બાંગ્લાદેશઃ ચૂંટણીમાં EVM હટાવીને થશે બેલેટ પેપરનો ઉપયોગ, વિરોધ પક્ષે કરેલી માગ

PC: britannica.com

ઇલેકટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને લઇને માત્ર ભારતમાં જ નહી, પરંતુ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં પણ વિવાદ રહ્યો છે અને હવે બાંગ્લાદેશેની શેખ હસીના સરકારે લોકસભાનીચૂંટણીમાં EVMને ઉપયોગ નહી કરવા પર સંમતિ બતાવી છે. અહેવાલ મુજબ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ EVM હટાવીને બેલેટ પેપરથી ચૂંટણી કરવાની વિપક્ષની વાત માની લીઘી છે.

 એવું માનવામાં આવે છે કે બાંગ્લાદેશ સરકારના આ નિર્ણયની દક્ષિણ એશિયાના રાજકારણ પ મહત્ત્વપૂર્ણ પ્રભાવ પડશે, કારણકે ભારતમાં પણ અનેક વર્ષોથી વિપક્ષ EVM હટાવીને બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માંગ કરી રહ્યા છે. ભારતના અનેક વિરોધ પક્ષો EVM હેકીંગ અને છેડછાડનો આરોપ લગાવી ચૂક્યા છે, પરંતુ સરકારે દરેક વખતે આરોપ નકાર્યા છે.ભારતના ચૂંટણી પંચે એક વખત વિપક્ષને  EVM હેકીંગનો પડકાર ફેંકીને બોલાવ્યા હતા, પરુંતે વખતે વિપક્ષે આ કાર્યક્રમમાં ભાગ જ નહોતો લીધો.

બાંગ્લાદેશના ચૂંટણી પંચે આગામી લોકસભાની ચૂંટણીમાં EVMનો ઉપયોગ નહી કરવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશમાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે.બાંગ્લાદેશના ચૂંટણી પંચે EVM હટાવવાનું કોઇ કારણ આપ્યું નથી. આમ તો બાંગ્લાદેશમા બધી ચૂંટણી વિસ્તારોમાં EVMનો ઉપયોગ થતો નથી, પરંતુ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં 150 EVMનો ઉપયોગ કરવાની તૈયારી ચાલી રહી છે.

બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી BNP સહિત મુખ્ય વિપક્ષી રાજકીય પક્ષોએ ચૂંટણીમાં EVMના ઉપયોગનો સખત વિરોધ કર્યો હતો.તેથી, બાંગ્લાદેશની તમામ 300 સંસદીય મતક્ષેત્રો બેલેટ પેપર અને પારદર્શક મતપેટીઓનો ઉપયોગ કરશે. બાંગ્લાદેશ ચૂંટણી પંચે આ જાહેરાત કરી છે.

બાંગ્લાદેશના રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે જુના બેલેટ પેપર પાછા લાવવાને કારણે શેખ હસીના સરકારના લોકતાંત્રિક મૂલ્યોને મજબુત કરવાની ઇમેજને પ્રોત્સાહન મળશે.

ગયા મહિને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ કહ્યુ હતું કે, સરકારે ચૂંટણીમાં ડિજિટલ મશીનનો ઉપયોગ એટલા માટે શરૂ કર્યો હતો કે, દેશની જનતા આધુનિક રીતે ચૂંટણીમાં ભાગ લેવા માંગતી હશે. પરંતુ મશીનોની તટસ્થતા સામે સવાલો ઉભા થયા. શેખ હસીનાએ કહ્યું કે, ચૂંટણીમાં EVM કે બેલેટ પેપરનો ઉપયોગ કરવો તે અમે ચૂંટણી પંચ પર છોડી દીધું છે.

એ પછી બાંગ્લાદેસના ચૂંટણી પંચે જાહેરાત કરી કે તમામ 300 લોકસભા મત વિસ્તારમાં EVMને બદલે બેલેટ પેપરથી ચૂંટણી થશે અને પારદર્શક મતપેટી રાખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp