શું છે ફોટો વૉયરિઝ્મ અને અપસ્કર્ટિંગ, જેના પર જાપાનમાં બનવા જઈ રહ્યો છે કાયદો

PC: dw.com

સેક્સ ક્રાઇમ એટલે કે એવો ક્રાઇમ જેમા કોઈપણ વ્યક્તિ સેક્સુઅલી પ્રભાવિત થાય છે. મોટાભાગના દેશ આ ક્રાઇમ વિરુદ્ધ ખૂબ જ કડક છે પરંતુ, જાપાન હવે આ કાયદામાં એક નવો બદલાવ કરવા જઈ રહ્યું છે. અહીં અપસ્કર્ટિંગ અથવા ફોટો વૉયરિઝ્મ માટે કોઈ કડક કાયદો નહોતો બન્યો પરંતુ, હવે જાપાન તેના પર લૉ રિફોર્મ કરી રહ્યું છે. દુનિયાના બાકી દેશોની જેમ જાપાનમાં પણ ફોટો વૉયરિઝ્મના મામલા સતત વધતા જઈ રહ્યા છે. આખરે શું હોય છે આ ફોટો વૉયરિઝ્મ?

સુંદર છોકરી જોઈ અને દૂરથી જ પાડી લીધો ફોટો. ક્લબ, ડિસ્કો, પબ, સ્વિમિંગ પૂલ, મોલ અથવા તો પછી ચેન્જિંગ રૂમમાં છોકરીઓની અશ્લીલ તસવીર પાડવાના મામલા સામે આવે છે. લોકો નાના કપડાં પહેરેલી છોકરીને જોઈને દૂરથી તેનો ફોટો પાડી લે છે અથવા તો પછી વીડિયો બનાવી લે છે. છોકરીને જાણ પણ નથી થતી કે તેનો ફોટો પાડવામાં આવ્યો છે. આ પ્રકારના ફોટોને બાદમાં અશ્લીલ સાઇટ્સ પર અપલોડ કરી દેવામાં આવે છે અથવા સોશિયલ સાઇટ્સ દ્વારા વાયરલ કરી દેવામાં આવે છે.

છોકરીની મરજી વિના તેના નાના કપડાંની તસવીર લઇને તેને સોશિયલ સાઇટ્સ અથવા તો પછી અશ્લીલ સાઇટ્સ પર અપલોડ કરવા એ જ ફોટો વૉયરિઝ્મ કહેવાય છે. આમ તો છોકરીઓને તેની વિરુદ્ધ ફરિયાદ કરવાનો પૂરો અધિકાર છે પરંતુ, હવે જાપાન આવા મામલાઓ પર એક અલગ લૉ લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેના દ્વારા એવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય.

જાપાનની સંસદમાં ફોટો વૉયરિઝ્મ વિરુદ્ધ ચર્ચા શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ તેના પર બિલ આવી જશે. માનવામાં આવી રહ્યું છે કે, આ કાયદો આવ્યા બાદ મહિલાઓ વિરુદ્ધ થઈ રહેલા સેક્સ ક્રાઇમમાં ઘણી હદ સુધી કંટ્રોલ થઈ શકશે. સાથે જ જો કોઈ મહિલા આવી કોઈ ઘટનાનો શિકાર બને તો તેને આ કાયદા અંતર્ગત ફરિયાદ દાખલ કરાવવામાં પણ સરળતા રહેશે. આ ઉપરાંત, ફોટો વૉયરિઝ્મને ત્યાંની મોબાઇલ કંપનીઓ દ્વારા પણ નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત મોબાઇલમાં એવા ફીચર આપવામાં આવશે કે જો મોબાઇલ સાઇલેન્ટ પર પણ હોય તો પણ ફોટો પાડતી વખતે શટરનો અવાજ જરૂર આવશે. તેને કારણે છોકરીઓને જાણકારી મળી જશે કે ક્યારે તેમનો ફોટો પાડી લેવામાં આવ્યો.

દુનિયાના ઘણા દેશોમાં પહેલાથી જ તેના પર કાયદો બનાવવામાં આવ્યો છે. યુરોપિયન દેશો અને અમેરિકામાં સેક્સ ક્રાઇમ પર સ્ટ્રિક્ટ લૉ છે. તેમજ આપણા દેશમાં પણ સેક્સ ક્રાઇમ પર કાયદો બનાવવામાં આવ્યો છે અને ધારા 377 અંતર્ગત દસ વર્ષ સુધીની સજાનો પ્રાવધાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp