજનામાં ભાગ લેતા લોકોને 7 લાખ યેન પ્રતિ બાળકની પ્રોત્સાહન રકમ આપતી હતી, હવે તેને વધારીને 10 લાખ યેન એટલે કે લગભગ 6.5 લાખ રૂપિયા પ્રતિ બાળક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારનો ટારગેટ

એક મીડિયા રિપોર્ટ મુજબ, 2019મા માત્ર 71 પરિવારો જ આ યોજનાનો ભાગ બન્યા હતા, જે 2020 આવતા આવતા 290 થઈ ગયા હતા. હવે જાપાનની સરકારનો પ્રયાસ આ યોજનામાં ભાગ લેનારા પરિવારોની સંખ્યા આગામી 5 વર્ષમાં વધારીને 10 હજારને પાર પહોંચાડવાની છે. આ માટે જાપાનની સરકાર દૂરસ્થ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓમાં ઝડપથી વધારો કરી રહી છે.

આ શરતોને પૂર્ણ કરવી પડશે

આ યોજનાનો લાભ લેતા લોકોએ નવી જગ્યા પર જઈને સ્થાનિક વહીવટીતંત્ર પાસે આગામી ત્રણ મહિનાથી એક વર્ષની વચ્ચે પહોંચવું પડશે અને ત્યાં રહેવાના પોતાના હેતુની જાણકારી આપતા એ સોગંદનામું આપવું પડશે કે તેઓ ત્યાં પાંચ વર્ષ સુધી રહેશે. જો તેઓ પાંચ વર્ષ સુધી એ જગ્યાએ જ નહીં રહશે તો તેમની પાસેથી આ પ્રોત્સાહન રકમ સરકાર પાછી લઈ લેશે. આ કાર્યક્રમમાં એવા પરિવારોને વધુ આર્થિક સહાય આપવામાં આવશે જેમાં એક કરતાં વધુ બાળકો છે. વર્ષ 2021મા, 1184 પરિવારોએ ટોક્યો છોડ્યું હતું જેમને મદદ આપવામાં આવી હતી. આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિએ પોતાના રોજગારની જવાબદારી પોતે ઉઠાવવાની રહેશે. પરંતુ યોગ્યતાની માત્ર આટલી જ શરતો નથી. માતા-પિતા નાની અને મધ્યમ કદની કંપનીમાં કામ કરતાં હોવા જોઈએ જે તે જ વિસ્તારમાં પણ હોય જ્યાં તેઓ જઈ રહ્યા છે જેથી તેઓ તેમનું જૂનું કામ ચાલુ રાખી શકે. અથવા પછી એવું હોવું જોઈએ કે તેઓ ઈન્ટરનેટ દ્વારા તેમનું જૂનું કામ ચાલુ રાખી શકે અને અથવા પછી એવા લોકો હોવા જોઈએ કે જેઓ નવા વિસ્તારમાં નાના વ્યવસાય શરૂ કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp