2 બહેનપણીઓએ કર્યા લગ્ન, મા બનવા અજાણ્યા પુરુષનો લીધો સહારો, જેણે બનવાનું હતું...

PC: news18.com

21મી સદીમાં સમલૈંગિકતા એક ખૂબ જ સામાન્ય વાત થઈ ચૂકી છે અને લોકો પણ સમલૈંગિકોને ખુલ્લા મનથી અપનાવવા લાગ્યા છે. પરંતુ તેમની વચ્ચે પરિવાર વધારવાની એક માટે સમસ્યા ઉત્પન્ન થઈ જાય છે. અમેરિકાની રહેવાસી 2 મહિલાઓને પણ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો. તેણે એક-બીજા સાથે લગ્ન તો કરી લીધા, પરંતુ બાળકોને જન્મ આપવામાં તેઓ અસમર્થ હતા, એવામાં તેમણે અજાણ્યા પુરુષ પાસેથી સ્પર્મ લીધું અને માતા બનવાની પ્રક્રિયા શરૂ કરી, પરંતુ આ દરમિયાન તેમના જીવનમાં કંઈક એવું થઈ ગયું કે તે અજાણ્યો પુરુષ તેમનો ખાસ મિત્ર બની ગયો અને એ બંનેની જ લાઇફનો હિસ્સો બની ગયો.

ડેઇલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ મુજબ, અમેરિકાની રહેવાસી 34 વર્ષીય ડેનિયલ વિન્સ્ટન અને તેની 29 વર્ષીય પત્ની પેજ કેનેડી વિન્સ્ટન એક લેસ્બિયન કપલ છે. બંનેએ મે 2022માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ જ બંને પોતાના પરિવારને આગળ વધારવા બાબતે વિચારી રહી હતી. ડેનિયલ માતા બનવા માગતી હતી, એટલે તેણે અજાણ્યા સ્પર્મ ડોનરની શોધ શરૂ કરી. સામાન્ય રીતે સ્પર્મ ડોનર શોધવાનો એક નિયમ એ હોય છે કે કપલ તેની પાસેથી માત્ર પૈસાઓના બદલે સ્પર્મની ડીલ કરે છે.

એ સિવાય તેઓ ક્યારેય એક-બીજાને મળતા નથી, ન તો એક-બીજાની લાઇફમાં દખલઅંદાજી કરે છે. પરંતુ જ્યારે ડેનિયલ અને પેજે પોતાના સ્પર્મ ડોનર સાથે મુલાકાત કરી તો તેમને તેનો સ્વભાવ એટલો પસંદ આવ્યો કે તેને પણ પોતાનો મિત્ર બનાવતા ન રહી શકી. ઇટાલીનો રહેવાસી 28 વર્ષીય ફ્લેવિયો વેલાબ્રેગા તેનો સ્પર્મ ડોનર છે. ફ્લેવિયો રોમમાં રહે છે, જ્યારે ઓનલાઇન ડેનિયલ, પેજ અને ફ્લેવિયોની મુલાકાત થઈ તો તેમણે તેને 2 વખત વૉશિંગ્ટન મળવા માટે બોલાવ્યો અને તેનું ભાડું પણ આપ્યું.

ફ્લેવિયો પણ મિત્રનો વ્યવહાર રાખનારો વ્યક્તિ છે, એવામાં તેને પણ બંને સ્ત્રીઓની કંપની સારી લાગી. ડેનિયલ અને પેજે હવે નક્કી કર્યું છે કે તેઓ ફ્લેવિયોને પોતાના બાળકોને બાળપણમાં જ મળાવશે અને તેને બાળકોની લાઇફનો હિસ્સો બનવા દેશે. ડેનિયલ પોતાની પ્રેગ્નેન્સીના સાતમા મહિનામાં છે. બંને પોતાના બેબીમૂન માટે ઈટાલી ગઈ હતી, જ્યાં તેઓ ફલેવિયોને મળી હતી. ફ્લેવિયોએ કહ્યું કે આ કપલથી સારા કપલ તેને ડોનેટ કરવા મળી શકતું નહોતું. ડેનિયલે કહ્યું કે, ફ્લેવિયોએ વધારે કોઈને ડોનેટ કર્યું નથી, એવામાં ડેનિયલના બાળકોના વધારે સાવકા ભાઈ નહીં હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp