ઓસ્ટ્રેલિયામા ભારતીય નર્સિંગની વિદ્યાર્થીનીને એક્સ લવરે જીવતી દફનાવી દીધી

PC: indiatoday.in

ઓસ્ટ્રેલિયાના એડિલેડ શહેરમાંથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીં એક પ્રેમીએ બદલાની આગમાં 21 વર્ષીય ભારતીય નર્સિંગની વિદ્યાર્થીનીનું અપહરણ કરી તેને જીવિત દફનાવી દીધી. દફનાવતા પહેલા આરોપીએ મૃતકાને ઘણી ઈજાઓ પણ પહોંચાડી. આરોપી પ્રેમી મૃતકાનું અપહરણ કરી લગભગ 650 કિલોમીટર દૂર લઈ ગયો અને દક્ષિણ ઓસ્ટ્રેલિયા રાજ્યના ફ્લિંડર્સ રેન્જમાં તેને જીવતી દફનાવી દીધી.

ઓસ્ટ્રેલિયાના એડીલેડમાં ભારતીય યુવતીને જીવતી દફનાવવાનો મામલો સામે આવ્યો છે. આરોપ એક ભારતીય પર જ લાગ્યા છે. મૃતક અને આરોપી બંને પંજાબના છે. મૃતકની ઓળખ સંગરૂર જિલ્લાના નારાયણગઢ ગામમાં રહેતી જસમીન કૌર તરીકે થઈ છે. આરોપીની ઓળખ લુધિયાણા જિલ્લાના ખન્નાની પાસે બુલાલોમાં રહેતા તારિકજોત સિંહ તરીકે થઈ છે. ઓસ્ટ્રેલિયન પોલીસે મામલો સોલ્વ કરતા તારિકની ધરપકડ કરી લીધી છે.

મૃતકના મામા કુલવંત સિંહ દહેડાએ જણાવ્યું કે, જસમીન અઢી વર્ષ પહેલા નર્સિંગ કોર્સ કરવા એડીલેડ ગઈ હતી. ત્યાં તારિક તેની પાછળ પડી ગયો હતો. તે તેને હેરાન કરતો હતો. તારિક ત્યાં પોતાની માસી રાજવીર કૌર પાસે રહે છે. જસમીન પાર્ટ ટાઇમ જોબ પણ કરતી હતી. ત્યાં જ તારીક પણ કામ કરતો હતો પરંતુ, તે તેને હેરાન કરતો હતો. જસમીને આ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી છતા, તારિક તેની પાછળ પડ્યો રહેતો હતો.

આ અંગે જસમીને પોતાના ઘરના સભ્યોને પણ જણાવ્યું હતું. દરમિયાન, જસમીન ગાયબ થઈ ગઈ. પરિવારજનોને જ્યારે આ વાતની જાણકારી મળી તો તેમણે ત્યાં એક સહયોગીની મદદથી પોલીસને ફરિયાદ કરી. પરિવારજનોએ તારીક પર જસમીનને ગાયબ કરવાનો આરોપ લગાવ્યો. કાર્યવાહી કરતા પોલીસે તારિકને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરી. કડકાઈપૂર્વક પૂછપરછ કરવા પર તારિકે પોતાનો ગૂનો કબૂલ કરી લીધો અને તેણે જણાવ્યું તે, તેણે જસમીનની હત્યા કરી દીધી છે. તારિકે જે જગ્યા જણાવી ત્યાંથી પોલીસે જસમીનનું શવ પણ જપ્ત કરી લીધું. તારિકે જસમીનને એડીલેડથી 650 કિમી દૂર દફનાવી હતી. પોલીસે મામલામાં આગળની કાર્યવાહી કરતા આરોપી તારિકજોત સિંહ અને તેના માસા-માસીની ધરપકડ કરી લીધી છે. હવે પોલીસ જસમીનની હત્યા કરવાના કારણો શોધી રહી છે.

એડિલેડ શહેરની જસમીન કૌરની હત્યા તારિકજોત સિંહે માર્ચ 2021માં કરી હતી. જસમીન કૌરનું 5 માર્ચ, 2021ના રોજ તેના કાર્યસ્થળથી અપહરણ કરી લેવામાં આવ્યું હતું. તારિકજોત દ્વારા અપહરણ કરાયા બાદ નર્સિંગની સ્ટુડન્ટે અસામાન્ય ક્રૂરતાનો સામનો કરવો પડ્યો હતો. તેને ટેપ અને તારો વડે બાંધી દેવામાં આવી અને આંખો પર પટ્ટી બાંધીને અને જીવિત રહેતા તેને દફનાવી દેવામાં આવી હતી. જસમીનના ગળા પર પણ ઇજાના નિશાન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp