1.39 લાખ કરોડની સંપત્તિ, 3100 કરોડનું જહાજ, સાઉદી ક્રાઉન પ્રિન્સની છે આવી લાઈફ

PC: twitter.com

આખી દુનિયામાં તેલની વાત નીકળતા સાઉદી અરબનું નામ પહેલા આવે છે. સાઉદી અરબ પોતાના તેલના ઉત્પાદન માટે જાણીતું છે. જોકે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાઉદીની નિર્ભરતા તેલ પરથી ઓછી કરવા માંગે છે. સાઉદીના હાલના કિંગનું નામ સલમાન બિન અબ્દુલ અઝીઝ છે. તેમનું સ્વાસ્થ્ય સારું ન હોવાના કારણે તેમનો પુત્ર મોહમ્મદ બિન સલમાન સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ છે, તે MBSના નામથી પણ ઓળખવામાં આવે છે.

રિપોર્ટ પ્રમાણે, સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ઘણી લક્ઝુરીયલ લાઈફ જીવે છે. અઢળક પૈસા, લક્ઝરી ગાડીઓ, આલિશાન મહેલ અને શાહી જહાજ સહિત તેમની લાઈફસ્ટાઈલ હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે. 31 ઓગષ્ટ 1985ના જન્મેલા મોહમ્મદ બિન સલમાન સાઉદીના હાલના કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝની ત્રીજી પત્ની ફહદા બિન્ત ફલાહના પુત્ર છે. એમબીએસના પિતા સલમાન બિન અબ્દુલ અઝીઝે 79 વર્ષની ઉંમરે ગાદી સંભાળી હતી. જૂન 2017માં કિંગ સલમાને MBSને ત્યાંના ક્રાઉન પ્રિન્સ જાહેર કર્યા હતા. ગ્રેજ્યુએટ થયા પછી MBSએ 2009માં પોતાના કિંગના મુખ્ય સલાહકાર રૂપમાં નિયુક્ત થતા પહેલા ઘણી સ્ટેટ એજન્સી માટે કામ કર્યું છે.

36 વર્ષના MBSને કામ કરવાનું ઘણું પસંદ છે અને તેઓ 18 કલાક પોતાની ઓફિસમાં જ વીતાવે છે. સાઉદીના શાહી પરિવારમાં આશરે 15000 જેટલા સભ્યો છે. સાઉદીની રોયલ ફેમિલી પોતાના અલ યમમાહ પેલેસમાં રહે છે. જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાઉદી અરબના રિયાધમાં રોયલ ફેમીલીના વિશાળ એર્ગા પેલેસમાં પહોંચ્યા તો MBSને તેમણે ગોલ્ડ પ્લેટેડ ક્લેનેક્સ ડિસ્પેન્સર અને સોનાની ખુરશીમાં બેઠેલા જોયા હતા. શાહી પરિવારની સ્વિત્ઝર્લેન્ડ, લંડન, ફ્રાન્સ અને મોરક્કો સહિત અનેક જ્યારે પ્રોપર્ટીઓ છે. આ શાહી ફેમીલી પાસે લગભગ 737.60 ખરબથી વધારેની સંપત્તિ છે. જ્યારે એમબીએસની સંપત્તિ 139700 કરોડથી વધુ છે.

MBS પાસે લક્ઝુરીયસ યોટ પણ છે, જેની કિંમત 31.27 અરબ રૂપિયા કહેવામાં આવી રહી છે. 439 ફૂટ લાંબા આ જહાજમાં બે હેલીપેડ એક સબમરીન અને એક નાઈટ ક્લબ, મૂવી થિયેટર, જીમ જેવી સુવિધાઓ છે. આ સિવાય MBSએ લીયોનાર્ડો ધ વિન્ચીનું એક યુનિટ પેઈન્ટીંગ પણ ખરીદ્યું છે, જેની કિંમત 34.91 અરબ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 2017માં MBSએ દુનિયાનું સૌથી મોંઘું ઘર ખરીદ્યું હતું. જેની કિંમત 300 મિલિયન ડોલર હતી.

તેમની પાસે ઘણા પ્રાઈવેટ જેટ, હેલિકોપ્ટર, યુનિક પેઈન્ટીંગ અને હવેલીઓ પણ છે. કહેવાય છે કે 16 વર્ષની ઉંમર સુધીમાં તેમને જે ભેટો મળી હતી તેને વેચીને તેમણે 77.58 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. તેમણે પોતાનો શેરનો ધંધો શરૂ કર્યો છે. જેમાં તેમને નફો મળતા તેમણે પોતાની કંપનીઓ લોન્ચ કરવાની શરૂ કરી. તેમણે કચરાને ભેગો કરવાનો ધંધો શરૂ કર્યો હતો અને રિયલ એસ્ટેટ કંપનીઓના એક ગ્રુપની શરૂઆત કરી હતી.

સાઉદી ક્રાઉન પ્રિન્સ MBS લક્ઝુરીયસ ગાડીઓના ઘણા શોખીન છે. તેમની પાસે ઓછામાં ઓછી ત્રણ લેમ્બોર્ગીની, પાંચ ફરારી, પાંચ પોર્શ અને ઘણી રોલ્સ રોયસ, Audi, Bently અને BMW કારો છે. જેમાં અમુકની કિમતો અરબો રૂપિયામાં છે. ક્રાઉન પ્રિન્સની પાસે કોએનિગસેગ અગેરા અને બુગાટી વેરોન સુપર સ્પોર્ટ કાર પણ છે, જેની કિંમત લગભગ 19.3 કરોડ રૂપિયા છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp