ટીવી શૉની સાઇડ ઇફેક્ટ! 7 વર્ષીય છોકરીએ માસૂમને ફેક્યો કૂવામાં, જુઓ વીડિયો

PC: news18.com

સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોએ બધાને હેરાન કરી દીધા છે. વાયરલ વીડિયોમાં એક 7 વર્ષીય છોકરીએ 4 વર્ષીય છોકરાને કૂવામાં ફેકી દીધો. આ ઘટના દક્ષિણી ચીનના યૂનાન પ્રાંતના સોંગમિંગ કાઉન્ટીની બતાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, છોકરીએ ટી.વી. શૉમાં એમ કરતા જોયા હતા. તેની નકલ કરીને આ ઘટનાને અંજામ આપ્યો. બીજિંગ ન્યૂઝના રિપોર્ટ મુજબ, પોલીસે જણાવ્યું કે, બાળકને 10 મિનિટની અંદર બચાવી લેવામાં આવ્યો.

કહેવામાં આવી રહ્યું છે કે, છોકરાએ બચાવવા માટે અવાજ લગાવ્યો હતો. તો કૂવામાં 2 મીટર સુધી પાણી ભરાયેલું હતું. CCTVના વીડિયો રેકોર્ડ કાઢ્યા બાદ ખબર પડી કે આ ઘટના 8 માર્ચની છે. છોકરો અને છોકરી કૂવા પાસે રમી રહ્યા હતા. ત્યારે અચાનક છોકરી, છોકરાને ઉઠાવીને કૂવામાં ફેકી દે છે. છોકરી થોડા સમય સુધી કૂવા પાસે ફરતી રહે છે. પછી છોકરાની દાદી તેને શોધતા શોધતા કૂવા પાસે પહોંચી. મહિલાને કૂવામાંથી બાળકનો અવાજ આવતો સંભળાયો, ત્યારે તેણે લોકો પાસે મદદ માગી.

પાસેના એક યુવકે માસૂમને કાઢ્યો. ત્યાંના એક ગામમાં લાગેલા CCTV કેમેરાની ફૂટેજમાં નજરે પડી રહ્યું છે કે, એક છોકરી નાના છોકરાને લઈ જાય છે અને લગભગ 5 મીટર ઊંડા કૂવામાં ફેકી દે છે. તો છોકરી એ છોકરાને ખોળામાં ઉઠાવીને કૂવામાં ફેકે છે, ત્યારબાદ છોકરો કૂવાના કિનારાને પકડીને લટકવા લાગે છે. ત્યારબાદ છોકરીએ તેની આંગળીઓ કૂવાના કિનારાથી છોડાવી દીધી, જેથી તે નીચે જતો રહ્યો. અંદરથી છોકરો મદદ માટે બૂમો પાડી રહ્યો હતો, પરંતુ તેના પર કોઈ અસર થઈ રહી નહોતી.

છોકરી થોડા સમય સુધી કૂવા પાસે આમ-તેમ ફરતી નજરે પડે. એક મીડિયા રિપોર્ટ મુજબ, ગામના અન્ય લોકોએ એ છોકરાનો અવાજ સાંભળ્યો અને કૂવામાંથી બહાર કાઢ્યો. આ ઘટનામાં તેને કોઈ મોટી ઇજા થઈ નથી. આ બંને બાળકો પાડોશી છે અને મોટા ભાગે સાથે રમે છે. બાળકોને કૂવામાં ફેકનારી છોકરીએ જણાવ્યું કે, તે એક ટી.વી. શૉમાં દેખાડવામાં આવેલી કહાનીની નકલ કરી રહી હતી. વીડિયો વાયરલ થયા બાદ તેને લગભગ 13 લાખ કરતા વધુ લોકો જોઈ ચૂક્યા છે. લોકોની સતત કમેન્ટ આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp