જાપાનમાં યુવાનોને સરકાર શા માટે આપી રહી છે દારૂ પીવાનું આમંત્રણ? જાણો કારણ

PC: unlockfood.ca

જાપાન સાથે બાકી દેશોની તુલના કરીએ તો લગભગ દરેક દેશમાં આલ્કોહોલ કન્જપ્શન વધી રહ્યું છે, જ્યારે જાપાન તેમાં પાછળ જઈ રહ્યો છે. અહીં સુધી કે ત્યાંના યુવાનો 60 પારના વૃદ્ધોથી દારૂની બાબતે પાછળ છે. વર્ષ 1995માં 26 ગેલનથી વધારે દારૂ પીવામાં આવ્યો, જ્યારે વર્ષ 2020માં તે ઘટીને 20 ગેલન રહી ગયો. તેની અસર ટેક્સ રેવેન્યૂ પર પણ થઈ. વર્ષ 2020માં જાપાનના ટેક્સ રેવેન્યૂમાં દારૂનો હિસ્સો ઘટીને 1 ટકા રહી ગયો. એ અત્યાર સુધીના રેકોર્ડમાં સૌથી ઓછો છે.

જાપાનની સરકાર પોતાના યુવાનોને તેના માટે જવાબદાર માની રહી છે. તે માને છે કે આ પેઢી કામમાં એટલી માઠી રીતે ખોવાઈ છે કે તેને દારૂ કે દુનિયાના કોઈ પણ શોખ સાથે ખાસ મતલબ નથી. તે એક રીતે તો સારી વાત છે, પરંતુ ત્યારે નહીં, જ્યારે અસર સરકારી ખજાના પર પડવા લાગે. હવે ત્યાં ‘સેક વિવા’ નામનું અભિયાન ચલાવવું પડ્યું છે, જેનો અર્થ છે કે લોંગ લિવ આલ્કોહોલ ડ્રિંક. આ અભિયાન કામના માર્યા જાપાનીઓને આશ્વસ્ત કરે છે કે યોગ્ય સમય પર યોગ્ય અમાઉન્ટમાં દારૂ પીવાથી તે તણાવ પણ ઓછો કરે છે અને જીવવાની ઈચ્છા પણ વધારે છે. તેમાં 20 થી 39 વર્ષના લોકોને દારૂના ફાયદા ગણાવવામાં આવી રહ્યા છે.

અહી સુધી કે દેશી વિદેશી દારૂની બ્રાન્ડ અને તેના અલગ અલગ બેનિફિટ પણ બતાવવામાં આવી રહ્યા છે. એક તરફ જાપાનમાં દારૂ પીવાનું સરકારી અભિયાન ચાલી રહ્યું છે, તો બીજી તરફ તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. તેનું કારણ છે કે ત્યાં ભલે ઓછી વસ્તી દારૂ પી છે, પરંતુ ખૂબ પીવે છે. એવામાં ઘણા ઇકોનોમિસ્ટ ડરેલા છે કે ક્યાંક યુવા લોકોમાં એવી લત નાખીને દેશની હાલત ખરાબ ન થઈ જાય. પોતે જાપાનની હેલ્થ મિનિસ્ટ્રી માને છે કે તેમને ત્યાં 9.8 મિલિયન લોકો પટેન્શિયલી એડિક્ટેડ છે. મતલબ હેવી ડ્રિંકર. દેશની ઇકોનોમીમાં આ લોકોનું યોગદાન સૌથી ઓછું છે. એવામાં યુવાનોને દારૂનું આમંત્રણ આપવું આફત લાવવા જેવું છે.

લોકો વધુમાં વધુ દારૂ પી. તેના માટે અભિયાન ચસાવનારો જાપાન એકમાત્ર દેશ નથી. વર્ષ 2004માં ફ્રેંચ સિનેટર્સે 130 પાનાંનો પત્ર  સંસદમાં આપ્યો, જેમાં તેમણે માગ કરી હતી કે દારૂનો ખૂબ પ્રચાર પ્રસાર કરવા દેવામાં આવે. રિપોર્ટનું નામ હતું “ધ વ્હાઇટ બૂક ઓન ફ્રેંચ વાઇન ગ્રોઇંગ.” તેમાં વાઇનને ફ્રાન્સના કલ્ચર અને ત્યાંના ઇતિહાસ અને ત્યાં સુધીની આઇડેન્ટિટી સાથે જોડતા સાંસદોએ વાઇન પર વધારેમાં વધારે સરાકરી જાહેરાત બનાવવાની અરજી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp