મેડિકલનો અભ્યાસ છોડી યુવતીએ વેચ્યું 'થૂંક',4 વર્ષમાં તેણે ફ્લેટ ખરીદી લોન ચૂકવી

PC: twitter.com

એક વ્યક્તિ એક મહિનામાં 30-40 હજાર કમાવવા માટે ખૂબ મહેનત કરે છે. નોકરી હોય કે ધંધો, જો તમારે વધુ કમાવું હોય તો તમારે સમય અને કૌશલ્ય ખર્ચીને પોતાને સાબિત કરવું પડે છે. ત્યાર પછી તમને સારા એવા પૈસા મળે છે. પરંતુ જો કોઈ તમને કહે કે કોઈ વ્યક્તિ તેનું થૂંક વેચીને લાખો રૂપિયા કમાઈ રહી છે, તો શું તમે તેની વાત પર વિશ્વાસ કરી શકશો? કદાચ નહીં, પરંતુ એક છોકરીએ તે કરી બતાવ્યું છે. હા, અમે વાત કરી રહ્યા છીએ 22 વર્ષની લતિશા જોન્સની. તે હંમેશા ડોક્ટર બનવા માંગતી હતી. પોતાનું સપનું પૂરું કરવા તેણે યુનિવર્સિટીમાં બાયોમેડિકલ સાયન્સનો અભ્યાસ શરૂ કર્યો. ફી ભરવાના પૈસા ન હોવાથી તેણીએ પાર્ટ ટાઈમ કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ નોકરીમાં કંટાળો આવતા તેણે કોલેજ છોડી દીધી અને નોકરી પણ છોડી દીધી.

લતિશાના સારા દિવસો અહીંથી શરૂ થયા. છોકરીએ પૈસા કમાવવા માટે એવો જોરદાર જુગાડ કર્યો કે કોઈ વિચારી પણ ન શકે. મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, લતિશાએ જોયું કે, લોકો કપાયેલા નખ, થૂંક અને એક અઠવાડિયા જૂની ચાદરના બદલામાં લગભગ 31 હજાર આપવા તૈયાર છે. પછી તો શું જોઈએ..., લતિશાને સૌથી સરળ કામ મળી ગયું. પહેલા તો તેને પોતે પણ વિશ્વાસ નહોતો થયો કે આ રીતે પણ પૈસા કમાઈ શકે છે. પણ ધીમે ધીમે તેને કામમાં સમજણ પડવા લાગી, અને તેને ગ્રાહકને સંભાળતા પણ આવડી ગયું.

લતિશાનો દાવો છે કે, તેણે થૂંકની બોટલો વેચીને કમાયેલા પૈસાથી 11 લાખ રૂપિયાની લોન ચૂકવી દીધી છે. નવો ફ્લેટ પણ ખરીદી લીધો છે. મીડિયા સૂત્રોને આપેલા ઈન્ટરવ્યુમાં લતિશાએ કહ્યું કે, આ બધુ પળવારમાં થઈ ગયું. હવે હું આ કામ 4 વર્ષથી કરી રહી છું. આ ત્યારે થયું જ્યારે હું મેડિસિનનો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર આવી અને સુપરમાર્કેટ ટેસ્કોમાં કામ કરવાનું શરૂ કર્યું.

હું એક વેબસાઈટમાં પણ કામ કરી રહી હતી. પછી લોકોએ વિચિત્ર વિનંતીઓ કરી. તેણે વધુમાં કહ્યું કે, પહેલીવાર જ્યારે કોઈએ મારી પાસે થૂંકથી ભરેલી બોટલ માંગી તો મને લાગ્યું કે આ મજાક છે. પરંતુ મેં તે કર્યું અને રૂ.31,000 કમાયા. મેં 1.54 લાખની કિંમતની બોટલ પણ વેચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp