Video: 95 વિદ્યાર્થીનીઓ એકસાથે થઇ પેરાલાઇઝ, બીમારી શું એની જાણ નથી

PC: thesun.co.uk

દેશ અને દુનિયામાં ઘણાં અજીબ કિસ્સા સામે આવતા રહે છે, જેને સમજવામાં વિજ્ઞાનને પણ સમય લાગે છે. ઘણીવાર અચાનક એકસાથે ઘણાં લોકોને અજીબ બીમારી કે વર્તન હેરાન કરી દે છે. આવી સ્થિતિને મહામારી કહેવામાં આવે છે. હાલમાં કેન્યામાં એક શાળામાં આવો જ એક મામલો સામે આવ્યો છે. અહીંના કાકામેગા કાઉન્ટીમાં હાઈસ્કૂલની લગભગ 95 વિદ્યાર્થીનીઓને એકસાથે લકવો આવી ગયો.

શરીરનો નીચલો ભાગ થયો પેરાલાઇઝ

સેંટ થેરેસા એરગી હાઈ સ્કૂલની આ વિદ્યાર્થીનીઓ પાછલા અમુક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે. એક અજીબ બીમારીના કારણે આ સગીરાઓનો શરીરનો નીચેનો ભાગ એકસાથે પેરાલાઇઝ થઇ ગયો છે.

કથિત મહામારીએ આ સગીરાઓના પરિવારમાં ડર અને ચિંતાની સ્થિતિ પેદા કરી છે. સ્થાનીય મીડિયાએ જણાવ્યું કે, અચાનક આ સગીરાઓના પગમાં લકવો મારી ગયો છે. કેન્યાના સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપમાં આ વિદ્યાર્થીનીઓ લથડીને ચાલી રહી છે.

બીબીસીની એક રિપોર્ટ અનુસાર, પગમાં લકવો આવવાને કારણે વિદ્યાર્થીનીઓને ચાલવામાં તકલીફ થઇ રહી હતી અને તેમને માંસપેશીઓમાં ખેંચાણનો અનુભવ થઇ રહ્યો હતો. જોકે, અસરમાં આ કઇ બીમારી છે તેનો ખુલાસો થઇ શક્યો નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશેષજ્ઞોનું માનવું છે કે, આ કેસ માસ હિસ્ટીરિયાનો હોઇ શકે છે.

બ્લડ અને યૂરિન સેમ્પલ લેવામાં આવ્યા

કાકામેગા કાઉન્ટીના સ્વાસ્થ્ય સીઈસી બર્નાર્ડ વેસોન્ગાએ પત્રકારોને જણાવ્યું કે, અજ્ઞાત બીમારીનું કારણ સમજવા માટે વિદ્યાર્થીનીઓના બ્લડ, યૂરીન અને સ્ટૂલ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેને ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યા છે. પણ હજુ સુધી લકવો શા કારણે આવ્યો તેની પાછળ શું કારણ છે તેની જાણ થઇ શકી નથી. ઘટના પછી સ્કૂલને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યૂઝરે લખ્યું કે, કેન્યાની એક સ્કૂલમાં વિદ્યાર્થીનીઓને એક રહસ્યમય બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રિપોર્ટથી જાણ થાય છે કે મોટાભાગની વિદ્યાર્થીનીઓના પગ લકવાગ્રસ્ત છે અને તેઓ ચાલી શકે એમ નથી. સ્થાનીય મીડિયા રિપોર્ટ પ્રમાણે, આની વચ્ચે સ્કૂલે કહ્યું કે સ્થિતિનું આંકલન કરવા અને જરૂરી પગલા લીધા પછી વિદ્યાર્થીનીઓને સ્કૂલે પાછા જવાની પરવાની આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp