શું ફરી લોકડાઉન! કોરોના બાદ આ ખતરનાક બીમારીથી ડર્યું ચીન, સ્થાનિકોમાં રોષ

PC: ndtv.com

ચીનના કેટલાક શહેરોમાં ફરી એકવાર લોકડાઉનનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વખતે ખતરો કોરોનાથી નહીં પરંતુ અન્ય ખતરનાક રોગનો છે. જો કે ચીને ચોક્કસપણે કોરોનાના કેસમાં ઘટાડો થવાનો દાવો કર્યો છે, પરંતુ અહીં ફ્લૂના કેસ સતત વધી રહ્યા છે. આ કારણે, સાવચેતીના ભાગ રૂપે, ચીની અધિકારીઓ કેટલાક વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવા માંગે છે. ત્યારે આ નિર્ણય બાદ સ્થાનિક લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. સ્થાનિક લોકોને ડર છે કે, જો લોકડાઉન લાગુ કરવામાં આવશે તો સ્થિતિ કોરોનાના સમય જેવી થઈ જશે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ચીનના શિયાન શહેરમાં લોકડાઉન પરત આવી શકે છે. 13 મિલિયનની વસ્તીવાળા આ શહેરમાં, વહીવટીતંત્ર ઈન્ફલ્યુએન્ઝાના વધતા કેસોને રોકવા માટે લોકડાઉન લાદી શકે છે. બુધવારે, શિયાનના વહીવટીતંત્રે સ્થાનિક સત્તાવાળાઓને ઇમરજન્સી નોટિસ મોકલી આપી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો ઈન્ફલ્યુએન્ઝાના કેસ વધે છે, તો સાવચેતી તરીકે શાળાઓ, બિઝનેસ હાઉસ અને મનોરંજન કેન્દ્રો બંધ કરી દેવામાં આવે. જો ખતરો વધારે હોય તો શહેરના કેટલાક વિસ્તારોમાં લોકડાઉન પણ લાદવામાં આવી શકે છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ચીનમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ ફ્લૂના કેસ સતત વધી રહ્યા છે. આ કારણે, દુકાનો અને ઓનલાઈન ફાર્મસીઓ બંનેમાં એન્ટિ-વાયરલ દવાઓનો પુરવઠો ઘટી ગયો છે.

આ દરમિયાન, શિઆનમાં લોકડાઉનની સૂચનાથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. ઘણા લોકોએ આ યોજના સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. લોકોને ડર છે કે 2021 જેવી સ્થિતિ ફરી ઉભી થઈ શકે છે, જ્યારે કોવિડના વધતા કેસો બાદ કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકો ઘરની બહાર નીકળી શક્યા ન હતા. ત્યાં સુધી કે લોકો ખોરાક અને મૂળભૂત વસ્તુઓની અછતનો સામનો કરી રહ્યા હતા.

શિયાનમાં લોકડાઉનની આશંકા વચ્ચે ચીનના સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ વેઇબો પર લોકોની વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, એક યુઝરે પૂછ્યું, 'શું ગયા વર્ષે લોકોને ટોર્ચર કર્યા તે પૂરતું નથી?'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp