જાપાનમાં સમુદ્ર કિનારે પર મચ્યો હાહાકાર! લોખંડનો વિશાળ ગોળો મળતા સરકારની વોર્નિગ

PC: twitter.com/cheguwera

બુધવારે જાપાનના શહેર હમામાત્સુના સમુદ્ર કિનારે લોખંડનો મોટો ગોળો મળવાથી હાહાકાર મચી ગયો હતો. તેને લઇને જાપાની સેના, પોલીસ અને કોસ્ટ ગાર્ડ બધા એલર્ટ છે. આ વિશાળ ગોળાની તસવીરોથી સોશિયલ મીડિયામાં પણ હલચલ વધી છે. સામાન્ય નાગરિકો સાથે જ જાપાની અધિકારીઓએ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર આ ગોળાની તપાસ કરતા અધિકારીઓના વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી જાણકારી મળી શકી નથી કે આખરે લોખંડનો આ વિશાળ પોલણવાળી ગોળા જેવી આ વસ્તુ શું છે અને તે જાપાન સુધી કેવી રીતે પહોંચી?

અસાહી ન્યૂઝના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ટોક્યોથી લગભગ 155 માઇલ દૂર દક્ષિણ તટિય શહેર હમામાત્સુમાં એક નાગરિકે સૌથી પહેલા આ વિશાળ બૉલ જોયો હતો અને તેણે જ પોલીસને સવારે 9 વાગ્યે ફોન કરીને જાણકારી હતી. તેણે જણાવ્યું હતું કે સમુદ્ર કિનારા પર એક મોટી ગોળ વસ્તુ ઉપસ્થિત છે. આ સૂચના બાદ જ જાપાની મીડિયામાં પણ સનસની ફેલાઇ ગઇ છે. જો કે, વિશેષજ્ઞો દ્વારા એક્સ-રે ટેક્નિકનો ઉપયોગ કર્યા બાદ ઓબ્જેક્ટના ઇન્ટિરિયરની તપાસ કરવા માટે નકારી દેવામાં આવ્યું છે અને જાણવા મળ્યું કે તે પોલો હતો.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગોળાનું ડાયામીટર લગભગ 1.5 મીટરનું છે. એવી આશંકા હતી કે આ કોઇ બોમ્બ હોય શકે છે કે પછી કોઇ માઇન. જો કે, તેની તપાસ એક્સ-રે દ્વારા કરાતા ખબર પડી કે તે પોલો છે. પોલીસે ગોળાની તપાસ માટે બોમ્બ નિરોધક ટીમ પણ બોલાવી હતી અને કેટલાક તપાસ કરતા સ્પેશિયલ સુરક્ષા ડ્રેસ પહેરીને ગોળાની તપાસ  કરતા પણ નજરે પડ્યા હતા.વિશાળ ગોળો માર્યા બાદ સ્થાનિક પ્રશાસને તાત્કાલિક પ્રતિબંધ લગાવતા સમુદ્ર કિનારે સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો.

એ વિસ્તારને પોલીસ, સુરક્ષા ગાર્ડ અને કોસ્ટલ ગાર્ડ્સે ઘેરી રાખ્યો હતો. જો કે, સાંજે 4 વાગ્યે આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો. વાઇસ ન્યૂઝના રિપોર્ટ્સ મુજબ આ એક મોટો ગોળો છે, જેના પર હૂક લાગેલી છે અને તે કોઇ અન્ય વસ્તુને પાણીની સપાટી પર બનાવી રાખવામાં મદદગાર સાબિત થઇ શકે છે. જો કે, જાપાની સુરક્ષા બળો અને પોલીસે આગળની તપાસ માટે ગોળાને પોતાની કસ્ટડીમાં રાખ્યો છે અને આ બાબતે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp