ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ

ઓસ્ટ્રેલિયામાં હિંદુ દેવી-દેવતાઓના મંદિરોમાં તોડફોડની ઘટનાઓ ઓછી થતી જણાતી નથી. ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં એક મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં આવેલા લક્ષ્મી નારાયણ મંદિરમાં શનિવારે તોડફોડની ઘટના બની હતી. લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડની આ ઘટનામાં ખાલિસ્તાન સમર્થકોનો હાથ જણાવવામાં આવી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયામાં બે મહિનામાં મંદિરમાં તોડફોડની આ ચોથી ઘટના છે. આ ઘટનાની માહિતી ત્યારે મળી જ્યારે સવારે ભક્તો પૂજા માટે મંદિરે પહોંચ્યા હતા. સ્થાનિક ન્યૂઝ પેપરની માહિતી અનુસાર, ખાલિસ્તાની સમર્થકોએ કથિત રીતે બ્રિસબેનના દક્ષિણમાં બરબેંકમાં શ્રીલક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ કરી હતી.

અગાઉ પણ બ્રિસ્બેનના અન્ય એક હિન્દુ મંદિર ગાયત્રી મંદિરને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ તરફથી ધમકીભર્યા ફોન આવ્યા હતા. આ કોલ પાકિસ્તાનના લાહોર શહેરમાંથી કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના લાહોરથી કરવામાં આવેલા ફોન કોલ્સ કથિત રીતે ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવ્યા હતા.

મંદિરની નજીક રહેતા રમેશ કુમારે સ્થાનિક ન્યૂઝ પેપરને જણાવ્યું હતું કે, 'મને ખબર છે કે મેલબોર્નના હિંદુ મંદિરોમાં શું થયું છે. પરંતુ આ નફરતનો સામનો કરવો એ પોતાનામાં ખૂબ જ દુઃખદ અનુભવ છે.'

મંદિરના પ્રમુખ સતીન્દર શુક્લાએ સ્થાનિક ન્યૂઝ પેપરને જણાવ્યું કે, મંદિરના પૂજારીઓ અને ભક્તોએ આજે સવારે ફોન કરીને મને મંદિરની બાઉન્ડ્રી વોલ પર તોડફોડની જાણ કરી હતી. શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ પોલીસ અધિકારીઓ સાથે મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજીને આ અંગે વિગતવાર નિવેદન આપશે. અગાઉ બ્રિસ્બેનના અન્ય એક હિન્દુ મંદિરને પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની ઉગ્રવાદીઓ તરફથી ધમકીભર્યા ફોન આવ્યા હતા.

હિંદુ હ્યુમન રાઈટ્સે ખાલિસ્તાનના આ કૃત્યને હિંદુઓને આતંકિત કરવાની પેટર્ન ગણાવી છે. હિંદુ માનવાધિકારના મહાનિર્દેશક સારાહ એલ ગેટ્સે સ્થાનિક ન્યૂઝ પેપરને જણાવ્યું હતું કે, હિંદુ મંદિરો પર હુમલા એ ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ની પેટર્ન છે. તેનો હેતુ ઓસ્ટ્રેલિયન હિન્દુઓને આતંકિત કરવાનો છે.

ઓસ્ટ્રેલિયામાં હિન્દુઓની કુલ વસ્તી 6.84 લાખ છે. હિંદુ અહીંનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. આ ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીના 2.7% છે. આ આંકડા 2021ની વસ્તી ગણતરીના છે. વિદેશી વિદ્યાર્થીઓમાં ચીન પછી ભારતીય વિદ્યાર્થીઓ બીજા નંબરે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.