માથા પર ફ્રીજ લઇ સાઇકલ ચલાવતો દેખાયો યુવક, જુઓ Video

ઈન્ટરનેટના યુગમાં ઘણાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એવા વીડિયોની ભરમાર જોવા મળે છે જેમાં લોકો પોતાના કારનામાઓથી લોકોને હેરાનીમાં મૂકી દે છે. આ દુનિયામાં આવા લોકો ઓછા નથી જે પોતાના ટેલેન્ટથી લોકોના હોંશ ઉડાવી દે છે. હાલમાં સોશિયલ મીડિયા પર કંઇક આ પ્રકારનો જ વીડિયો વાયરલ થયો છે. તેને જોઇ તમને પણ પોતાની આંખો પર વિશ્વાસ થશે નહીં.
તમે બોડી બીલ્ડર્સને ઘણીવાર સ્પર્ધામાં ભારે વજન ઊઠાવીને ટાઇટલ્સ પોતાના નામે કરતા જાયો હશે. દુનિયાભરમાં આવા ઘણાં લોકો છે, જેઓ ભારેમાં ભારે સામાન ઉઠાવી લેતા હોય છે. જેમ કે આ સામાન તેમના માટે હળવી વસ્તુ છે. સોશિયલ મીડિયા પર આવા ઘણાં વીડિયો ચોંકાવી દેતા હોય છે અને વિચારવા પર મજબૂર કરી દે છે. પણ શું થાય જ્યારે કોઇ ભારે ભરકમ ફ્રીજ માથા પર લઇ સાઇકલ ચલાવી રહ્યો હોય? આ વીડિયો જોઇને તમને પણ પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જશે. આ વાયરલ વીડિયોને જોઇ અમુક લોકો તેને ઓપ્ટિકલ ઈલ્યૂઝન કહી રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો barstoolsports નામના અકાઉન્ટે શેર કર્યો છે. જેને જોઇને લોકો ચોંકી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક વ્યક્તિ માથા પર ફ્રીજ મૂકીને આરામથી સાઇકલ ચલાવી રહ્યો છે. જેને જોઇ થોડી ક્ષણો માટે તમને પણ વિશ્વાસ થશે નહીં. વીડિયોમાં તે વ્યક્તિનું બેલેન્સ જોઇને યૂઝર્સ પણ હેરાન છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ન્યૂયોર્ક સિટીનો અલગ જ વ્યક્તિ છે. વીડિયો શેર કરતા લખ્યું કે, દુનિયાનું સૌથી મજબૂત ગળું.
વાયરલ થયેલા આ વીડિયોને 3 સપ્ટેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધીમાં 7 મિલિયનથી વધારે વ્યૂ મળી ચૂક્યા છે. જ્યારે 2 લાખ 35 હજારથી વધારે લોકોએ આ વીડિયોને લાઇક કર્યો છે. વીડિયોને જોઇ લોકો આના પર ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp