વર્ક ફ્રોમ હોમ કરનારાને ઓફિસ જનારા કરતા ઓછો પગાર મળવો જોઈએઃ અબજોપતિ એલન

PC: theartistree.fm

એક તરફ, જ્યારે ઘણી કંપનીઓ વર્ક ફ્રોમ હોમને અપનાવી રહી છે અને તેને કાયમી ધોરણે લાગુ કરી રહી છે, ત્યારે કેટલીક કંપનીઓ એવી પણ છે જે તેના સમર્થનમાં નથી જોવા મળી રહી. બ્રિટિશ અબજોપતિ લોર્ડ એલન સુગર પણ તેમાંના જ એક છે. તેણે હાલમાં જ એવા કર્મચારીઓ પર નિશાન સાધ્યું છે કે, જેઓ હજુ પણ ઘરેથી કામ કરી રહ્યા છે. આવા કર્મચારીઓને તેમણે 'આળસુ ગીટ્સ' પણ કહ્યા છે. તેમણે લખ્યું છે કે, આવા કર્મચારીઓ ઓફિસ જનારા લોકોની તુલનામાં ઓછો પગાર મેળવવાને પાત્ર છે. જોકે, તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેમની ભારે આલોચના થઈ અને લોકોએ તેમને ઘેરી લીધા. 

સગવડો ઘટાડવા માટે આપ્યું હતું સૂચન

બ્રિટનના એક ટૉક શો પછી બિઝનેસ મેગ્નેટ લોર્ડ એલન સુગરે ટ્વિટર પર ટિપ્પણી કરી કે શું કામદારોને ઘરેથી કામ કરવા માટે સબસિડી આપવાની જરૂરત છે. સુગરનું માનવું છે કે, ઘરેથી કામ કરતા લોકો આવવા જવાનો કોઈ ખર્ચ નહીં ઉઠાવીને પૈસાની બચત કરી રહ્યા છે. GMB કહે છે કે, જે લોકો ઘરેથી કામ કરે છે તેમને સક્રિય રાખવા માટે વધુ ચૂકવણી કરવી જોઈએ કારણ કે કંપનીઓ પૈસા બચાવી રહી છે, જો કે કર્મચારીઓ દૂર છે,' તેમણે ટ્વિટ કરીને આને બકવાસ કહ્યું છે. એક ટ્વિટમાં તેમણે ઘરેથી કામ કરતાં કર્મચારીઓને 'આળસુ ગીટ્સ' તરીકે વર્ણવ્યા છે, અને કહ્યું છે કે, જેઓ ઘરેથી કામ કરે છે તે લોકો કામ કરવાને બદલે ઘરે બેસીને 'ગોલ્ફ અને ટેનિસ' જુએ છે. 'તેમને ઓફિસમાં પાછા લાવો અથવા તેમને કાઢી મૂકો.'

તરત શરૂ થઈ ગયો વિરોધ

એલન સુગરની આ વાતોને જોઈને તરત તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો. એક યુઝરે લખ્યું 'અને તેમના ઘરમાં વીજળીના વપરાશ વિશે શું ? ઘરે રહેવાનો ખર્ચ વધી રહ્યો છે અને તમે કહો છો કે, લોકોને ઓછો પગાર આપવો જોઈએ. શું તમે ઠીક છો મિત્ર ?' એક અન્ય યુઝર્સે કરેલા એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, 'લોકોને તેમના મૂલ્યની ચૂકવણી કરવામાં આવવી જોઈએ અને તેમની નોકરીના લાયક શું છે. ચોક્કસપણે આવવા જવાની કમીના કારણે ચુકવણી નહીં કરવી જોઈએ.' એક અન્ય યુઝરે લખ્યું, 'લોર્ડ સુગર ઘરેથી કામ કરતા લોકોને પસંદ નથી કરતાં, પરંતુ તે ઘરેથી કામ કરે છે (બરાબર છે, તેની વાત).'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp