લદાખ બોર્ડર પર તૈનાત ચીની સૈનિકોને જિનપિંગે પુછ્યું, તાજા શાકભાજી મળી રહ્યા છે?

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પૂર્વ લદ્દાખમાં ભારત-ચીન સરહદ પર તૈનાત ચીની સૈનિકો સાથે વીડિયો લિંક દ્વારા વાતચીત કરી છે. શી જિનપિંગે પીપલ્સ લિબરેશન આર્મીના હેડક્વાર્ટરથી આ સૈનિકોને સંબોધિત કર્યા અને સૈનિકોની યુદ્ધ તૈયારીઓની સમીક્ષા કરી. ચીનના સત્તાવાર મીડિયાએ આ અંગે માહિતી આપી છે. પૂર્વ લદ્દાખમાં ભારત-ચીન સરહદ સૌથી મુશ્કેલ જગ્યાઓમાંથી એક છે. અહીં શિયાળામાં તાપમાન માઈનસ 20-30 ડિગ્રી સુધી નીચે જાય છે. ભારત અને ચીનના હજારો સૈનિકો અહીં સરહદની સુરક્ષા માટે તૈનાત છે. અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે તાજેતરમાં થયેલા ઘર્ષણ બાદ આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે જ્યારે જિનપિંગે લદ્દાખ સરહદ પર તૈનાત ચીની સૈનિકો સાથે વાતચીત કરી છે.

ચીનના સરકારી મીડિયા દ્વારા જારી કરવામાં આવેલા એક વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે જિનપિંગે આ સ્થાન પર તૈનાત સૈનિકોને કહ્યું કે હાલના સમયમાં આ વિસ્તાર સતત બદલાઈ રહ્યો છે'અને આ બદલાવની સેના પર કેવી અસર પડી છે. શી જિનપિંગ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ અને પીએલએના કમાન્ડર-ઈન-ચીફ પણ છે.

ચીનમાં નવા વર્ષની શરૂઆત થવાની છે. આ પ્રસંગે જિનપિંગે સૈનિકો સાથે સંવાદ શરૂ કર્યો છે. સૈનિકો સાથેની વાતચીતમાં જિનપિંગે એ વાતની પણ માહિતી મેળવી કે યુદ્ધની સ્થિતિમાં ચીની સૈનિકો કેટલાં તૈયાર છે. જિનપિંગે પીએલએ, પીપલ્સ આર્મ્ડ પોલીસ ફોર્સ, સેનામાં તૈનાત લોકો અને રિઝર્વ્ડ પોલીસ સાથે મુલાકાત કરી રહ્યા છે અને તેમને નવા વર્ષની શુભેચ્છા આપી રહ્યા છે. આ દરમિયાન ખુંબરેજમાં એક બોર્ડર પોઇન્ટ પર તૈનાત ચીની સૈનિકો સાથે જિનપિંગે વીડિયો કોન્ફરન્સીંગથી વાત કરી હતી.

જિનપિંગે આ બોર્ડરના સૈનિકોને પુછ્યુ હતું કે શું તેમને આવી દુર્ગમ જગ્યા પર તાજા શાકભાજી ખાવા માટે મળી રહ્યા છે? સરકારી મીડિયાએ કહ્યું છે કે જિનપિંગે સૈનિકોને તેમના સરહદ પેટ્રોલિંગ અને મેનેજમેન્ટ વિશે પણ પુછ્યું હતું.  આ સાથે જિનપિંગે પોતાના સૈનિકોને પ્રયાસ કરતા રહેવા અને નવું યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા. જિનપિંગે સૈન્યને યુદ્ધ માટે તૈયાર રહેવા અને રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક સ્થિરતાનું રક્ષણ કરવા હાકલ કરી છે, જેથી તમામ ચીની લોકો ખુશ અને સુરક્ષિત વસંત ઉત્સવની ઉજવણી કરી શકે.

 પૂર્વી લદાખ એ વિસ્તાર છે જ્યાં 5 મે 2020ના દિવસે પૈંગો પે ગગોં ઝીલ વિસ્તારમાં હિંસક અથડામણ પછી ભારત અને ચીન વચ્ચે મડાગાંઠ શરૂ થઇ હતી. એ પછી 15 જૂન 2020માં ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોએ દગો આપીને ભારતીય સૈનિકો પર હુમલો કરી દીધો હતો. ચીન સાથેની અથડામણમાં ભારતના 20 જવાનોએ શહીદી વહોરી હતી. એ પછી ભારતીય સૈન્યએ પણ ઇંટનો જવાબ પત્થરથી આપ્યો હતો અને ચીનના 30 જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.