મહિલાએ લગ્નના 40 વર્ષ બાદ પતિને ઝેર આપીને માર્યો, દીકરીને મોકલ્યો આ શૉકિંગ મેસેજ

PC: perthnow.com.au

આ મહિલાએ લગ્નના 40 વર્ષ બાદ પોતાના પતિને ઝેર આપીને મારી નાખ્યો. તેણે પતિની કલાઈને કાપવા અગાઉ પોતાની દીકરીને એક હેરાન કરી દેનારો મેસેજ પણ મોકલ્યો. જુડિથ એન વેન નામની આ મહિલાએ વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં સ્થિત પોતાના ઘરમાં એક સવારે પતિ લાન્સને મારી નાખ્યો. તેણે પતિની હત્યાની વાત સ્વીકારી લીધી છે. તેને હાલમાં પેરોલ મળ્યા છે. તેના ચહેરા પર કોઈ પ્રકારના પછતાવાના ભાવ નહોતા. હવે જ્યારે કેસની સુનાવણી થઈ તો વધુ નવી જાણકારી સામે આવી છે.

કોર્ટમાં કહેવામાં આવ્યું કે, લાન્સ સવારે 3 વાગીને 42 મિનિટ પર પોતાની દીકરીના ઘરે આવ્યો હતો. અહીથી તેણે પોતાની કાર લેવાની હતી. દીકરીના ઊઠવાની રાહ જોઈ રહ્યો હતો. ત્યારબાદ દીકરીએ જુડિથ એન વેનને કહ્યું કે પિતા સવારે 4:00 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જશે. તેના પર જુડિથ એન વેને જવાબ આપ્યો કે, સારું, તે પતી ગયો છે. અત્યારે એ ખબર પડી શકી નથી કે 69 વર્ષીય વેનની દીકરી પણ આ ગુનામાં સામેલ છે કે નહીં.

સુપ્રીમ કોર્ટના જજ ફ્રાન્સિસ વિલિયમ્સે વેનની ખરાબ માનસિક સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો. તેને 1081 દિવસ સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ પેરોલ મળી છે. તેને ગયા અઠવાડિયે જ પતિની હત્યાની દોષી ઠેરવવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું કે, 13 ઑગસ્ટ 2022ના રોજ જુડિથ એન વેન કેમિસ્ટ પાસે જઈને પતિ લાન્સની દવાઓ લઈને આવી અને તેને 50 ગોળીઓ વેજીટેબલ સૂપમાં મળીવી દીધી. તે ઈન્ટરનેટ પર પોતાનો જીવ લેવા સંબંધિત રિસર્ચ પણ કરી ચૂકી છે. તેને મારવા અગાઉ પતિને કહ્યું હતું કે, છરાની ધાર તેજ કરી આપે.

હવે હત્યાવાળા દિવસની વાત કરીએ. વેને સવારે 7:00 વાગ્યે પતિને ઝેરવાળું સૂપ આપ્યું. તે નહાવા માટે પોતાના બાથરૂમમાં ગયો, પરંતુ પછી પગ પર ઊભો જ ન થઈ શક્યો. ત્યારબાદ તેની પત્ની જુડિથ એન વેન તેને બેડરૂમ સુધી લઈ આવી. ત્યારે લાન્સે પોતાને બચાવવા માટે તેના મોઢા પર હાથ માર્યો, જેથી જુડિથ એન વેનના ચહેરા પર નિશાન પડી ગયા. ત્યારે લાન્સ બેહોશ થઈને પડી ગયો. જુડિથ એન વેને ધારદાર છરાથી તેના ડાબા હાથની કલાઈ કાપી દીધી. ત્યારબાદ તેણે પોતાનો જીવ લેવાનો પ્રયાસ પણ કર્યો અને પરિવાર માટે નોટ પણ છોડી.

લાન્સને ડૉક્ટર બચાવી ન શક્યા. મોતના કારણમાં જાણકારી મળી કે ઊંઘની ગોળીઓના ઓવરડોઝના કારણે તેનું મોત થયું છે. જજ વિલિયમ્સે કહ્યું કે લાન્સની માનસિક હાલત પણ મોતના થોડા મહિના અગાઉ બગડી ગઈ હતી. પરિણીત જિંદગી સારી રીતે ચાલી રહી નહોતી. લાન્સ વેનને મારતો હતો અને અપશબ્દ બોલતો હતો. ડૉક્ટરોનું માનવું છે કે પતિને મારવા દરમિયાન વેનનું ડિપ્રેશનનું લેવલ ખૂબ વધી ગયું હતું. કપલના 3 બાળકો પણ છે. જજ વિલિયમ્સને વેનને 8.5 વર્ષ જેલમાં રહેવાની સજા આપી હતી, પરંતુ માનસિક સ્વાસ્થયના કારણે તાત્કાલિક પેરોલ આપવાની મંજૂરી આપી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp