13 વર્ષના છોકરાએ પિતા અને પુત્ર પર વરસાવી ગોળીઓ

PC: navbharattimes.indiatimes.com

પૂર્વી યરુશલમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 13 વર્ષીય ફિલિસ્તિની છોકરાએ એક પિતા અને પુત્ર પર ગોળીઓ વરસાવી દીધી. પોલીસે કહ્યું કે, આ હુમલો શનિવારે સવારે સિલવાનમાં જૂની ચાર દીવાલવાળા શહેર બહાર થઇ છે. આ હુમલો શુક્રવારે થયેલા હુમલા બાદ થયો છે. જેમાં 7 લોકોના મોત થઇ ગયા હતા. રિપોર્ટ મુજબ, પોલીસે જણાવ્યું કે, 47 વર્ષીય પિતા અને 23 વર્ષીય તેના પુત્રને 13 વર્ષીય છોકરાએ ગોળી મારી છે. ગોળીઓ બંનેના શરીરના ઉપરના હિસ્સામાં લાગી છે.

બંનેને ઇમરજન્સીમાં હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા. હુમલાવરની સ્થિતિ બાબતે જણાવવામાં આવ્યું નથી. આ ઘટના ચર્ચાનો વિષય બની છે. પોલીસ અધિકારી પણ આ ઘટના બાદ હેરાન છે. તેના એક દિવસ પહેલા ઇઝરાયલે રોકેટ હુમલાના જવાબમાં ગાજા પર આખી રાત બોમ્બમારો કર્યો હતો. પોલીસે આ અગાઉ શુક્રવારે આરધાનલયમાં થયેલા હુમલામાં 42 લોકોની ધરપકડ કરવાની જાહેરાત કરી હતી. છેલ્લો એટેક 21 વર્ષના ફિલિસ્તિની યુવકે પૂર્વી યરુશલમમાં ફાયરિંગ કરી દીધી હતી. યરુશલમમાં સિલસિલેવાર થયેલી ફાયરિંગની ઘટનાઓ ફરી એક વખત ત્યાંની શાંતિના આહ્વાનની હકીકત ઉજાગર કરી દીધી છે કેમ કે શુક્રવારે થયેલા હુમલામાં 7 લોકોના મોત થઇ ગયા હતા, જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા.

યહૂદી ધર્મસ્થળ પર થયેલા હુમલાને ઇઝરાયલ પોલીસે આતંકી હુમલો ગણાવ્યો હતો. સાથે જ કહ્યું હતું કે, તે પૂર્વી યરુશલમના કબજાવાળા યહૂદી ક્ષેત્રના નેવે યાકોવમાં થયો છે. ગાજામાં હમાસના પ્રવક્તા હમેજ કાસિમે કહ્યું કે, આ ઓપરેશન જેનિનમાં કબજાનો જવાબ છે. આ હુમલાની ફિલિસ્તિની ઇસ્લામિક જિહાદે વખાણ કર્યા, પરંતુ હુમલાનો દાવો ન કર્યો. તો અમેરિકાએ આ હુમલાની નિંદા કરી છે. તો ઇઝરાયલી સેના અને ફિલિસ્તીન વચ્ચે ગુરુવારે થયેલા એક મંડપમાં 9 ફિલિસ્તિનીઓના મોત થઇ ગયા હતા.

આ ઘટના બાદ ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે, તેમણે કોઇ નિર્દોષની હત્યા કરી નથી, પરંતુ તે જેનિનમાં ઇસ્લામિક જિહાદ આતંકવાદી સંગઠન સાથે સંબંધીત આતંકવાદી ટીમને પકડવા ગઇ હતી. તો સ્થાનિક લોકો દાવો કરે છે કે ઇઝરાયલી સેના મોટા ભાગે નિર્દોષ લોકોને નિશાનો બનાવે છે. વર્ષ 2008 બાદ આ સૌથી ઘાતક હુમલો હતો. આ ઘટનામાં એવા સમયે થઇ જ્યારે એક દિવસ બાદ જ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ક્ષેત્રનો પ્રવાસ કરવાના હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp