ખબર પડી ગઈ વાળ સફેદ કેમ થાય છે, વૈજ્ઞાનિકો ગ્રે વાળને ફરી કાળા કરવાનો ઉપાય શોધશે

PC: aajtak.in

વિજ્ઞાનીઓનું માનવું છે કે તેઓએ શોધી કાઢ્યું છે કે આખરે શા માટે આપણા વાળ સફેદ થાય છે. તેમણે એક સંશોધન કર્યું છે,  જે હવે સફેદ વાળને ફરીથી કાળા કરવા અથવા વાળ સફેદ થવાની પ્રક્રિયાને રોકવા માટે કોષને બદલવાની સારવાર શોધવામાં મદદ કરી શકે છે.

સંશોધકોએ ઉંદરની ચામડીમાં હાજર કોષો પર સંશોધન કર્યું. આ એ સેલ્સ છે જે મનુષ્યોમાં પણ જોવા મળે છે. આને મેલાનોસાઇટ સ્ટેમ સેલ અથવા McSCs કહેવામાં આવે છે.

ગર્ભના સ્ટેમ કોશિકાઓથી વિપરીત, જે તમામ પ્રકારના વિવિધ અવયવોમાં વિકાસ પામે છે, પુખ્ત સ્ટેમ કોશિકાઓ અલગ રીતે આગળ વધે છે. આપણા વાળના ફોલિકલ્સમાં મેલાનોસાઇટ સ્ટેમ સેલ્સ આપણા વાળમાં રંગદ્રવ્ય ઉત્પન્ન કરવા અને જાળવવા માટે જવાબદાર હોય છે.

નવા સંશોધનો દર્શાવે છે કે, જેમ જેમ વાળની ઉંમર વધે છે તેમ તેમ સ્ટેમ કોશિકાઓ ફસાઈ જાય છે અને વાળનો રંગને બનાવી રાખવાની અને જાળવવાની તેમની ક્ષમતા ગુમાવી દે છે. કેટલીક સ્ટેમ કોશિકાઓ, જે ઘણા વિવિધ પ્રકારના કોષોમાં વિકસી શકે છે, તેમાં ફોલિકલ્સમાં વૃદ્ધિના ભાગો વચ્ચે ખસેડવાની વિશેષ ક્ષમતા હોય છે. જેમ જેમ આપણી ઉંમર થાય છે, તેમ તેમ આ કોષો તેમની હલનચલન કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે, જેના કારણે આપણા વાળ સફેદ થઈ જાય છે. સરળ ભાષામાં સમજીએ તો, જ્યારે મેલાનિન બનાવતા સ્ટેમ સેલ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરે છે, ત્યારે આપણા વાળ સફેદ થવા લાગે છે.

ન્યુ યોર્ક યુનિવર્સિટી ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકો કહે છે કે, જો તેમના તારણો મનુષ્યો માટે કામ કરે છે, તો તેઓ ભૂખરા વાળને ફરીથી કાળા કરવાનું અને તેને સફેદ થતા અટકાવી શકે છે.

સંશોધનના મુખ્ય લેખક, ક્વિ સન કહે છે કે, નવી શોધાયેલી પદ્ધતિઓ એવી શક્યતા ઊભી કરે છે કે, મેલાનોસાઇટ સ્ટેમ સેલ્સની સમાન સ્થિતિ માનવોમાં પણ હાજર હોઈ શકે છે. જો એમ હોય તો, આ ફસાઈ ગયેલા કોષોને વાળના ફોલિકલ કમ્પાર્ટમેન્ટમાં ફેરવી શકે છે અને માનવ વાળના કાળા કરવાનું અથવા સફેદ થતાં રોકવાનો ઉપાય મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp