પતિના મોત બાદ તંત્રએ તસવીર વાયરલ કરી દીધી, હવે આપવા પડશે પત્નીને 250 કરોડ

PC: remezcla.com

અમેરિકાના સ્ટાર બાસ્કેટબોલ પ્લેયર અને સેલિબ્રિટી કોબે બ્રાયન્ટનું મોત એક હેલિકોપ્ટર ક્રેશમાં 2020માં થયુ હતું. તેની સાથે તેની 13 વર્ષની દીકરી પણ હતી. ક્રેશ બાદ એક્સિડન્ટના ફોટોઝ સામે આવ્યા હતા. ક્રેશ બાદ સરકારી એજન્સીઓએ તેના ફોટોઝ શેર કરી દીધા હતા. ત્યારબાદ કોબે બ્રાયન્ટની પત્નીએ ફોટો શેર કરવા વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને વળતરની માંગ કરી. કોર્ટે વિધવાને આશરે 250 કરોડ રૂપિયા વળતર આપવાનો નિર્ણય સંભળાવ્યો. હવે આશરે 130 કરોડ રૂપિયાનો પહેલો હપ્તો કોબેની પત્ની વૈનેસા બ્રાયન્ટને આપી દેવામાં આવ્યા છે. ક્રેશ દરમિયાન, કોબે બ્રાયન્ટ સાથે તેની 13 વર્ષીય દીકરી અને અન્ય 7 પેસેન્જર્સ પણ હતા. મોત બાદ એક્સિડન્ટમાં માર્યા ગયેલા લોકોના ફોટોઝ લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ અને ફાયર ડિપાર્ટમેન્ટના સ્ટાફની વચ્ચે શેર કરવામાં આવ્યા હતા. તેને લઈને વેનેસાએ લોસ એન્જલસ પ્રશાસન વિરુદ્ધ મામલો દાખલ કરાવ્યો હતો.

11 દિવસો સુધી ચાલેલી સુનાવણી દરમિયાન વેનેસા બ્રાયન્ટે રડતા-રડતા કહ્યું હતું કે, ફોટોઝના કારણે પતિ અને દીકરીની મોતના એક મહિના બાદ પણ તે એટલા દુઃખમાં હતી જાણે તેમના મોત તરત જ થયા હોય. તેને પેનિક એટેક્સ પણ આવતા રહેતા હતા. વેનેસા બ્રાયન્ટે કહ્યું- સોશિયલ મીડિયા પર હોવાના કારમે મારા માટે દરેક દિવસ ખોફનાક રહેતો હતો. તે ફોટોઝ મારી સામે આવતા રહેતા હતા.

વેનેસા બ્રાન્ટના વકીસ લુઈસ લીએ જજોને જણાવ્યું કે, ક્લોઝ-એપ ફોટોઝનો ના તો આધિકારીકરીતે ઉપયોગ કર્યો હતો અને ના તેનો તપાસમાં ઉપયોગ કરવાનો હતો. તેનો માત્ર ગોસિપ માટે ઉપયોગ કરવામાં આવ્યો. 9 જજોની બેન્ચે એક મતથી આ નિર્ણય પર વેનેસા બ્રાયન્ટના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. જજોનું માનવુ છે કે, ફોટોઝથી વેનેસાની પ્રાઈવસીનું હનન થયુ અને તે ભાવનાત્મક સંકટમાંથી પસાર થઈ. નિર્ણય બાદ વેનેસા બ્રાયન્ટે ઈન્સ્ટાગ્રામ પર પતિ અને દીકરી સાથે એક ફોટો શેર કર્યો. તેણે લખ્યું- આઈ લવ યૂ! જસ્ટિસ ફોર કોબે એન્ડ ગિગિ.

વેનેસા બ્રાયન્ટની જેમ ક્રિસ ચેસ્ટરે પણ એક્સિડન્ટમાં પત્ની અને દીકરીને ગુમાવી હતી. તેને આ મામલામાં 120 કરોડ રૂપિયા મળ્યા. નિર્ણયને લઈને ચેસ્ટરના વકીલ જેરી જેક્શને કહ્યું- અમે જ્યૂરી અને જજના આભારી છીએ કે તેમણે નિષ્પક્ષ સુનાવણીની તક આપી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp