10 સેકન્ડ કરતા ઓછો સમય ટચ કરે તો યૌન શોષણ નહીં, જજનો વિવાદાસ્પદ નિર્ણય

ઇટલીના સોશિયલ મીડિયા પર હાલ #10secondi ટ્રેન્ડમાં છે. આ હેશટેગ સાથે લોકો વીડિયો બનાવી રહ્યા છે જેમા તેઓ 10 સેકન્ડ સુધી પોતાના પ્રાઇવેટ પાર્ટ પર હાથ મુકીને એક સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સાથે જ સવાલ કરી રહ્યા છે કે જો કોઈકની સાથે 10 સેકન્ડ કરતા ઓછાં સમય સુધી યૌન ઉત્પીડન થાય તો શું તેને યૌન ઉત્પીડન નહીં માનવામાં આવશે? અસલમાં ઇટલીની એક કોર્ટે એક વ્યક્તિને યૌન ઉત્પીડન મામલામાં એવુ કહેતા રાહત આપી દીધી કે, તેણે 10 સેકન્ડ કરતા ઓછાં સમય સુધી છોકરીના પ્રાઇવેટ પાર્ટને ટચ કર્યું.
ઇટલીની રાજધાની રોમની રોમ હાઈ સ્કૂલની 17 વર્ષની એક છોકરીએ સ્કૂલના 66 વર્ષીય કેરટેકર એન્ટોનિયો અવોલા વિરુદ્ધ યૌન ઉત્પીડનની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેને 3.5 વર્ષની જેલની સજા આપવામાં આવી. મામલો એપ્રિલ 2022નો છે. સર્વાઇવરે જણાવ્યું કે, જ્યારે તે દાદર પર ઉપર તરફ જઇ રહી હતી તો તેને લાગ્યું કે તેની પેન્ટ નીચે સરકી રહી છે. ત્યારે જ અચાનક પાછળથી એક હાથ તેના નિતંબ પર મુકવામાં આવ્યો અને તેનું અંડરવેર ખેંચવામાં આવ્યું.
સર્વાઇવરે જણાવ્યું કે, આટલુ થયા બાદ કેરટેકરે કહ્યું કે, લવ, તને તો ખબર જ છે હું મજાક કરી રહ્યો હતો. ત્યારબાદ સર્વાઇવરે કેરટેકરની ફરિયાદ પોલીસમાં કરી. કેરટેકરે માન્યું કે, તેણે જે હરકત કરી છે તેમા છોકરીની સહમતિ નહોતી. પરંતુ, તેણે જે કર્યું તે માત્ર મજાક હતું. જોકે, કેરટેકરને તેના માટે સાડા ત્રણ વર્ષની જેલની સજા આપવામાં આવી પરંતુ, આ અઠવાડિયે કેરટેકરને યૌન ઉત્પીડનના આરોપમાંથી છોડી મુકવામાં આવ્યો.
નિર્ણય સંભળાવનારા જજોએ કહ્યું કે, જે થયુ તેને અપરાધ ના માની શકાય કારણ કે, તે 10 સેકન્ડ કરતા પણ ઓછાં સમય માટે થયુ. જજનું માનવુ છે કે, કેરટેકરે જે કર્યું તે ખૂબ જ ઝડપથી થઈ ગયુ છે. તેણે સગીર છોકરી સાથે જે કર્યું તે થોડી જ ક્ષણ માટે હતું. તેમા કોઈ વાસના નહોતી.
સર્વાઇવરે એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, જજે કહ્યું કે તે મજાક કરી રહ્યો હતો? મારા માટે તે મજાક નહોતી. તેણે મારા નિતંબને પકડ્યા. પછી તેણે મને ઉંચકી જેના કારણે મારા પ્રાઇવેટ પાર્ટ પર ઇજા પહોંચી. મારા માટે આ કોઈ મજાકવાળી વાત નથી. આ કોઈ રીત નથી કે કોઈ વૃદ્ધ વ્યક્તિ કોઈ 17 વર્ષની છોકરી સાથે મજાક કરે. મને મારી સ્કૂલ અને જસ્ટિસની સિસ્ટમ બંને તરફથી અન્યાય થયો છે. તેણે કહ્યું કે, હું હવે વિચારી રહી છું કે, મેં જે આ સિસ્ટમ પર વિશ્વાસ કર્યો તે શું ખોટો હતો? આ ન્યાય નથી.
યુરોપીય સંઘની મૌલિક અધિકારી એજન્સી (એફઆરએ)ના હાલના આંકડાઓ પરથી જાણકારી મળે છે કે, 2016 અને 2021ની વચ્ચે ઉત્પીડનનો સામનો કરનારી 70% ઇટલીની મહિલાઓએ ઘટના અંગે રિપોર્ટ નથી લખાવ્યો. સોશિયલ મીડિયા પર હેશટેગ સાથે 10 સેકન્ડ લખવામાં આવી રહ્યું છે અને કેરટેકર પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપોને હટાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકો ઇન્સ્ટા અને ટિકટોક પર વીડિયો બનાવી રહ્યા છે જેમા છોકરી અને છોકરાઓ પોતાના પ્રાઇવેટ પાર્ટ પર 10 સેકન્ડ સુધી હાથ મુકીને જણાવી રહ્યા છે કે આ યોગ્ય નથી.
ફ્રાન્સિસ્કો નામના ઇન્ફ્લૂએન્સરે ટિકટોક પર લખ્યું કે, કોણે નક્કી કર્યું કે 10 સેકન્ડ નાનો સમય હોય છે? જ્યારે કોઇકની સાથે છેડછાડ થાય છે તો સેકન્ડ કોણ ગણે છે? તેણે લખ્યું કે, પુરુષોને મહિલાના શરીરને અડકવાનો કોઈ અધિકાર નથી, એક સેકન્ડ માટે પણ નહીં પછી 5 અને 10 સેકન્ડ તો દૂરની વાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp