જાપાનમાં કુટુંબીઓ ભાડે આપવાનો ધંધો જોરમાં, કેટલોગ જોઇને પંસદ કરી શકો છો

PC: hivelife.com

જાપાનમાં એકલા રહેવાનું ચલણ એટલું વધી ચુક્યુ છે કે હવે ત્યાં ફેમિલી સ્ટ્રક્ચર સમાપ્ત થઈ રહ્યું છે. નેશનલ ઇન્ટીટ્યૂટ ઓફ પોપ્યુલેશન એન્ડ સોશિયલ સિક્યોરિટીના ડેટા કહે છે કે, વર્ષ 2040 સુધી દેશના 40 ટકા કરતા વધુ ઘરોમાં સિંગલ લોકો હશે, જે લોકોની સરેરાશ ઉંમર પાર થઈ ચુકી હશે.

પરિવારના નામ પર તેમની પાસે વૃદ્ધ માતા-પિતા હશે. આવા જ એકલા લોકોને ટાર્ગેટ કરતા જાપાનમાં રેન્ટલ ફેમિલી બિઝનેસ વધ્યો છે. તેમા ભાડા પર પરિવારના સભ્યો મળે છે. જાપાનીઓમાં કામ કરવાને લઇને એક પ્રકારનું ગાંડપણ જોવા મળે છે. ત્યાં સુધી કે, ઓવરવર્કના કારણે ઘણા મોત પણ થવા માંડ્યા છે. તેમ છતા જાપાનમાં યુવાનોથી લઇને વૃદ્ધો સુધી સતત કામ કરી રહ્યા છે. તેઓ ના તો પરિવારને સમય આપે છે, ના તેમની પાસે પરિવાર બનાવવાનો સમય છે. આ જ કારણ છે કે, ત્યાં ફેમિલી સમાપ્ત થઈ રહ્યા છે.

એવા પણ લોકો છે, જે દુનિયાથી એટલા કપાઈ ચુક્યા છે કે પછી ઇચ્છવા છતા લગ્ન નથી કરી શકતા. જાપાનની કેબિનેટ ઓફિસે આ વર્ષે એવા સોશિયલ લોનર્સના આંકડા આપ્યા. સરકાર માને છે કે, તેમને ત્યાં એકલા રહેવાના કારણે એકલા પડી ચુકેલા લોકો ઝડપથી વધ્યા. લગભગ દોઢ મિલિયન લોકો ઘરોમાં લગભગ બંધ થઈને રહી રહ્યા છે. તેઓ ઓફિસ તો જાય છે પરંતુ, ત્યારબાદ કોઈ સોશિયલ એક્ટિવિટી નથી થતી. દેશમાં આવા લોકો વધી તો રહ્યા છે પરંતુ, ત્યાં તેને સારી નજરથી જોવામાં નથી આવતું. જો કોઈ પોતાનું શહેર છોડીને બીજી જગ્યા પર નોકરી કરવા જાય તો જાપાનમાં પણ તેને ભાડા પર ઘર નથી મળતું. ત્યાં સુધી કે, ઓફિસ પાર્ટીઓમાં આમંત્રણ પણ આપવામાં નથી આવતું. આવા લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે ભાડા પર પરિવારનો બિઝનેસ ચાલ્યો.

એકલા રહેતા વ્યક્તિ દર કલાકના હિસાબે પરિવારના સભ્યો ભાડા પર લઈ શકે છે. ત્યાં સુધી કે તેઓ એ પણ પસંદ કરી શકે છે કે આવનારી વ્યક્તિ કયા રંગની, કેવા રીતભાતવાળી અને કયા કપડાં પહેરીને આવશે. એવુ એટલા માટે કારણ કે ફેમિલી મેમ્બર પરિવાર જેવા જ લાગે, બહારની વ્યક્તિ ના લાગે. તેની શરૂઆત 1987માં ટોકિયોમાં જાપાનીઝ એફિશિયન્સી કોર્પોરેશને કરી. ત્યારે આ શહેરમાં બહારથી આવેલા લોકો રહેતા હતા, જે પરિવારથી દૂર હતા. તેમને ફેમિલીવાળી ફીલિંગ આપવા માટે બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો અને આ રીતે કંપની બની ગઈ.

અલગ-અલગ કંપનીઓ તેના માટે અલગ-અલગ ચાર્જ લે છે પરંતુ, સામાન્યરીતે તે 20 હજાર યેન પ્રતિ મેમ્બર હોય છે. એટલે કે આશરે 200 ડૉલરમાં એક કલાકમાં માતા, પિતા, ભાઈ, બહેન અથવા પતિ-પત્ની ભાડા પર મળી જશે. ઘણીવાર લોકો ભાડાના પરિવારને વેકેશન પર પણ સાથે લઇ જાય છે. તેઓ સામાન્યરીતે ઘણુ બધુ કમાનારા સિંગલ લોકો હોય છે, જે સમજવા માંગે છે કે લગ્ન કરવા તેમને ફાવશે કે નહીં.

ભાડા પર આવનારા લોકો એક્ટર્સ હોય છે, જેને જે પણ રોલ આપવામાં આવે, તે સારી રીતે નિભાવે છે. પૈસા લઇને તેઓ સગા-સંબંધી બને છે અને કલાક અથવા દિવસ પૂરો થવા પર ચાલ્યા જાય છે. તેમના મનમાં ક્લાઇન્ટ માટે કોઇ ઇમોશન નથી હોતા. પરંતુ, ઘણીવાર ક્લાઇન્ટ્સ ભાડાના આ સભ્ય સાથે કનેક્ટ થઈ જાય છે. તેઓ તેમનો પીછો કરવા માંડે છે અથવા તો તેમને મળવા પહોંચી જાય છે. રેન્ટલ સર્વિસ ચલાવનારી કંપનીઓ પોતાના ક્લાઇન્ટનું બેકગ્રાઉન્ડ ચેક કરે છે. જુએ છે કે, તે કેટલો વિશ્વાસપાત્ર છે, ત્યારબાદ જ પોતાના એક્ટર્સને તેમની સાથે મોકલે છે. એક્ટર પોતાના ક્લાઇન્ટને એવુ પણ પૂછી શકે છે કે, તેઓ કયા ખાસ પળને સૌથી વધુ યાદ કરે છે જેથી સર્વિસ દરમિયાન તે મેમરીને જીવી શકાય. તેના કારણે સંબંધ અસલી લાગે છે.

પતિ-પત્ની અથવા પ્રેમી-પ્રિમિકાવાળા સંબંધમાં કંપનીઓ ખૂબ જ એલર્ટ રહે છે. ક્લાઇન્ટને તેમની પસંદ-નાપસંદ પૂછવામાં આવે છે. તેને એક્ટર્સના કેટલોગ મોકલવામાં આવે છે જેમાંથી તેઓ પસંદ કરી શકે. નામ ફાઇનલ થયા બાદ ઇમેલ અથવા ફોન પર બંને વાત કરે છે. ત્યારબાદ જ એક્ટરની ક્લાઇન્ટ સાથે મીટિંગ કરાવવામાં આવે છે. ઘણી કંપનીઓ રેન્ટ પર ભાઈ-બહેન પણ પ્રોવાઇડ કરે છે. તેમા સામાન્યરીતે દિવસો અથવા અઠવાડિયાનો કરાર હોય છે. તેમા ફીની સાથે ખાવા-પીવાનું તેમજ આવવા જવાનું ભાડુ પણ સામેલ હોય છે. અથવા વૃદ્ધોને યુવાન બાળકો અપાવવામાં આવે છે, જેથી તેઓ પરિવારનું સુખ માણી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp