Video: કેનેડામાં પુરુષ સાંસદો ગુલાબી હાઈ હિલ્સ પહેરી આવ્યા, જાણો કારણ

PC: abplive.com

કેનેડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેનેડિયન પુરુષ રાજનેતા પોતાના પગમાં ગુલાબી રંગની સેન્ડલ પહેરેલા દેખાઈ રહ્યા છે. ગુલાબી રંગ સામાન્યરીતે મહિલાઓનો મનપસંદ કલર માનવામાં આવે છે અને મહિલાઓ હંમેશાં ઊંચી એડીવાળા સેન્ડલ પહેરે છે, જેને હાઈ હીલ્સ કહેવાય છે. હવે આ વીડિયો જોતજોતામાં વાયરલ થઈ ગયો છે અને લોકો એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આખરે પુરુષ સાંસદોએ કેનેડાની પાર્લામેન્ટમાં ગુલાબી રંગની હાઈ હિલ્સ પહેરીને વોક શા માટે કર્યું? આ સવાલનો જવાબ ઘણા પુરુષ સાંસદોએ સોશિયલ મીડિયા પર જાતે આપ્યો છે. તેમનું કહેવુ છે કે, તેમણે આવુ પ્રદર્શન મહિલાઓ પ્રત્યે સમર્થન વ્યક્ત કરવા માટે કર્યું. એક સાંસદે કહ્યું, મહિલાઓ વિરુદ્ધ હિંસાના મામલા વધી રહ્યા છે આથી તેઓ જાગૃતતા વધારવા માટે ગુલાબી હાઈ હિલ્સ પહેરી રહ્યા છે.

વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ગુલાબી હાઈ હિલ્સ પહેરીને વોક કરી રહેલા પુરુષ રાજનેતા ખુશીથી ઝૂમી પણ રહ્યા છે. તેમની બીજી તરફ મહિલાઓ ઊભી છે, જે પ્રશંસા કરી રહી છે. તેઓ પોતે પણ વીડિયો બનાવી રહ્યા છે. જોકે, આ અગાઉ આ જ પ્રકારનું પ્રદર્શન યુરોપના કેટલાક અન્ય ક્ષેત્રોમાં પણ જોવા મળી ચુક્યુ છે. જોકે, આ વીડિયો પર લોકોની જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેનેડાના સાંસદોએ મહિલાઓના સમર્થનમાં ગુરુવારે હોપ ઇન હાઈ હિલ્સમાં ભાગ લીધો હતો અને કેનેડાની સંસદમાં પિંક હિલ્સ પહેરીને વોક કર્યું હતું. આ મહિલાઓ વિરુદ્ધ હિંસા સામે લડવા તેમજ મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે હતું. હોટ પિંક હિલ્સ પરેડ કરતા પુરુષ સાંસદોના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ હોટ પિંક હિલ્સમાં પરેડ કરી રહેલા કેનેડિયન પુરુષ સાંસદોની મજાક ઉડાવી રહ્યા છે. જોકે, ઘણી એવી મહિલાઓ છે જે આ પુરુષ સાંસદોના સમર્થનમાં ટ્વિટ કરી રહી છે.

બર્લિંઘટનની સાંસદ કરીના ગોલ્ડે કહ્યું, અમે હાલ્ટન વુમન્સ પ્લેસનું હોપ ઇન હાઈ હિલ્સ ઓન ધ હિલમાં સ્વાગત કર્યું. આવુ પ્રદર્શન જરૂરી હતું, જેથી મહિલાઓ વિરુદ્ધ હિંસા પર વાતચીત કરી શકાય. પુરુષો અને છોકરાઓને શિક્ષિત કરવા સમાધાનનો હિસ્સો છે અને જેન્ડર આધારિત હિંસાને સમાપ્ત કરવું આપણા બધાની જ જવાબદારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp